લ. ધ. દવે
અકાર્બનિક રસાયણ
અકાર્બનિક રસાયણ (Inorganic Chemistry) હાઇડ્રોકાર્બનો અને તેમનાં વ્યુત્પન્નો સિવાયના પદાર્થોના અભ્યાસને આવરી લેતી રસાયણશાસ્ત્રની અગત્યની શાખા. તેમાં પરમાણુ-સંરચના, સ્ફટિકવિદ્યા, રાસાયણિક આબંધન (bonding), સવર્ગ સંયોજનો, ઍસિડ-બેઝ પ્રક્રિયાઓ, સિરેમિક્સ તેમજ વીજરસાયણની કેટલીક ઉપશાખાઓનો સમાવેશ થાય છે. કાર્બનિક સંયોજનોની માફક, અકાર્બનિક સંયોજનોને અને સ્ફટિકોને ચોક્કસ સંરચના હોય છે. કાર્બધાત્વિક (organometallic) સંયોજનોનો અભ્યાસ 1952…
વધુ વાંચો >અણુકક્ષક સિદ્ધાંત (Molecular Orbital Theory, MOT)
અણુકક્ષક સિદ્ધાંત (Molecular Orbital Theory, MOT) : અણુમાં આવેલા ઇલેક્ટ્રૉન સાથે સંકળાયેલ વિવિધ ઊર્જા-સપાટીઓના વર્ણન સાથે સંબંધિત ક્વૉન્ટમ-યાંત્રિકીય (quantum-mechanical) પરિરૂપ (model). કોઈ પણ પરમાણુ કે અણુની ઇલેક્ટ્રૉન પ્રણાલીની ઊર્જાની ગણતરી કરવા માટે તેનો (i) હેમિલ્ટનકારક (Hamiltonian), H, અને (ii) તેના માટેનો તરંગવિધેય (wave function), y જોઈએ. એક ઇલેક્ટ્રૉન અને એક…
વધુ વાંચો >અણુકક્ષકો
અણુકક્ષકો (molecular orbitals) : પરમાણુકક્ષકોના સંયોજનથી બનતી કક્ષકો. બે કે વધુ પરમાણુઓ સંયોજિત થતાં અણુ બને છે. પરમાણુઓના ઇલેક્ટ્રૉનની શક્યતા દર્શાવતા ક્ષેત્રને પરમાણુકક્ષક કહે છે. પરમાણુકક્ષકના સંયોજનથી અણુકક્ષકો બને છે. પરમાણુકક્ષકો એક કેન્દ્રની આસપાસ અવકાશમાં ફેલાયેલી હોય છે અને તેને વર્ણવવા ગણિતીય તરંગવિધેય (mathematical wavefunction) હોય છે. અણુકક્ષક બહુકેન્દ્રીય હોય…
વધુ વાંચો >અનુચુંબકત્વ
અનુચુંબકત્વ (paramagnetism) : પ્રબળ બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકતાં ક્ષેત્રની દિશામાં નિર્બળ આકર્ષણ અનુભવવાનો પદાર્થનો ગુણધર્મ. આ ઘટનાનો અભ્યાસ સૌપ્રથમ માઇકેલ ફેરેડેએ 1845માં કર્યો હતો. જો પદાર્થ આકર્ષણ લગાડેલ ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં આકર્ષાય તો તે ગુણધર્મ પ્રતિચુંબકત્વ (diamagnetism) કહેવાય. બંને કિસ્સામાં બાહ્ય ચુંબકીય ક્ષેત્ર પ્રબળ હોવા છતાં અસરની પ્રબળતા ઓછી હોય…
વધુ વાંચો >આયનિક બંધ
આયનિક બંધ (Ionic Bond) : વિરુદ્ધ વીજભારવાળા બે આયનો સ્થિરવૈદ્યુત (electrostatic) બળ દ્વારા પરસ્પર આકર્ષાઈ એકબીજા સાથે જોડાય ત્યારે ઉદભવતો બંધ. એક તરફ ધનવિદ્યુતીય ધાતુઓ જેવી કે આલ્કલી ધાતુઓ, આલ્કેલાઇન મૃદ્ (earth) ધાતુઓ કે લેન્થેનાઇડ ધાતુઓ અને બીજી બાજુ હેલોજન, ઑક્સિજન, સલ્ફર વગેરે ઋણવિદ્યુતી અધાતુઓ આયનિક બંધ દ્વારા સંયોજનો આપે…
