રાજ્યશાસ્ત્ર
લુથુલી, આલ્બર્ટ જૉન મવુમ્બી
લુથુલી, આલ્બર્ટ જૉન મવુમ્બી (જ. 1898, ઝામ્બિયા; અ. 21 જુલાઈ 1967, સ્ટેનગર, દક્ષિણ આફ્રિકા) : દક્ષિણ આફ્રિકાની અશ્વેત પ્રજાની નાગરિક અધિકારો અંગેની લડતના નેતા અને 1960ના શાંતિ માટેના નોબેલ પુરસ્કારવિજેતા. ઝામ્બિયામાં તેમના પિતા ધાર્મિક દુભાષિયા તરીકે કામગીરી બજાવતા હતા. તેઓ ઝુલુલૅન્ડમાંથી ઝામ્બિયા ગયા હતા. તેમની 10 વર્ષની વયે પિતાનું અવસાન…
વધુ વાંચો >લુધિયાનવી, હબીબુર રહેમાન (મૌલાના)
લુધિયાનવી, હબીબુર રહેમાન (મૌલાના) (જ. 3 જુલાઈ 1892, લુધિયાણા; અ. 3 સપ્ટેમ્બર 1956) : ભારતના સ્વાતંત્ર્ય-સેનાની અને રાષ્ટ્રવાદી મુસ્લિમ આગેવાન. તેમના પિતાનું નામ મૌલાના મુહમ્મદ ઝકરિયા હતું. તેમના પૂર્વજો 1857ના વિપ્લવમાં અંગ્રેજોની વિરુદ્ધમાં કામ કરીને જાણીતા થયા હતા. હબીબુરે લુધિયાણાના મદરેસામાં પારંપરિક ઇસ્લામી શિક્ષણ મેળવ્યું હતું. તે પછી તેમણે જલંધર,…
વધુ વાંચો >લુમુમ્બા, પૅટ્રિસ (હેમેરી)
લુમુમ્બા, પૅટ્રિસ (હેમેરી) [જ. 2 જુલાઈ 1925, ઓનાલ્યુઆ, કાસાઈ, ઝાયર (બેલ્જિયન કૉંગો); અ. 1961, કટાંગા, ઝાયર] : આફ્રિકાના લડાયક રાષ્ટ્રવાદી નેતા અને પ્રજાસત્તાક ઝાયરના પ્રથમ વડાપ્રધાન. તેમણે પ્રૉટેસ્ટન્ટ મિશનરી શાળામાં અભ્યાસ કર્યો અને કામની શોધમાં કિન્ડુ બંદર પર પહોંચ્યા. ત્યાં તેમણે શિક્ષિત આફ્રિકનોની ક્લબનું સભ્યપદ મેળવ્યું. ઝાયરની સ્વતંત્રતા માટે સામયિકોમાં…
વધુ વાંચો >લૂસ, ક્લેર બૂથ
લૂસ, ક્લેર બૂથ (જ. 10 એપ્રિલ 1903, ન્યૂયૉર્ક; અ. 1987, ન્યૂયૉર્ક) : અમેરિકન મહિલા-નાટ્યકાર, પત્રકાર તથા રાજકારણી અને ઉચ્ચ સરકારી અધિકારી. ગાર્ડન સિટી અને ટેરીટાઉનમાં ઘેર બેઠાં શિક્ષકોની દેખરેખ હેઠળ શિક્ષણ મેળવ્યું. ‘વોગ’ અને ‘વૅનિટી ફેર’ નામનાં સામયિકોનાં તેઓ અનુક્રમે સહતંત્રી અને તંત્રી હતાં. જ્યૉર્જ ટટલ બ્રોકૉ સાથે લગ્નવિચ્છેદ થયા…
વધુ વાંચો >લેઉઆ, રાઘવજી થોભણભાઈ
લેઉઆ, રાઘવજી થોભણભાઈ (જ. 1 ઑગસ્ટ 1909, અમરેલી, ગુજરાત; અ. 2 માર્ચ, 1983) : નિષ્ઠાવાન રાજકારણી અને ગુજરાત વિધાનસભાના પૂર્વઅધ્યક્ષ. ગરીબ શ્રમજીવી વણકર પરિવારમાં જન્મેલા રાઘવજીભાઈને બાળપણથી અસ્પૃદૃશ્યતાનો અનુભવ થયો, પરંતુ વડોદરા રાજ્યની ફરજિયાત શિક્ષણની નીતિને કારણે શિક્ષણ મેળવી શક્યા. તેજસ્વી વિદ્યાર્થી તરીકે પહેલા નંબરે તેઓ પાસ થતા. શાળાજીવનમાં અસ્પૃદૃશ્યતાના…
