રાજ્યશાસ્ત્ર
ગ્રીસ (હેલિનિક પ્રજાસત્તાક)
ગ્રીસ (હેલિનિક પ્રજાસત્તાક) દક્ષિણ યુરોપનો એક નાનો દેશ. તે ભૂમધ્ય સમુદ્રવિસ્તારના બાલ્કન દ્વીપકલ્પના દક્ષિણ ભાગને આવરે છે. તેની પશ્ચિમે આયોનિયન સમુદ્ર તથા પૂર્વમાં ઍજિયન સમુદ્ર આવેલા છે. તેની ઉત્તરે આલ્બેનિયા, યુગોસ્લાવિયા અને બલ્ગેરિયા છે. આશરે 34° 50´ ઉ.થી 41° 45´ ઉ. અક્ષાંશવૃત્ત તેમજ 19° 20´ પૂ.થી 28° 0´ પૂ. રેખાંશવૃત્ત…
વધુ વાંચો >ગ્રોમીકો, આન્દ્રે આંદ્રેવિચ
ગ્રોમીકો, આન્દ્રે આંદ્રેવિચ (જ. 18 જુલાઈ 1909, સ્ટાર્યે ગ્રોમીકી, બાયલોરશિયા; અ. 2 જુલાઈ 1989, મૉસ્કો, સોવિયેત યુનિયન) : સોવિયેત સંઘના અગ્રણી રાજદ્વારી મુત્સદ્દી, ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ તથા વિદેશનીતિના નિષ્ણાત. ખેડૂત કુટુંબમાં જન્મ. મિન્સ્ક ખાતેની કૃષિ શિક્ષણસંસ્થા તથા મૉસ્કો ખાતેની અર્થશાસ્ત્ર શિક્ષણસંસ્થામાં શિક્ષણ. 1936માં કૃષિ અર્થશાસ્ત્રમાં પદવી પ્રાપ્ત કર્યા પછી 1939 સુધી…
વધુ વાંચો >ઘૂસણખોરી
ઘૂસણખોરી : અનધિકૃત તથા ગેરકાયદેસર પ્રવેશ. આવો પ્રવેશ અન્ય દેશની સરહદોમાં હોય તેમ સંસ્થા, મંડળ, સભા, સમુદાય, સમિતિ, રાજકીય પક્ષ કે કોઈની માલિકીની જમીન, ઘર વગેરેમાં હોઈ શકે. આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ કે પદ્ધતિ અસામાજિક તત્વો અપનાવે છે. આજનું સામાજિક, આર્થિક અને રાજકીય જીવન સંકુલ બનતું રહ્યું છે અને વિવિધ પ્રશ્નો…
વધુ વાંચો >ઘેરાવ
ઘેરાવ : પોતાની માગણીઓનો સ્વીકાર કરાવવા અને તેનીં પાછળની પ્રબળ લાગણી વ્યક્ત કરવા માટે સામુદાયિક ધોરણે જેની પાસે માગણીઓ સ્વીકારાવવાની હોય તેની આજુબાજુ વીંટળાઈ વળી તેના હલનચલન ઉપર અંકુશ રાખી તેને થકવી નાખવાની પ્રક્રિયા. ઘેરાવ લાંબા સમય સુધી ચાલી શકે અને જે વ્યક્તિ કે વ્યક્તિઓ ઘેરાવનો ભોગ બની હોય તે…
વધુ વાંચો >ઘોષ, અજય
ઘોષ, અજય (જ. 20 ફેબ્રુઆરી 1909, ચિત્તરંજન; અ. 11 જાન્યુઆરી 1962, નવી દિલ્હી) : વિખ્યાત સામ્યવાદી નેતા તથા ભારતીય સામ્યવાદી પક્ષના મહામંત્રી. બંગાળના 24 પરગણાના વતની. પિતા શચીન્દ્રનાથ ઉત્તરપ્રદેશના કાનપુર ખાતે મેડિકલ પ્રૅક્ટિસ કરતા હતા. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ કાનપુર ખાતે. 1926માં અલ્લાહાબાદ યુનિવર્સિટીમાં દાખલ થયા. તે પહેલાં 1923માં વિખ્યાત…
વધુ વાંચો >ઘોષ, અતુલચંદ્ર
