રામજીભાઈ ઠા. સાવલિયા
પબુમઠ
પબુમઠ : કચ્છ જિલ્લાના રાપર તાલુકાના સુવઈ ગામ નજીક આવેલ હડપ્પીય ટીંબો. 1977થી 1981 દરમિયાન તેનું ઉત્ખનન કરવામાં આવેલું. ઉત્ખનન કરતાં આ સ્થળે મહત્ત્વની હડપ્પીય વસાહત મળી આવી. અહીં હડપ્પીય બાંધકામના ત્રણ તબક્કા જોવા મળે છે. પ્રાથમિક તબક્કામાં અહીંના લોકોએ વસાહતનો પાયો નાખતાં પહેલાં જંગલોનો બાળીને નાશ કર્યો. ઉત્ખનિત ભાગમાં…
વધુ વાંચો >પસનાવડાનું સૂર્યમંદિર
પસનાવડાનું સૂર્યમંદિર : આઠમી સદીના ગુજરાત રાજ્યના જૂનાગઢ જિલ્લાનું મંદિર. પસનાવડા(તા. વેરાવળ, જિ. જૂનાગઢ)નું પ્રાચીન સૂર્યમંદિર ગર્ભગૃહ અને ગૂઢમંડપનું બનેલું છે. મંદિરને અધિષ્ઠાન નથી. સમચોરસ ગર્ભગૃહની દીવાલો સાદી છે. એના મથાળે ઉદગમ, અંબુજ અને કપોતના થર છે. ગર્ભગૃહ ઉપર ચતુશ્છાદ્ય શિખરની રચના છે. શિખરોના થરોના ભદ્ર-નિર્ગમ ચંદ્રશાલાઘાટની મધ્યતાલથી વિભૂષિત છે.…
વધુ વાંચો >પહલવ
પહલવ : એ નામની એક જાતિ. પહલવો મૂળ ઈરાનના વતની હતા. ઈરાનમાંથી શકોને પહલવોના દબાણથી ભારત આવવું પડેલું. શકોની જેમ પહલવોએ પણ ભારતમાં પ્રવેશ કર્યો અને તે ઈ. સ.ની બીજી શતાબ્દીના મધ્ય સુધીમાં ભારતીય થઈ ગયા હતા. રુદ્રદામન(પ્રથમ)ના શાસનકાળમાં એનો એક અમાત્ય પહલવ જાતિનો હતો, જેનું નામ સુવિશાખ હતું. સુવિશાખ…
વધુ વાંચો >પંચાસરા પાર્શ્વનાથનું મંદિર
પંચાસરા પાર્શ્વનાથનું મંદિર : ઈ. સ.ની નવમી સદીમાં વનરાજે બંધાવેલ પ્રસિદ્ધ મંદિર. અણહિલવાડ પાટણના સ્થાપક વનરાજે પોતાના ગુરુ શીલગુણસૂરિના આદેશથી પાટણમાં શ્રી પંચાસરા પાર્શ્વનાથનું મંદિર બંધાવ્યું હતું, એ ઘટના ઇતિહાસ-પ્રસિદ્ધ છે. આ મંદિરનો વખતોવખત ર્જીણોદ્ધાર થયેલો છે. બાવન જિનાલય ધરાવતા આ ભવ્ય મંદિરનો સળંગસૂત્ર વૃત્તાન્ત સાહિત્ય અને ઉત્કીર્ણ લેખોમાં જે…
વધુ વાંચો >પાળિયા
પાળિયા : પરાક્રમી પુરુષો કે સ્ત્રીઓના બલિદાનનાં ગ્રામીણ સ્મારકો. માનવસંસ્કૃતિની શરૂઆતથી જ માણસ જ્યાં વસ્યો ત્યાં તેણે વીરતા, મમતા, સ્નેહ ને બલિદાનના કાર્યને – એના કરનારાઓને પૂજ્યા છે. આદિકાળથી આજ પર્યંત વીર પૂર્વજોને, તેમના વંશજો કે અનુયાયીઓએ સન્માન્યા છે. આફ્રિકા, યુરોપ, અમેરિકા કે એશિયાના આદિવાસીઓ પોતાની ઢબે પોતાના પૂર્વજોને પૂજે…
