રાજ્યશાસ્ત્ર
મોદી, નરેન્દ્ર
મોદી, નરેન્દ્ર (જ. 17 સપ્ટેમ્બર 1950, વડનગર, જિ. મહેસાણા) : ભારતના 14મા વડાપ્રધાન. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ભારતીય જનતા પક્ષના પૂર્વ રાષ્ટ્રીય મહામંત્રી. 26મી મે 2014ના રોજ તેઓ ભારતના વડાપ્રધાન બન્યા હતા. 2019મા બીજી ટર્મ માટે ફરીથી ચૂંટાયા છે. 1965માં પંદર વર્ષની વયે તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં જોડાયા અને 1972માં…
વધુ વાંચો >મોદી, પીલુ
મોદી, પીલુ (જ. 14 નવેમ્બર 1926; અ. 29 જાન્યુઆરી 1983, દિલ્હી) : જાણીતા રાજકારણી, સાંસદ અને સ્થપતિ. પિતા હોમી મોદી અને માતા જરબાઈ. પ્રારંભિક અને કૉલેજ-શિક્ષણ મુંબઈમાં મેળવ્યું અને ત્યારબાદ કૅલિફૉર્નિયા યુનિવર્સિટીમાં અભ્યાસ કરી સ્થાપત્યના વિષયમાં એમ.આર્ચ.ની પદવી હાંસલ કરી. ભારત આવી 1951થી ’53નાં વર્ષો દરમિયાન વિશ્વના જાણીતા ફ્રેંચ સ્થપતિ…
વધુ વાંચો >મૉને, ઝ્યાં
મૉને, ઝ્યાં (જ. 9 નવેમ્બર 1888; અ. 16 માર્ચ 1979) : ફ્રેંચ વ્યાપારી, રાજનીતિજ્ઞ અને યુરોપિયન એકતાના પુરસ્કર્તા. પ્રથમ વિશ્વયુદ્ધ (1914–1918) સમયે મિત્ર દેશોને યુદ્ધ-પદાર્થો, ખાદ્ય પદાર્થો તથા વહાણવટાની સગવડો પૂરી પાડતા ઇન્ટર ઍલાઇડ મેરિટાઇમ કમિશનમાં તેમણે સેવાઓ આપી હતી. 1919થી 1923 દરમિયાન તેમણે લીગ ઑવ્ નેશન્સના નાયબ મંત્રી તરીકે…
વધુ વાંચો >મૉન્ટરોઝ, જેમ્સ ગ્રેહામ
મૉન્ટરોઝ, જેમ્સ ગ્રેહામ (જ. 1612; અ. 20 મે 1650, એડિનબરો) : સ્કૉટલૅન્ડના કૅપ્ટન-જનરલ, માત્ર 14 વર્ષની વયે તેઓ તેમના પિતા પછી મૉન્ટરોઝના પાંચમા અર્લ (ઉમરાવ) બન્યા હતા. તેમણે સેન્ટ ઍન્ડ્રુઝ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો હતો અને 17 વર્ષની વયે સૉથેસ્કના ભાવિ અર્લની પુત્રી મૅગ્ડેલિન કાર્નેગી સાથે લગ્ન કર્યાં હતાં. 1637માં ચાર્લ્સ…
વધુ વાંચો >મૉન્તેસ્ક, ચાર્લ્સ લુઈ
મૉન્તેસ્ક, ચાર્લ્સ લુઈ (જ. 18 જાન્યુઆરી 1689; અ. 10 ફેબ્રુઆરી 1755) : ફ્રેંચ રાજકીય ચિંતક, ઇતિહાસકાર અને કાયદાના તજ્જ્ઞ. તેમનું મૂળ નામ ચાર્લ્સ-દ-સેકોન્ટેડ હતું અને તેમને દ-લા-બ્રેડેટ-દ-મૉન્તેસ્કને ખિતાબ મળ્યો હતો. આર્થિક રીતે સમૃદ્ધ કુટુંબના સભ્ય હોવાથી તેમજ કાયદાનો અભ્યાસ કૌટુંબિક પરંપરા હોવાથી, પ્રારંભથી જ તેમનામાં અભ્યાસ માટેની લગની હતી. તેમણે…
