રાજ્યશાસ્ત્ર

દુબચેક, ઍલેક્ઝાન્ડર

દુબચેક, ઍલેક્ઝાન્ડર [જ. 27 નવેમ્બર 1921, ચૅકોસ્લોવૅકિયા (હાલનું સ્લોવાકિયા); અ. 7 નવેમ્બર 1992, પ્રાગ (હાલનું ચૅક રિપબ્લિક)] : ચૅકોસ્લોવૅકિયાના રાજપુરુષ તથા ચૅકોસ્લોવૅકિયાના સામ્યવાદી પક્ષના પ્રથમ મંત્રી (5 જાન્યુઆરી, 1968થી 17 એપ્રિલ, 1969). ચૅકોસ્લોવૅકિયાને આર્થિક-રાજકીય સુધારાઓ અને ઉદારીકરણના માર્ગે અગ્રેસર કરનાર આ મુત્સદ્દીએ પ્રાથમિક શિક્ષણ સોવિયેત મધ્ય એશિયાના કિરગીઝિયા ખાતે લીધું…

વધુ વાંચો >

દૂત

દૂત : જુઓ, એલચી.

વધુ વાંચો >

દેવગૌડા, હારડાનાહલ્લી

દેવગૌડા, હારડાનાહલ્લી (જ. 18 મે 1933, હારડાનાહલ્લી, કર્ણાટક) : ભારતના ભૂતપૂર્વ (1996–97) વડાપ્રધાન, કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને જનતા દળના નેતા. પિતા દોદેગૌડા તથા માતા દયાવમ્મા સામાન્ય ખેડૂત પરિવારનાં હતાં. નબળી આર્થિક સ્થિતિને લીધે દેવગૌડાને બપોર સુધીનો સમય ખેતીકામમાં ગાળવો પડતો અને ત્યારપછીના સમય દરમિયાન તેઓ લક્ષમ્મા વેંકટસ્વામી પૉલિટેકનિકમાં અભ્યાસ કરતા.…

વધુ વાંચો >

દેવરસ, બાળાસાહેબ

દેવરસ, બાળાસાહેબ (જ. 5 નવેમ્બર 1915, નાગપુર; અ. 17 જૂન 1996, પુણે) : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક. પૂરું નામ મધુકર દત્તાત્રેય દેવરસ. તેમનું કુટુંબ આંધ્રપ્રદેશથી આવી મધ્યપ્રદેશના બાલાઘાટ જિલ્લાના કારંજ ગામે વસેલું. સંસ્કૃત અને તત્વજ્ઞાન સાથે 1935માં બી.એ. થયા બાદ 1937માં એલએલ.બી.ની પરીક્ષા પ્રથમ વર્ગમાં પસાર કરી. કિશોર વયે તેમને…

વધુ વાંચો >

દેશપાંડે, પાંડુરંગ ગણેશ

દેશપાંડે, પાંડુરંગ ગણેશ (જ. 19 ડિસેમ્બર 1900, નારાયણગામ, જિ. પુણે; અ. 15 જૂન 2002, પણજી, ગોવા) : સ્વાતંત્ર્યસૈનિક અને ગાંધીવાદી લેખક. પિતાનું નામ ગણેશરાવ તથા માતા સરસ્વતીબાઈ. પાંડુરંગના શિક્ષણની શરૂઆત પરંપરિત રીતે થઈ. વડદાદા રામચંદ્ર માધવ દેશપાંડે પાસેથી શિક્ષણના પ્રારંભિક પાઠ શીખ્યા. પાંડુરંગે પ્રાથમિક શિક્ષણ મહારાષ્ટ્રના ચિંચોડી અને વડગામમાં મેળવ્યું.…