વધુ વાંચો >આંતરહેલોજન સંયોજનો
આંતરહેલોજન સંયોજનો (interhalogen compounds) : બે ભિન્ન ભિન્ન હેલોજન તત્વો વચ્ચે થતી રાસાયણિક પ્રક્રિયાના ફળસ્વરૂપે મળતાં સંયોજનો. તેઓ હેલોજન હેલાઇડ તરીકે પણ ઓળખાય છે. તેમનું સામાન્ય સૂત્ર XYn લખી શકાય કે જેમાં n = 1, 3, 5, 7 એમ એકી સંખ્યા હોય છે. આમાંનાં મોટાભાગનાં ફ્લોરિન ધરાવે છે. ઉપરના સૂત્રમાં…
વધુ વાંચો >ઇલેકટ્રોન ઊણપવાળાં સંયોજનો
ઇલેકટ્રોન ઊણપવાળાં સંયોજનો (electron-deficient compounds) : જેમાં સંયોજકતા માટે જરૂરી ઇલેકટ્રોનની સંખ્યા બંધની સંખ્યા કરતાં ઓછી હોય અને જેમાં પ્રણાલીગત એવા દ્વિકેન્દ્ર-દ્વિઇલેકટ્રોન (2 centres-2 electrons, 2c-2e), સહસંયોજક બંધ રચવા શક્ય ન હોય તેવાં સંયોજનો (અણુઓ). 2 પરમાણુ વચ્ચે 2 ઇલેકટ્રોનનું સહભાજન (sharing) થાય ત્યારે 1 સહસંયોજક બંધ રચાયો ગણાય. 1…
વધુ વાંચો >ઇલેકટ્રોનબંધુતા
ઇલેકટ્રોનબંધુતા (electron affinity) : વાયુરૂપમાં તટસ્થ પરમાણુમાં ઇલેકટ્રોન ઉમેરતાં મુક્ત થતી ઊર્જા. X(g) + e– = X–(g) + E આ ઊર્જા માટે eV, કિ.કે./મોલ, હવેથી આંતરરાષ્ટ્રીય માનક (standard) એકમ અનુસાર કિ.જૂલ/મોલ વગેરે એકમો વપરાય છે. ઉષ્મા રસાયણની પ્રણાલિકા અનુસાર કોઈ પ્રક્રિયામાં ઉત્પન્ન થતી ઊર્જા ΔH, જો મુક્ત થાય તો તેને…
વધુ વાંચો >ઇલેકટ્રોનવિન્યાસ
ઇલેક્ટ્રૉનવિન્યાસ (electron configuration) : પરમાણુકેન્દ્રની બહાર આવેલા ઇલેક્ટ્રૉનની વિભિન્ન કક્ષકોમાં થયેલી ગોઠવણી. આવા બાહ્ય ઇલેક્ટ્રૉનની કુલ સંખ્યા તે પરમાણુની પરમાણુસંખ્યા બરાબર હોય છે. આ બધા ઇલેક્ટ્રૉન કેન્દ્રની આસપાસ પરિભ્રમણ કરતા હોય છે. આ ઇલેક્ટ્રૉનની કુલ સંખ્યામાંથી થોડાક ઇલેક્ટ્રૉન દૂર થતાં ધન આયનો મળે છે; એમાં પણ બાકીના ઇલેક્ટ્રૉન, ધન આયનનો…
વધુ વાંચો >ઇલેકટ્રોન સ્થાનાંતર પ્રક્રિયાઓ
ઇલેક્ટ્રૉન સ્થાનાંતર પ્રક્રિયાઓ (electron transfer reactions) : એક યા વધુ ઇલેક્ટ્રૉન એક પરમાણુ કે આયનમાંથી અન્ય તરફ સ્થાનાંતર કરે તેવી પ્રક્રિયા. આવા ઇલેક્ટ્રૉન સ્થાનાંતરને પરિણામે ‘રેડૉક્સ’ (reducing-oxidising) પ્રક્રિયા બને છે. અપચાયક (reducing) પદાર્થમાંથી ઇલેક્ટ્રૉન ઉપચાયક (oxidising) પદાર્થમાં જાય છે. જોકે બધી જ રેડૉક્સ પ્રક્રિયાઓ ઇલેક્ટ્રૉન સ્થાનાંતર દ્વારા જ થાય છે…
વધુ વાંચો >