વનસ્પતિશાસ્ત્ર

ઍસ્ટરેસી (કમ્પૉસિટી)

ઍસ્ટરેસી (કમ્પૉસિટી) : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલું એક કુળ. બેન્થામ અને હૂકરની વર્ગીકરણ-પદ્ધતિમાં તેનું સ્થાન આ પ્રમાણે છે : વર્ગ – દ્વિદળી. ઉપવર્ગ – યુક્તદલા. શ્રેણી – અધ:સ્ત્રીકેસરી (inferae). ગોત્ર – ઍસ્ટરેલ્સ. કુળ – ઍસ્ટરેસી. સપુષ્પ વનસ્પતિઓમાં આ કુળ સૌથી મોટું છે અને લગભગ 1,000 પ્રજાતિઓ અને 15,000થી 23,000 જેટલી…

વધુ વાંચો >

એસ્પેરેગસ એલ.

એસ્પેરેગસ એલ. (Asparagus, L.) : જુઓ શતાવરી.

વધુ વાંચો >

એસ્ફોડિલસ

એસ્ફોડિલસ : વનસ્પતિના એકદળી વર્ગમાં આવેલા લીલિયેસી કુળની એક પ્રજાતિ. તે એકવર્ષાયુ કે બહુવર્ષાયુ હોય છે અને ભૂમધ્ય સમુદ્રીય પ્રદેશો, એશિયા અને મૅસ્કેરિનના દ્વીપકલ્પોની મૂલનિવાસી છે. ભારતમાં તેની બે જાતિઓ થાય છે. Asphodelus tenuifolius Cav. (ગુ. ડુંગરો, પં. પ્યાઝી, અં. એસ્ફોડિલ) ટટ્ટાર, અરોમિલ (glabrous) અને એકવર્ષાયુ જાતિ છે. તે ટૂંકી…

વધુ વાંચો >

એળિયો

એળિયો : જુઓ કુંવારપાઠું.

વધુ વાંચો >

ઍંગ્લર ગુસ્તાવ હાઇન્રીખ ઍડૉલ્ફ

ઍંગ્લર ગુસ્તાવ હાઇન્રીખ ઍડૉલ્ફ (જ. 25 માર્ચ 1844, સાગાન; અ. 10 ઑક્ટોબર 1930, બર્લિન) : વિખ્યાત જર્મન વર્ગીકરણવિજ્ઞાની. તેમણે 1866માં બ્રેસ્લો યુનિવર્સિટીમાંથી પીએચ.ડી. પ્રાપ્ત કરી ચાર વર્ષ અધ્યાપનકાર્ય કર્યું; 1871માં મ્યૂનિકના વનસ્પતિવિજ્ઞાન વિભાગના વનસ્પતિ-સંગ્રહાલય(herbarium)માં નિયુક્તિ મેળવી; 1878માં કીલ યુનિવર્સિટીમાં પ્રાધ્યાપકપદ સ્વીકાર્યું; 1884માં બ્રેસ્લોના વનસ્પતિઉદ્યાનના નિયામક થયા અને અધ્યાપનકાર્ય ચાલુ રાખ્યું.…

વધુ વાંચો >

ઓક

ઓક : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા ફેગેસી કુળની વનસ્પતિ. આ વનસ્પતિઓને Quercus પ્રજાતિ હેઠળ મૂકવામાં આવી છે; જેનું વિતરણ ઉત્તર ગોળાર્ધના સમશીતોષ્ણ પ્રદેશોમાં થયેલું છે અને ઉષ્ણ અને ઉપોષ્ણ પ્રદેશોમાં ઊંચા પર્વતો ઉપર થાય છે. ભારતમાં તેની 23 જેટલી જાતિઓ હિમાલયની ગિરિમાળામાં થાય છે, જે પૈકી મોટાભાગની સદાહરિત છે. તેની…

વધુ વાંચો >

ઑક્સિજન-ચક્ર

ઑક્સિજન-ચક્ર : સર્વે સજીવ કારકો માટે ઑક્સિજન અત્યંત આવશ્યક છે. વનસ્પતિ અને પ્રાણીઓમાં – જારક શ્વસન કરનાર કારકો(aerobic respiration)માં શ્વસનની ક્રિયામાં ઑક્સિજન વપરાય છે અને અંતે વાતાવરણમાં અને પાણીમાં કાર્બનડાયૉક્સાઇડ (CO2) રૂપે બહાર આવે છે. પ્રકાશસંશ્લેષણની ક્રિયા દરમિયાન હરિત વનસ્પતિઓમાં કાર્બોહાઇડ્રેટ પદાર્થોના સંશ્લેષણમાં કાર્બનડાયૉક્સાઇડ અગત્યના પૂરક પદાર્થ તરીકે ઉપયોગી છે.…

વધુ વાંચો >

ઑક્સેલિડેસી

ઑક્સેલિડેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલું એક કુળ. બૅન્થામ અને હૂકરની વર્ગીકરણ-પદ્ધતિમાં તેનું સ્થાન આ પ્રમાણે છે : વર્ગ – દ્વિદળી, ઉપવર્ગ – મુક્તદલા (Polypetalae), શ્રેણી – બિંબપુષ્પી (Disciflorae), ગોત્ર – જિરાનિયેલ્સ, કુળ – ઑક્સેલિડેસી. આ કુળ 7 પ્રજાતિઓ અને લગભગ 1,000 જાતિઓનું બનેલું છે અને તે મોટેભાગે ઉષ્ણપ્રદેશોમાં વિતરણ…

વધુ વાંચો >

ઓઝા, જયન્તીલાલ દેવશંકર

ઓઝા, જયન્તીલાલ દેવશંકર (જ. 25 જુલાઈ 1907; અ. 16 ફેબ્રુઆરી 1981) : ગુજરાતના અગ્રણી વનસ્પતિવિદ્ અધ્યાપક. મુખ્ય વિષય વનસ્પતિવિજ્ઞાન સાથે 1929માં ફરગ્યુસન કૉલેજ, પુણેમાંથી સ્નાતકની પદવી મેળવી. 1932માં પ્રા. એસ. એલ. અજરેકરના માર્ગદર્શન નીચે ગુજરાત કૉલેજ, અમદાવાદમાં ‘A study of fungus parasites of Tinospora cordifolia miels’ (ગળો) ઉપર સંશોધનનિબંધ લખીને…

વધુ વાંચો >

ઓટ (ઓટ, જવલો)

ઓટ (ઓટ, જવલો) : વનસ્પતિઓના એકદળી વર્ગમાં આવેલા પોએસી કુળની પ્રજાતિ. તે એકવર્ષાયુ કે બહુવર્ષાયુ તૃણોની બનેલી છે અને તેનું વિતરણ મુખ્યત્વે સમશીતોષ્ણ અને ઉપોષ્ણ પ્રદેશોમાં થયેલું છે. ભારતમાં તેની 30 જેટલી જાતિઓ થાય છે. Avena byzantina Koch કૃષ્ય (cultivated) ઓટ છે અને A. sativa Linn. સામાન્ય ઓટ છે. આ…

વધુ વાંચો >