ર. લ. રાવળ

ટ્રફેલ્ગરનું નૌકાયુદ્ધ

ટ્રફેલ્ગરનું નૌકાયુદ્ધ (21 ઑક્ટોબર 1805) : યુરોપમાં થયેલાં નેપોલિયનનાં યુદ્ધોમાં મહત્વનું નિર્ણાયક નૌકાયુદ્ધ. આ યુદ્ધને પરિણામે સો વર્ષથી પણ વધારે સમય સુધી બ્રિટને નૌકાદળને ક્ષેત્રે પોતાની સર્વોપરીતા સ્થાપિત કરી રાખી. સ્પેનની ટ્રફેલ્ગર ભૂશિરની પશ્ચિમે કેડિઝ  બંદર અને જિબ્રાલ્ટરની સામુદ્રધુની વચ્ચે લડાયેલા આ યુદ્ધમાં ફ્રેંચ ઍડ્‌મિરલ પિયેર દ વીલનવના નેતૃત્વ હેઠળ…

વધુ વાંચો >

ડીઓગો, લોપ્સ દ સિક્વેરા

ડીઓગો, લોપ્સ દ સિક્વેરા : ગોવાનો પોર્ટુગીઝ વાઇસરૉય – ગવર્નર (1518–1521). તેને લિસ્બનથી ખાસ આદેશ આપવામાં આવ્યો હતો કે તેણે દીવ પર કબજો જમાવી ત્યાં કિલ્લો બાંધવો, કારણ કે દીવ એડન-હોરમઝને ગોવા સુધી સાંકળનાર મહત્વનું સમૃદ્ધ વ્યાપારી કેન્દ્ર હતું. મલિક અયાઝના ગવર્નરપદ હેઠળ 1500થી દીવની સમૃદ્ધિમાં વધારો થયો હતો. મલિક…

વધુ વાંચો >

ડૉમ, કૉન્સ્ટન્ટિનો દ બ્રૅગાન્ઝા

ડૉમ, કૉન્સ્ટન્ટિનો દ બ્રૅગાન્ઝા : ગોવાનો પોર્ટુગીઝ વાઇસરૉય – ગવર્નર (1558–1561). ભારતમાં આવ્યો તે વખતે તેની વય 30 વર્ષની હતી. તે દમણના વિજેતા તરીકે પોર્ટુગલમાં ખ્યાતિ પામ્યો. આ સમયે ગુજરાતની મધ્યસ્થ સરકાર નબળી હતી અને દમણ સીદી સરદાર મીફતાહના હાથમાં હતું. ડૉમે દમણ પર કબજો જમાવવાનો નિર્ણય કર્યો, કારણ કે…

વધુ વાંચો >

ડૉમ, જોઆઓ દ કાસ્ટ્રો

ડૉમ, જોઆઓ દ કાસ્ટ્રો (જ. 7 ફેબ્રુઆરી 1500, લિસ્બન; અ. 6 જૂન 1548, ગોવા) : પોર્ટુગીઝોની ર્દષ્ટિએ ગોવાના ખ્યાતનામ ગવર્નરોમાં સૌથી છેલ્લો ગવર્નર (1545–1548). પોર્ટુગીઝોએ ગુજરાતના સુલતાન બહાદુરશાહ સાથે ડિસેમ્બર, 1534 અને સપ્ટેમ્બર, 1535ની સંધિ હેઠળ અનુક્રમે વસઈનો વિસ્તાર મેળવીને અને દીવમાં કિલ્લો બાંધીને ગુજરાતના દરિયાકિનારા પર પોતાનું સ્થાન મજબૂત…

વધુ વાંચો >

તલમૂદ

તલમૂદ : યહૂદી ધર્મશાસ્ત્રનો સટીક ગ્રંથ. તલમૂદમાં મિશના તથા ગેમારાનો સમાવેશ થાય છે. મિશના એ મૌખિક કાયદાઓનો સંગ્રહ છે, જ્યારે ગેમારામાં મિશના પર થયેલાં ભાષ્ય અને ચર્ચાઓનો સમાવેશ થાય છે. યહૂદી ધર્મશાસ્ત્રીઓના એક જૂથે પૅલેસ્ટાઇનમાં અને બીજા જૂથે બૅબિલોનમાં સ્વતંત્ર રીતે તલમૂદ તૈયાર કર્યા હતા. બંનેમાં મિશનાનો મૂળ પાઠ એક…

