રૂપેન્દ્રકુમાર પગારિયા

ચંદ્રલેહા (ચંદ્રલેખા)

ચંદ્રલેહા (ચંદ્રલેખા) : સટ્ટક પ્રકારનું એક પ્રાકૃત ઉપરૂપક. તેના કર્તા કાલિકટનિવાસી પારસવંશીય મહાકવિ રુદ્રદાસ (સત્તરમી સદી ઉત્તરાર્ધ) આચાર્ય રુદ્ર અને આચાર્ય શ્રીકંઠના શિષ્ય હતા. તેમણે 1655–58 આસપાસ આ સટ્ટકની રચના કરી હતી. આ ઉપરૂપકમાં 4 યવનિકાન્તર (ર્દશ્ય) છે, જેમાં માનવેદ અને ચંદ્રલેખાના વિવાહનું વર્ણન છે. આમાં શૃંગાર અને અદભુત રસોની…

વધુ વાંચો >

જિનદત્તસૂરિ

જિનદત્તસૂરિ (જ. 1076; અ. 1155) : જૈન ધર્મના ખરતરગચ્છના આદ્યસ્થાપક આચાર્ય. જૈન ધર્મના પ્રભાવી આચાર્યોમાં જિનદત્તસૂરિનું નામ પણ આદર સાથે લેવાય છે. તે ખરતરગચ્છના પ્રથમ આચાર્ય મનાય છે. ઈ. સ. 1168માં તેમણે સ્વતંત્ર ખરતરગચ્છની સ્થાપના કરી હતી. તે સુવિહિત માર્ગી જિનવલ્લભસૂરિના પટ્ટધર શિષ્ય હતા. જિનદત્તસૂરિનો જન્મ વૈશ્યવંશના હુંબડ ગોત્રમાં ઈ.સ.…

વધુ વાંચો >

જિનદાસ મહત્તર (આશરે આઠમી સદીનો પૂર્વાર્ધ)

જિનદાસ મહત્તર (આશરે આઠમી સદીનો પૂર્વાર્ધ) : જૈન આગમના એક વ્યાખ્યાકાર. જૈન આગમના વ્યાખ્યાકારોમાં વિશિષ્ટ સ્થાન ધરાવતા જિનદાસ મહત્તર સંસ્કૃત અને પ્રાકૃત ભાષાના વિદ્વાન હતા. ચૂર્ણિ સાહિત્ય અનુસાર પિતાનું નામ નાગ અને માતાનું નામ ગોપા. વજ્રશાખીય મહાન વિદ્વાન આચાર્ય ગોપાલગણિ મહત્તર તેમના ધર્મગુરુ અને પ્રદ્યુમ્ન ક્ષમાશ્રમણ તેમના વિદ્યાગુરુ હતા. ગુરુ…

વધુ વાંચો >

જિનપ્રભસૂરિ

જિનપ્રભસૂરિ : જિનપ્રભ નામના ઘણા આચાર્યો થયા છે. પ્રસ્તુત જિનપ્રભ ‘વિવિધ તીર્થકલ્પ’ નામક પ્રસિદ્ધ ઐતિહાસિક કૃતિના રચનાકાર છે અને સ્તોત્રસાહિત્યના વિશિષ્ટ નિર્માતા છે. જિનપ્રભસૂરિ જિનેશ્વરસૂરિના પ્રશિષ્ય અને લઘુ ખરતરગચ્છ—અપર નામ શ્રીમાલગચ્છના સંસ્થાપક આચાર્ય જિનસિંહસૂરિના શિષ્ય હતા. જિનપ્રભસૂરિ વૈશ્ય વંશના હતા. એમનું ગોત્ર તામ્બી હતું. તે હિલવાડીનિવાસી શ્રેષ્ઠી મહિધરના પૌત્ર અને…

વધુ વાંચો >

જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ (વિક્રમની સાતમી સદી)

જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ (વિક્રમની સાતમી સદી) : નિવૃત્તિ કુળના મહાન આચાર્ય. તેમના બે ભાષ્યગ્રંથ હાલ ઉપલબ્ધ છે : (1) જિતકલ્પ ભાષ્ય તથા (2) વિશેષાવશ્યક ભાષ્ય. ‘જિતકલ્પ ભાષ્ય’માં જ્ઞાનપંચક, પ્રાયશ્ચિત્ત વગેરે અનેક આવશ્યક વિષયોનું વર્ણન છે. આવશ્યક સૂત્ર ઉપર 3 ભાષ્ય છે. તેમાં ‘વિશેષાવશ્યક ભાષ્ય’ આવશ્યક સૂત્રના પ્રથમ અધ્યયન સામાયિક સૂત્ર ઉપર…

