વનસ્પતિરોગશાસ્ત્ર
ભૂકી છારો
ભૂકી છારો : ઇરિસિફેસી કુળની ફૂગ અને યજમાન છોડ વચ્ચે ખોરાક માટે આંતરિક ઘર્ષણ થવાથી યજમાનના આક્રમિત ભાગમાં ઉદભવતો રોગ. આ કુળની છ જાતિની ફૂગો, 1,500થી વધુ જાતિની વનસ્પતિમાં રોગ કરતી નોંધાયેલી છે. ખાસ કરીને વેલાવાળી શાકભાજીના પાકો, કઠોળ પાકો, ફૂલછોડ અને ફળ પાકોમાં આ રોગ વિશેષ નુકસાન કરે છે.…
વધુ વાંચો >ભૂખરાં ખૂણિયાં ટપકાંનો ઝાળ રોગ
ભૂખરાં ખૂણિયાં ટપકાંનો ઝાળ રોગ : આંબાના પાન ઉપર લોફોડરમિયમ મેન્જિફેરી નામની ફૂગથી થતો રોગ. આ ફૂગનું આક્રમણ થતાં પાનની સપાટી ઉપર ખાસ કરીને પાનની ધાર તરફ, સફેદ અનિયમિત ખૂણા પાડતાં ટપકાં ઉત્પન્ન થાય છે. ટપકાં વૃદ્ધિ પામી મોટાં થતાં એકબીજાંની સાથે ભળી જવાથી ધારની સમાંતરે રાખોડી અથવા ઝાંખા ભૂખરા…
વધુ વાંચો >ભૂરાં કાંસિયાં
ભૂરાં કાંસિયાં : ડાંગરની એક ગૌણ જીવાત. આ જીવાતનો સમાવેશ ઢાલપક્ષ (coleoptera) શ્રેણીના ક્રાયસોમેલીડી કુળમાં કરવામાં આવેલ છે. શાસ્ત્રીય નામ Lepigma pygmaea B. છે. આ કીટક સમચતુષ્કોણ આકારના, નાના, ઘેરા લીલાશ પડતા ભૂરા રંગના, સુંવાળા, લગભગ 6 મિમી. લંબાઈના અને પહોળાઈમાં 3 મિમી. જેટલા હોય છે. ગુજરાતમાં ખાસ કરીને દક્ષિણ…
વધુ વાંચો >ભૂરાં ફૂદાં
ભૂરાં ફૂદાં : તુવેર, ચોળા, વાલ અને કેટલાક અન્ય કઠોળના પાકને નુકસાન કરતાં ફૂદાં. રોમપક્ષ શ્રેણીની આ જીવાત લેમ્પિડ્સ બોઇટિક્સના વૈજ્ઞાનિક નામે ઓળખાય છે. આ જીવાતની ફૂદીની પાંખની પ્રથમ જોડ ભૂરા રંગની હોવાથી તે ભૂરાં પતંગિયાં તરીકે ઓળખાય છે. ગોળ ટપકાંવાળી તેની બીજી જોડ પાંખની પાછળની ધારે હોય છે અને…
વધુ વાંચો >ભોટવાં
ભોટવાં : સંગ્રહેલ કઠોળની ખૂબ જ અગત્યની ગણાતી એક જીવાત. આ જીવાતનો સમાવેશ ઢાલપક્ષ (Coleoptera) શ્રેણીના (Bruchidae) કુળમાં કરવામાં આવેલ છે. વૈજ્ઞાનિક નામ Bruchus chinensis L. છે. આ સિવાય તે Calosobruchus chinensis L. તરીકે પણ ઓળખાય છે. આ જીવાતની ઉપરની બાજુએ હૃદયના આકારના આશરે 4થી 6 મિમી. લાંબા, ચૉકલેટ અથવા…
વધુ વાંચો >મકાઈ
મકાઈ એકદળી વર્ગમાં આવેલી એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Zea mays Linn. (હિં., ગુ., મ., મકાઈ; બં., ભુટ્ટા, જોનાર; તે. મક્કાજોન્નાલુ, મોક્કાજાના.; અં., મેઇઝ, કૉર્ન) છે. તે મજબૂત, એકગૃહી (monoecious) અને એકવર્ષાયુ તૃણ છે અને તેની વિવિધ પ્રાદેશિક જાતો 0.43 મી. થી માંડી 6.0 મી. સુધીની ઊંચાઈ ધરાવે છે. તેનું…
વધુ વાંચો >મગ
મગ : દ્વિદળી વર્ગમાં આવેલા ફેબેસી કુળના પૅપિલિયોનોઇડી ઉપકુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Vigna radiata (Linn.) Wilczek syn. Phaseolus radiatus Linn. P. aureus Roxb. (સં. મુદ્ગ; મ. મૂગ; હિં. મૂંગ; ગુ. મગ; તે. પચ્ચા પેસલુ; તા. પચ્ચો પાયરૂ; ક. હેસરું, મલ. ચેરૂ પાયક; અં. ગ્રીન ગ્રૅમ, ગોલ્ડન ગ્રૅમ) છે.…
વધુ વાંચો >મગફળી
મગફળી દ્વિદળી વર્ગમાં આવેલા ફેબેસી કુળના ઉપકુળ પૅપિલિયોનોઇડીની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Arachis hypogea Linn. (સં. ભૂચણક, તૈલકંદ; મ. ભૂંયામૂંગ; હિં. મૂંગફલી, ચીના બદામ, વિલાયતી મૂંગ; બં. ચિનેર બાદામ; ગુ. મગફળી, ભોંય-મગ; અં. ગ્રાઉન્ડનટ, મંકીનટ, પીનટ) છે. તે ભૂપ્રસારી કે ટટ્ટાર, 30 સેમી.થી 60 સેમી.ની ઊંચાઈ ધરાવતી એકવર્ષાયુ શાકીય…
વધુ વાંચો >મઠ
મઠ : દ્વિદળી વર્ગમાં આવેલા ફેબેસી કુળના ઉપકુળ પૅપિલિયોનોઇડીની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Vigna aconitifolia (Jacq.) Marechal syn. Phaseolus aconitifolius Jacq. (હિં. મોઠ, ભ્રિંગા; બં. બેરી; મ. , ગુ. મઠ; તે. કુંકુમપેસાલુ; પં. ભિનોઇ; અં. મટબીન) છે. તે એકવર્ષાયુ કે બહુવર્ષાયુ, 15 સેમી.થી 20 સેમી. ઊંચી શાકીય જાતિ છે…
વધુ વાંચો >મધિયો (રોગ)
મધિયો (રોગ) : જુવારમાં તેમજ આંબાપાકમાં ફૂગથી થતો એક રોગ. આંબાપાકમાં જીવાતના આક્રમણને લીધે ચેપ લાગતાં તે ક્યારેક નુકસાન કરે છે. જુવારનો મધિયો ‘અરગટ’ અથવા ‘ડૂંડાના મધિયા’ના નામે ઓળખાય છે. જુવારની વધુ ઉત્પાદન આપતી સંકર જાતોમાં આ રોગનું પ્રમાણ સ્થાનિક દાણાની જાતો કરતાં વધુ જોવા મળે છે. ભારતમાં આ રોગ…
વધુ વાંચો >