વધુ વાંચો >

તાઇસુંગ

તાઇસુંગ (600 –649) : ચીનમાં તેંગ સામ્રાજ્યનો સ્થાપક અને પ્રતિભાશાળી સમ્રાટ. તેનું  મૂળ નામ બી શીહ-મીન (પિન્યીન તાઇ ઝોંગ) હતું. સુઈ વંશ (581–618)ના છેલ્લા રાજવી હેઠળ લશ્કરી સૂબા તરીકે કામ કરતા અને તેંગ વંશના સ્થાપક લી યુયાન(618–626)નો તે દ્વિતીય પુત્ર હતો. નાની વયે જ તેણે તેના પિતાને નબળા પડતા સુઈ…

વધુ વાંચો >

તુર્કી

તુર્કી પશ્ચિમ એશિયામાં આવેલું પ્રજાસત્તાક રાષ્ટ્ર. ભૌગોલિક સ્થાન : 36° 00´ થી 40° 20´ ઉ. અ. અને 26° 00´ પૂ. રે. થી 44° 30´ પૂ.રે. તે એશિયન રાષ્ટ્ર હોવા છતાં તેનો 5 % (23,764 ચોકિમી.) જેટલો પ્રદેશ (પૂર્વ થ્રેસ) દક્ષિણ યુરોપના છેક પૂર્વે છેડે આવેલો છે. તુર્કીનું સૌથી મોટું શહેર…

વધુ વાંચો >

તૈયબજી, અબ્બાસ

તૈયબજી, અબ્બાસ (જ. 1 ફેબ્રુઆરી 1854, વડોદરા; અ. 9 મે 1936) : વડોદરા રાજ્યની વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ, ગુજરાતના રાષ્ટ્રવાદી નેતા અને ગાંધીજીના નિકટના સાથી. અબ્બાસ તૈયબજીનો જન્મ ખૂબ સમૃદ્ધ કુટુંબમાં થયો હતો. તેમના પિતામહ ભાઈમિયાં તૈયબજીએ સ્થાપેલી તૈયબજી ઍન્ડ કું. નામની પેઢીમાં તેમના પિતા શમ્સુદ્દીન ભાગીદાર હતા. આ પેઢીનો…

વધુ વાંચો >

તૈયબજી, બદરુદ્દીન

તૈયબજી, બદરુદ્દીન (જ. 10 ઑક્ટોબર 1844, મુંબઈ; અ. 19 સપ્ટેમ્બર 1906, લંડન) : હિંદી રાષ્ટ્રીય કૉંગ્રેસની સ્થાપનામાં મહત્વનો ભાગ લેનાર રાષ્ટ્રવાદી નેતા, કુશળ ધારાશાસ્ત્રી, નીડર ન્યાયાધીશ અને સમાજસુધારક. મુંબઈમાં રૂઢિચુસ્ત સુલેમાની મુસ્લિમ કુટુંબમાં જન્મેલા બદરુદ્દીન તૈયબજીના પિતા ભાઈમિયાં જૂના ખંભાતમાં વસેલા આરબ કુટુંબના નબીરા હતા. ભાઈમિયાં(તૈયબઅલી)એ મુંબઈમાં તૈયબજી ઍન્ડુ કું.…

વધુ વાંચો >

ત્રિપક્ષી સત્તાજોડાણ

ત્રિપક્ષી સત્તાજોડાણ : યુરોપમાં ફ્રાન્સને અલગ પાડી દઈને મહાસત્તા તરીકે જર્મનીનું સ્થાન મજબૂત બનાવવા અને સત્તાની સમતુલા જર્મનીની તરફેણમાં રાખવાનો બિસ્માર્કનો પ્રયાસ. 1870–71ના ફ્રાંકો-પ્રશિયન યુદ્ધમાં ફ્રાંસની હાર થઈ તેની સાથે પ્રશિયાના ચાન્સેલર બિસ્માર્કના નેતૃત્વ હેઠળ જર્મનીના એકીકરણનું કાર્ય પૂરું થયું. એ રીતે યુરોપની મધ્યમાં નવું સંગઠિત અને શક્તિશાળી જર્મન રાજ્ય…

વધુ વાંચો >