વધુ વાંચો >પાંચાલનો મિત્રવંશ
પાંચાલનો મિત્રવંશ : ભારતમાં સોળ મહાજનપદોમાં પાંચાલ જનપદ ઘણું શક્તિશાળી હતું. ઉત્તર ભારતના રુહેલખંડ અને અન્તર્વેદીના કેટલાક વિસ્તાર પર પ્રાચીન પાંચાલ મહાજનપદનું આધિપત્ય હતું. ગંગા નદીને કારણે આ જનપદ બે ભાગ-ઉત્તર પાંચાલ અને દક્ષિણ પાંચાલમાં વહેંચાયેલું હતું. ઉત્તર પાંચાલ(હાલનો રુહેલખંડ)ની રાજધાની અહિચ્છત્ર (હાલનું રામનગર, જિ. બરેલી) હતી. અહીં સત્તા ભોગવતા…
વધુ વાંચો >પાંડ્ય રાજ્ય
પાંડ્ય રાજ્ય : દક્ષિણ ભારતના પૂર્વ કાંઠા પરનું પ્રાચીન રાજ્ય. પાંડ્યોએ દક્ષિણ ભારતના પૂર્વ કાંઠા પર રાજ્ય કર્યું. પાંડ્ય દેશમાં મદુરા, રમ્નાદ, અને તિનેવેલી જિલ્લાનો સમાવેશ થતો હતો. એની રાજધાની મદુરા હતી, જે વેપારનું મથક હતું. તે પછી કાયલ નગર વેપારનું કેન્દ્ર બન્યું. પાંડ્ય રાજ્ય પ્રાચીન હતું. કાત્યાયને (ઈ. સ.…
વધુ વાંચો >પુણ્ડ્રવર્ધન
પુણ્ડ્રવર્ધન : ઉત્તર બંગાળના એક દેશ અને રાજધાનીનું નામ છે. તેને ‘પૌણ્ડ્રવર્ધન’ પણ કહે છે. યુ. આન સ્વાંગે સાતમી સદીમાં આ દેશની મુલાકાત લીધી હતી. તે નોંધે છે કે મૌર્ય સમ્રાટ અશોકે ત્યાં સ્તૂપ બંધાવ્યો હતો. આ દેશ 2000 કિમી.નું ક્ષેત્રફળ ધરાવતો હતો. તેની રાજધાની 15 કિમી.ના વિસ્તારમાં પથરાયેલી હતી.…
વધુ વાંચો >પુષ્કરસારી
પુષ્કરસારી : પશ્ચિમ ગાંધારની પ્રાચીન લિપિ. પશ્ચિમ ગાંધારની રાજધાની પુષ્કરાવતી હતી. ભારતીય અનુશ્રુતિઓમાં પ્રાચીન લિપિઓનાં અનેક નામો ગણાવેલાં છે. જૈન આગમ ગ્રંથ ‘પન્નવણાસૂત્ર – પ્રજ્ઞાપનાસૂત્ર’ (સૂત્ર 107, ઈ. સ. પૂ. બીજી સદી) અને ‘સમવાયાંગ સૂત્ર’(સમવાય 18, ઈ. પૂ. ત્રીજી સદી)માં 18 લિપિઓની સૂચિ આપેલી છે, જેમાં ‘પુષ્કરસારીય’ લિપિનો સમાવેશ કરેલો…
વધુ વાંચો >પુંઅરાનો ગઢ
પુંઅરાનો ગઢ : કચ્છમાં ભુજની પશ્ચિમે 20 કિમી. દૂર મંજલ (તા. નખત્રાણા) ગામ પાસે આવેલો ગઢ, જેમાં ખંડિત ગઢની દીવાલો, પુંઅરેશ્વર શિવાલય, ગઢની અંદર વડી મેડી નામે ઓળખાતું સ્થાપત્ય જોઈ શકાય છે. લાખા ફૂલાણીના ભત્રીજા પુંઅની સત્તા પધર પ્રદેશમાં હતી. કેરાકોટનું નિર્માણ કરનાર સ્થપતિના પુત્રને રા’પુંઅ-એ પધરગઢમાં નિર્માણ-કામ સોંપ્યું. એ…
વધુ વાંચો >