વધુ વાંચો >મોબૂટૂ, જૉસેફ (જનરલ)
મોબૂટૂ, જૉસેફ (જનરલ) (જ. 14 ઑક્ટોબર 1930, લીસાલા, ડેમૉક્રૅટિક રિપબ્લિક ઑવ્ કૉંગો, ઝાયર; અ. 7 સપ્ટેમ્બર, 1997) : કૉંગોના અગ્રણી રાજકીય નેતા અને પ્રમુખ. તેમણે બ્રસેલ્સમાં અભ્યાસ કર્યો અને બાદમાં કૉંગો પાછા ફર્યા. 1956માં ત્યાંના જાણીતા નેતા પેટ્રિસ લુમુમ્બા સાથે રાષ્ટ્રીય લડતમાં જોડાયા અને તેમના અત્યંત નિકટના રાજકીય કાર્યકર બની…
વધુ વાંચો >મૉયનિહૅન, ડૅનિયલ પૅટ્રિક
મૉયનિહૅન, ડૅનિયલ પૅટ્રિક (જ. 16 માર્ચ 1927, ટુલ્સા, ઓક્લહોમા; અ. 26 માર્ચ 2003 વૉશિંગ્ટન) : અમેરિકાના જાણીતા વિદ્વાન અને રાજકારણી. તેમણે ન્યૂયૉર્કની સિટી કૉલેજમાં તથા ટફ્ટ્સ યુનિવર્સિટી ખાતે અભ્યાસ કર્યો. ત્યારપછી સિરૅકૉઝ, હાર્વર્ડ તથા મૅસચૂસેટ્સના ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅકનૉલૉજી ખાતે અધ્યાપનકાર્ય કર્યું. તેમણે પ્રમુખ જૉન્સન તથા પ્રમુખ નિકસનના વહીવટી તંત્રમાં સેવા…
વધુ વાંચો >મૉરિસન, હર્બર્ટ સ્ટૅન્લી
મૉરિસન, હર્બર્ટ સ્ટૅન્લી (જ. 3 જાન્યુઆરી 1885, લંડન; અ. 6 માર્ચ 1965, કેન્ટ, ઇંગ્લૅન્ડ) : બ્રિટિશ રાજનીતિજ્ઞ. ગરીબ પોલીસ કર્મચારીનું સંતાન હોવાથી 14 વર્ષની નાની વયે જ તેમણે કામ કરવાનું શરૂ કર્યું અને યુવાન તરીકે મજૂર-પ્રવૃત્તિઓમાં ભાગ લીધો. તેઓ 1915માં સ્થાનિક મજૂર-પક્ષના નેતા બન્યા અને 1947 સુધી આ પક્ષમાં સક્રિય…
વધુ વાંચો >મોર્સી, મોહમદ
મોર્સી, મોહમદ (જ. 8 ઑગસ્ટ, 1951 શારકિયા ઇજિપ્ત) : ઇજિપ્તના નવા ચૂંટાયેલા અને પાંચમા પ્રમુખ. ઇજિપ્તમાં જાન્યુઆરી, 2011ની ક્રાંતિ સાથે ભારે ઊથલપાથલ થઈ. તેમાં 11 ફેબ્રુઆરી, 2011માં 30 વર્ષ જૂના હોસ્ની મુબારક શાસનનો અંત આવ્યો. ક્રાંતિના સવા વર્ષ પછી 23–24 મે, 2012ના નવી ચૂંટણીઓ યોજાઈ. તેમાં આઠ દાયકા જૂની સંસ્થા…
વધુ વાંચો >મોલોટૉવ, વી. એમ.
મોલોટૉવ, વી. એમ. (જ. 9 માર્ચ 1890, કુકાઈડા, કિરોવ પ્રાંત, રશિયા; અ. 8 નવેમ્બર 1986, મૉસ્કો) : બૉલ્શેવિક ક્રાંતિના અગ્રણી નેતા, સોવિયેત સંઘના પ્રથમ કક્ષાના રાજપુરુષ તથા તેના પૂર્વ પ્રધાનમંત્રી અને વિદેશમંત્રી. મૂળ નામ વાચેસ્લાવ મિખાઇલોવિચ સ્ક્રિયાબિન; પરંતુ રાજકારણમાં અગ્રણી ભૂમિકા ભજવવા લાગ્યા ત્યારથી ´મોલોટૉવ´ (હથોડો) નામ ધારણ કર્યું. પિતા…
વધુ વાંચો >