વધુ વાંચો >લેનિન, વ્લાદિમિર ઇલિચ ઇલિયાનૉવ
લેનિન, વ્લાદિમિર ઇલિચ ઇલિયાનૉવ (જ. 22 એપ્રિલ 1870, સિમ્બિકર્સ, રશિયા; અ. 21 જાન્યુઆરી 1924, ગૉર્કી મૉસ્કો) : માર્કસવાદી વિચારસરણીને વરેલા વિશ્વના મહાન ક્રાંતિકારી નેતા, સોવિયેત સંઘના પ્રથમ સમાજવાદી શાસક, રશિયાના બોલ્શેવિક (સામ્યવાદી) પક્ષના સંસ્થાપક તથા માર્કસવાદી-લેનિનવાદી વિચારસરણીના પ્રવર્તક. રશિયાની પોલીસને થાપ આપવા મૂકવા માટે 1901માં તેમણે લેનિન નામ ધારણ કર્યું…
વધુ વાંચો >લેવલર્સ
લેવલર્સ : ઈ. સ. 1646-47 દરમિયાન અસ્તિત્વમાં આવેલું ઇંગ્લૅન્ડનું ઉદ્દામવાદી રાજકીય આંદોલન. ઇંગ્લૅન્ડમાં પ્રથમ ગૃહયુદ્ધના અંતે આ આંદોલન ચાલ્યું. તેના નેતા જૉન લીલબર્ન (1614-1657) અને સર જૉન વિલ્ડમન (1621-1693) હતા. આ બંને સભ્યો વ્યાપાર સાથે સંકળાયેલા હતા. રિપબ્લિકન અને ડેમોક્રૅટિક પક્ષનાં જૂથોના કેટલાક સભ્યો પણ લેવલર્સ હતા. આ જૂથોએ મુખ્યત્વે…
વધુ વાંચો >લેસેપ્સ, ફર્ડિનાન્ડ મારી
લેસેપ્સ, ફર્ડિનાન્ડ મારી (જ. 19 નવેમ્બર 1805; અ. 7 ડિસેમ્બર 1894) : ફ્રાન્સના સુએઝ નહેરના નિર્માતા અને રાજદ્વારી પુરુષ. 1825માં કારકિર્દીના પ્રારંભ વખતે તેમણે ફ્રેન્ચ સરકારની વિદેશસેવામાં જોડાઈ અનેક દેશોમાં રાજદૂત તરીકે સેવા બજાવી. તેમાં ઍલેક્ઝાન્ડ્રિયા, કેરો અને રોમનો પણ સમાવેશ થતો હતો. આ રીતે તેમણે રાજદ્વારી તરીકે 24 વર્ષ…
વધુ વાંચો >લૅંકેસ્ટર વંશ
લૅંકેસ્ટર વંશ : ઇંગ્લૅન્ડની રાજગાદીએ 1399થી 1461 દરમિયાન શાસન કરનાર રાજવંશ. હેનરી-4એ તેની સ્થાપના કરી હતી. હેનરી-4 શાહી કુટુંબનો જ વારસ હતો. તેનો પિતા જૉન ઑવ્ ગોન્ટ ઇંગ્લૅન્ડના પ્લેન્ટેજિનેટ વંશ(ઈ. સ. 1154-1399)ના એડવર્ડ3 (1327-77)નો પુત્ર હતો. એડવર્ડ-3ના રાજવંશનું રાજચિહન ‘પીળા ફૂલની સાવરણી’ (લૅટિન : પ્લાન્ટા જેનિટા) હોવાથી વંશ એ નામે…
વધુ વાંચો >લૅંગ, ડેવિડ રસેલ
લૅંગ, ડેવિડ રસેલ (જ. 4 ઑગસ્ટ 1942, ઓટોહુહુ, ઑકલૅન્ડ, ન્યૂઝીલૅન્ડ) : ન્યૂઝીલૅન્ડના ધારાશાસ્ત્રી અને રાજકારણી. ડાબેરી વિચારસરણી ધરાવતા તબીબ પિતાના સંતાન તરીકે ગરીબો પ્રત્યે તેમને ભારે હમદર્દી હતી. 25 વર્ષની વયે એક વર્ષ માટે તેઓ લંડન ગયા. 1970માં ઑકલૅન્ડ યુનિવર્સિટીમાંથી કાયદાના સ્નાતકની પદવી મેળવ્યા બાદ તેમણે ધીકતા કાનૂની વ્યવસાયમાં પ્રવેશવાને…
વધુ વાંચો >