વધુ વાંચો >

દેસાઈ, ઈશ્વરલાલ ઇચ્છારામ

દેસાઈ, ઈશ્વરલાલ ઇચ્છારામ (જ. 18 જુલાઈ 1903, વાલોડ, સૂરત જિલ્લો; અ. 19 જાન્યુઆરી 1979, સૂરત) : લેખક, પીઢ પત્રકાર અને સ્વાતંત્ર્યસૈનિક. તેમના પિતા વ્યારામાં તલાટી હોવાથી ત્યાં રહ્યા. પિતાનું અવસાન થતાં તેમણે ધરમપુર, મુંબઈ અને સૂરતમાં રહીને મૅટ્રિક સુધી અભ્યાસ કર્યો. 1921માં અસહકારની લડતમાં ભાગ લેવા  સૂરતની મિશન હાઈસ્કૂલમાંથી અભ્યાસ…

વધુ વાંચો >

દેસાઈ, કાનજીભાઈ

દેસાઈ, કાનજીભાઈ (જ. 1886, સૂરત; અ. 6 ડિસેમ્બર 1961, સૂરત) : ગુજરાતના સ્વાતંત્ર્યસેનાની. કૉંગ્રેસના આગેવાન. તેમનું નામ ક્ધૌયાલાલ નાનાભાઈ દેસાઈ હતું. એમના પૂર્વજો ઓલપાડના જાગીરદાર હતા. એમના દાદા રતિલાલ સૂરતમાં રહેતા હતા. કાનજીભાઈ 1901માં મૅટ્રિક પાસ થયા પછી મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાં જોડાયા. ત્યાં પ્રીવિયસની પરીક્ષા પસાર કર્યા પછી પિતાની માંદગીને…

વધુ વાંચો >

દેસાઈ, ખંડુભાઈ કસનજી

દેસાઈ, ખંડુભાઈ કસનજી (જ. 23 ઑક્ટોબર 1898, વલસાડ; અ. 17 એપ્રિલ 1975, અમદાવાદ) : ગાંધીવાદી મજૂરનેતા. સ્વાતંત્ર્ય-સૈનિક. ખંડુભાઈનો જન્મ અનાવિલ બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમના પિતા પ્રામાણિક સરકારી અધિકારી હતા. તેમની માતા જમનાબહેને ખંડુભાઈને સાદાઈથી સ્વમાન સહિત જીવતાં શીખવ્યું હતું. ખંડુભાઈનાં લગ્ન માત્ર 13 વર્ષની વયે પાર્વતીબહેન સાથે થયાં. તેમને…

વધુ વાંચો >

દેસાઈ, ગોપાળદાસ અંબાઈદાસ; દરબાર

દેસાઈ, ગોપાળદાસ અંબાઈદાસ; દરબાર (જ. 19 ડિસેમ્બર 1887, વસો, તા. નડિયાદ; અ. 5 ડિસેમ્બર 1951, રાજકોટ) : ગુજરાતના અગ્રણી સ્વાતંત્ર્ય-સૈનિક તથા પ્રગતિશીલ રાજવી. મોસાળ વસોમાં દત્તક લેવાયા. નાનાના અવસાન પછી તેઓ ઢસા, રાયસાંકળી તથા વસોની જાગીરના માલિક બન્યા. તેમનાં પ્રથમ પત્ની ચંચળબાના અવસાન બાદ લીંબડીના દીવાન ઝવેરભાઈ નાથાભાઈ દેસાઈની પુત્રી…

વધુ વાંચો >

દેસાઈ, ચંદુલાલ મણિલાલ

દેસાઈ, ચંદુલાલ મણિલાલ (જ. 26 સપ્ટેમ્બર 1882, અમદાવાદ; અ. 30 ઑગસ્ટ 1968, ભરૂચ) : સ્વાતંત્ર્યસૈનિક, સમાજસેવક, ગાંધીજીના અનુયાયી, પત્રકાર અને કવિ. તેમના પિતા મણિલાલ પાલનપુર રાજ્યના ચીફ મેડિકલ ઑફિસર હતા. માતા ધનલક્ષ્મી ધાર્મિક વૃત્તિ ધરાવતાં. ચંદુલાલે પ્રાથમિક શિક્ષણ પાલનપુર તથા અમદાવાદમાં લીધું. 1906માં મૅટ્રિકની પરીક્ષા પાસ કરીને અમદાવાદની ગુજરાત કૉલેજમાં…

વધુ વાંચો >