ઘોષ, અતુલચંદ્ર (જ. 2 માર્ચ 1881, ખાંડ ઘોષા, બર્દવાન; અ. 15 ઑક્ટોબર 1961, કૉલકાતા) : બંગાળના અગ્રણી રાજકીય નેતા. પિતા શિક્ષક હતા. બાળપણમાં માતાપિતાનું અવસાન થતાં અન્યત્ર બે કુટુંબો દ્વારા ઉછેર. શરૂઆતનું શિક્ષણ બર્દવાનમાં અને તે પછી કૉલકાતાની મેટ્રોપૉલિટન ઇન્સ્ટિટ્યૂટમાં; પરંતુ તે અધવચ્ચે છોડી દેવું પડ્યું. 1908માં પુરબિયા ખાતે વકીલાત…
વધુ વાંચો >ઘોષ, પ્રફુલ્લચંદ્ર
ઘોષ, પ્રફુલ્લચંદ્ર (જ. 24 ડિસેમ્બર 1891, મલિકન્ડા, બંગાળ; અ. 18 ડિસેમ્બર 1983, કોલકાતા) : બંગાળના અગ્રણી રાજકારણી તથા પશ્ચિમ બંગાળના ભૂતપૂર્વ મુખ્યમંત્રી. પિતા પૂર્ણચંદ્ર ઘોષ ગામડાની પ્રાથમિક શાળાના શિક્ષક. પ્રાથમિક, માધ્યમિક તથા ઉચ્ચ શિક્ષણ ઢાકા ખાતે. 1913માં રસાયણશાસ્ત્ર વિષયમાં બી.એસસી. તથા 1916માં એમ.એસસી.ની પદવીઓ પ્રાપ્ત કરી. 1919માં કૉલકાતા યુનિવર્સિટીની ડૉક્ટરેટની…
વધુ વાંચો >ઘોષ, રાસબિહારી
ઘોષ, રાસબિહારી (જ. 23 ડિસેમ્બર 1845, ટોરકોના, જિ. બર્દવાન; અ. 28 ફેબ્રુઆરી 1921) : ગાંધીજીના આગમન પહેલાંની કૉંગ્રેસના અગ્રગણ્ય નેતા, તેના સૂરત અધિવેશનના પ્રમુખ, બંગાળના પ્રખર શિક્ષણકાર તથા ધારાશાસ્ત્રી. સ્થાનિક પાઠશાળામાં પ્રાથમિક શિક્ષણ બાદ માધ્યમિક શિક્ષણ બર્દવાનમાં. 1862માં કૉલકાતાની પ્રેસિડેન્સી કૉલેજમાંથી સ્નાતક. 1867માં કૉલકાતા વિશ્વવિદ્યાલયમાંથી અંગ્રેજી સાથે અનુસ્નાતક થઈ 1871માં…
વધુ વાંચો >ઘોષ, લાલમોહન
ઘોષ, લાલમોહન (જ.1 જાન્યુઆરી 1849, કૃષ્ણનગર, પશ્ચિમ બંગાળ; અ. 18 ઑક્ટોબર 1909, કૉલકાતા) : અગ્રણી દેશસેવક અને રાજકીય નેતા. તથા કૉંગ્રેસપ્રમુખ (1903). ઉચ્ચ મધ્યમ વર્ગમાં જન્મ. પિતા રામમોહન બંગાળ પ્રાંતમાં ન્યાય ખાતામાં નોકરી કરતા. શરૂઆતનું શિક્ષણ વતનમાં કૃષ્ણનગર ખાતે. કાયદાની પ્રવેશપરીક્ષા પ્રથમ વર્ગમાં પાસ કર્યા પછી 1869માં ઇંગ્લૅન્ડ ગયા, જ્યાંથી…
વધુ વાંચો >ચટ્ટોપાધ્યાય, કમલાદેવી
ચટ્ટોપાધ્યાય, કમલાદેવી (જ. 4 એપ્રિલ 1903, મેંગલોર; અ. 29 ઑક્ટોબર 1988, મુંબઈ) : સ્વાતંત્ર્યસૈનિક, નાટકોનાં નિર્માતા, મહિલા આગેવાન. તેમના પિતા ચેન્નાઈ (તમિલનાડુ) મુલકી સેવામાં ઉચ્ચ હોદ્દા પર હતા અને કાકા એક અગ્રગણ્ય વકીલ હતા. તેમણે કૅથલિક કૉન્વેન્ટ અને સેન્ટ મેરી કૉલેજ, મેંગલોર ખાતે શિક્ષણ લીધું હતું તથા બેડફર્ડ કૉલેજ તેમજ…
વધુ વાંચો >