રાજ્યશાસ્ત્ર
ચુ તેહ
ચુ તેહ (જ. 18 ડિસેમ્બર 1886; અ. 6 જુલાઈ 1976 બેજિંગ) : ચીનના મહાન લશ્કરી નેતાઓમાંના એક અને ચીનના સામ્યવાદી સૈન્યના સ્થાપક. એક ખેડૂત પરિવારમાં જન્મેલ ચુ તેહે યુનાન મિલિટરી એકૅડેમીમાં લશ્કરી તાલીમ લીધી હતી અને ત્યાંથી 1911માં સ્નાતક થયા હતા. એ જ વરસે ચીનમાં ચાંગ વંશની સત્તાને ઉખાડી નાખવામાં…
વધુ વાંચો >ચૂંટણી
ચૂંટણી : લોકશાહી શાસનપદ્ધતિમાં મતદારો દ્વારા પ્રતિનિધિઓને પસંદ કરવાની પ્રક્રિયા. આધુનિક સમયમાં ‘લોકોની, લોકો દ્વારા ચાલતી અને લોકોને જવાબદાર એવી સરકાર’ એમ જ્યારે લોકશાહીની વ્યાખ્યા આપવામાં આવે છે ત્યારે તેમાં પ્રતિનિધિઓની મતદારો દ્વારા થતી પસંદગી અથવા ચૂંટણી અભિપ્રેત છે. આધુનિક સમયમાં નિર્ણય લેવાની પ્રક્રિયામાં સીધી સામેલગીરી કે પ્રત્યક્ષ લોકશાહી શક્ય…
વધુ વાંચો >ચેક પ્રજાસત્તાક
ચેક પ્રજાસત્તાક : યુરોપના મધ્યભાગમાં આવેલો દેશ. ભૌગોલિક સ્થાન : તે 48° 23’થી 51° 03’ ઉ. અ. અને 12° 5’થી 19° 58’ પૂ. રે.ની વચ્ચેનો આશરે 78,866 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે જર્મની અને પોલૅન્ડ, પૂર્વ તરફ પોલૅન્ડ અને સ્લોવાકિયા, દક્ષિણે ઑસ્ટ્રિયા તથા પશ્ચિમે જર્મની આવેલાં છે.…
વધુ વાંચો >ચે, ગુવેરા
ચે, ગુવેરા : જુઓ ગુવેરા ચે
વધુ વાંચો >ચેચન્યા
ચેચન્યા : સામાન્ય રીતે ‘ચેચન્યા’ નામથી ઓળખાતું ચેચેન પ્રજાસત્તાક. ભૌગોલિક સ્થાન : તે 43° 20’ ઉ. અ. અને 45° 42’ પૂ. રે.ની આજુબાજુનો 15,300 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તે ઈચકેરિયા, ચેચેનિયા કે નૉક્સિયન નામોથી પણ ઓળખાય છે. તે ચારે બાજુ રશિયાઈ સમવાયતંત્રના પ્રદેશોથી ઘેરાયેલું છે. તેની ઉત્તર તરફ…
વધુ વાંચો >ચેટરજી, સોમનાથ
ચેટરજી, સોમનાથ (જ. 25 જુલાઈ 1929, તેજપુર, આસામ; અ. 13 ઑગસ્ટ 2018, કોલકાતા) : ભારતની 14મી લોકસભાના સર્વાનુમતિથી ચૂંટાયેલા સાંસદ અને સૌપ્રથમ વાર ભારતીય સામ્યવાદી (માર્કસવાદી) પક્ષનું પ્રતિનિધિત્વ ધરાવનાર લોકસભાના અધ્યક્ષ. તેમના પિતા એન. સી. ચેટરજી સર્વોચ્ચ અદાલતના ઍડ્વોકેટ તેમજ હિંદુ મહાસભાના વિભાગીય અધ્યક્ષ હતા. માતા વીણાપાણિદેવી. સોમનાથ ચેટરજીએ કલકત્તા…
વધુ વાંચો >ચેમ્બર ઑવ્ પ્રિન્સિઝ
ચેમ્બર ઑવ્ પ્રિન્સિઝ : બ્રિટિશ શાસન દરમિયાન ભારતનાં દેશી રાજ્યોના રાજવીઓનું મંડળ (1919–1947). બ્રિટિશ અને હિંદ સરકારના પ્રોત્સાહનથી તે શરૂ કરવામાં આવ્યું હતું અને ભારત સ્વતંત્ર થતાં બરખાસ્ત થયું. 1857ના મહાન વિપ્લવ બાદ બ્રિટિશ સરકારે દેશી રાજ્યોને ખાલસા કરવાની નીતિનો ત્યાગ કર્યો અને વિકસી રહેલા રાષ્ટ્રવાદ સામે રાજવીઓનો સાથ મેળવવા…
વધુ વાંચો >ચેમ્બરલિન, આર્થર નેવિલ
ચેમ્બરલિન, આર્થર નેવિલ (જ. 18 માર્ચ 1869, બર્મિગહામ; અ. 9 નવેમ્બર 1940, હેકફિલ્ડ, યુ. કે.) : ઇંગ્લૅન્ડના વડાપ્રધાન. બ્રિટિશ રાજનીતિજ્ઞ જોસેફ ચેમ્બરલિનના પુત્ર. તેમણે બર્મિગહામની જ રગ્બી ઍન્ડ મેસન કૉલેજમાં શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. 1911માં તે બર્મિગહામની સિટી કાઉન્સિલમાં ચૂંટાયા અને 1915–16માં તેના મેયર બન્યા. પ્રથમ વિશ્વવિગ્રહના સમય દરમિયાન 1916ના…
વધુ વાંચો >ચેમ્બરલિન, જોસેફ
ચેમ્બરલિન, જોસેફ (જ. 8 જુલાઈ 1836, લંડન; અ. 2 જુલાઈ 1914, લંડન) : ઓગણીસમી સદીના બ્રિટનના જાણીતા રાજકારણી, સંસદસભ્ય તથા મંત્રી. લંડનમાં પગરખાં-ઉત્પાદક પિતાને ત્યાં જન્મ. શિક્ષણ પ્રાપ્ત કર્યા બાદ સોળમા વર્ષે કૌટુંબિક વ્યવસાયમાં જોડાયા. વહીવટી અને ધંધાકીય સૂઝથી તેમના હરીફોમાં અગ્રિમ સ્થાને પહોંચી, ધનસંપત્તિ મેળવ્યા બાદ નિવૃત્ત થયા (1874).…
વધુ વાંચો >ચેમ્સફર્ડ, ફેડરિક જ્હૉન નેપિયર
ચેમ્સફર્ડ, ફેડરિક જ્હૉન નેપિયર (જ. 12 ઑગસ્ટ 1868, લંડન; અ. 1 ઍપ્રિલ 1933, લંડન) : ભારતના મૉન્ટફર્ડ સુધારાના સહપ્રણેતા વાઇસરૉય. બીજા બેરન (ઉમરાવ) ચેમ્સફર્ડના જ્યેષ્ઠ પુત્ર અને મેજર જનરલ હીથના પૌત્ર. ઑક્સફર્ડ યુનિવર્સિટી સાથે જોડાયેલી મૉર્ડલિન કૉલેજમાં અભ્યાસ. 1890માં તે ઇંગ્લૅન્ડની ક્રિકેટ ટીમના કૅપ્ટન બન્યા હતા. પ્રારંભમાં તેમણે લંડન સ્કૂલ…
વધુ વાંચો >