વધુ વાંચો >

જિનેશ્વરસૂરિ

જિનેશ્વરસૂરિ (ઈ. સ.ની અગિયારમી સદી) : સમર્થ વ્યાખ્યાતા અને પ્રમાણશાસ્ત્ર-પ્રબંધકોના રચયિતા. જિનેશ્વરસૂરિ અને બુદ્ધિસાગરસૂરિ એ બે ભાઈ સુવિહિતમાર્ગી શ્વેતાંબર પરંપરાના વિદ્વાન હતા. બુદ્ધિસાગરસૂરિ આગમસાહિત્યના વિશિષ્ટ જાણકાર, શાસ્ત્રોક્ત કર્મમાં નિષ્ઠાવાન અને વ્યાકરણશાસ્ત્ર રચનાર હતા. પાટણના રાજા દુર્લભરાજના પુરોહિત સોમેશ્વર, ત્યાંના યાજ્ઞિકો, શૈવાચાર્ય જ્ઞાનદેવ વગેરેને પોતાના વર્ચસથી વિશેષ પ્રભાવિત કરીને, પાટણમાં સુવિહિતમાર્ગી…

વધુ વાંચો >

જૈન આગમસાહિત્ય

જૈન આગમસાહિત્ય : મૂલ વૈદિક શાસ્ત્રો જેમ ‘વેદ’ કહેવાય છે, બૌદ્ધ શાસ્ત્રો જેમ ‘પિટક’ કહેવાય છે તેમ જ જૈનશાસ્ત્રો ‘શ્રુત’, ‘સૂત્ર’ કે આગમ કહેવાય છે. સૂત્ર, ગ્રંથ, સિદ્ધાંત, પ્રવચન, આજ્ઞા, વચન, ઉપદેશ, પ્રજ્ઞાપન, આગમ, આપ્તવચન, ઐતિહ્ય, આમ્નાય અને જિનવચન એ બધાયે ‘આગમ’ના પર્યાયવાચી શબ્દો છે. આપ્તનું વચન તે આગમ. જૈનર્દષ્ટિએ…

વધુ વાંચો >

ણાણપંચમીકહા (જ્ઞાનપંચમી કથા)

ણાણપંચમીકહા (જ્ઞાનપંચમી કથા) (ઈ. સ. 1053 પહેલાં) : શ્રુતપંચમીને લગતી દસ પ્રાકૃત કથાઓનો સંગ્રહ. તેના કર્તા મહેશ્વરસૂરિ સજ્જન ઉપાધ્યાયના શિષ્ય હતા. આ ગ્રંથની પ્રાચીનતમ તાડપત્રીય પ્રત વિ. સં. 1109ની લખેલી મળે છે. માટે આનો રચનાકાળ ઈ. સ. 1053ની પૂર્વનો છે. આ સંગ્રહમાં શ્રુતપંચમી વ્રતનું માહાત્મ્ય બતાવવા માટે દસ કથાઓ સંગૃહીત…

વધુ વાંચો >

દિગંબર જૈન સંપ્રદાય

દિગંબર જૈન સંપ્રદાય : જૈન ધર્મનો એક સંપ્રદાય. જૈન ધર્મના બે મુખ્ય સંપ્રદાયો છે : (1) દિગંબર અને (2) શ્વેતાંબર. જૈન ધર્મના 24 તીર્થંકરોને બંને સ્વીકારે છે અને બંનેમાં ભક્તિ કે ઉપાસનામાં કશો ભેદ નથી; પરંતુ મુખ્ય ભેદ તેમનાં નામોમાંથી જ સ્પષ્ટ થાય છે. દિશારૂપી વસ્ત્ર પહેરનારા સાધુઓવાળો એ દિગંબર…

વધુ વાંચો >

ધર્મનાથ

ધર્મનાથ : જૈન ધર્મના પંદરમા તીર્થંકર. તેઓ વર્તમાન અવસર્પિણીમાં ભરતક્ષેત્રમાં થઈ ગયા અને તેમનું ચિહન વિદ્યુલ્લેખા છે. આગલા જન્મમાં તેઓ ભદ્દિલપુરના રાજા સિંહરથ હતા. પરમ આનંદની શોધમાં તેમણે સંસારત્યાગ કરી વિમલ મુનિની પાસે દીક્ષા લઈ કઠોર તપ કરેલું. તેઓ સમાધિપૂર્વક મૃત્યુ પામી વૈજયન્ત વિમાનમાં અહમિન્દ્ર દેવ બન્યા. અહમિન્દ્ર દેવ તરીકેનું…

વધુ વાંચો >