રાજ્યશાસ્ત્ર
સિંહા અનુગ્રહ નારાયણ
સિંહા, અનુગ્રહ નારાયણ (જ. 18 જૂન 1887, પોઈઆનવર, જિલ્લો ગયા, બિહાર; અ. 5 જુલાઈ 1957, પટણા) : સ્વાતંત્ર્યસૈનિક, બિહાર રાજ્યના નાણાપ્રધાન અને સમાજસુધારક. તેમનો જન્મ રજપૂત જમીનદાર પરિવારમાં થયો હતો. તેમના પિતાશ્રી વિપુલ શારીરિક તાકાત ધરાવતા હતા અને જિલ્લાના જાણીતા કુસ્તીબાજ હતા. અનુગ્રહ નારાયણના પિતા આધુનિક શિક્ષણ આપવામાં માનતા ન…
વધુ વાંચો >સિંહા સત્યેન્દ્ર પ્રસન્ન (લૉર્ડ)
સિંહા, સત્યેન્દ્ર પ્રસન્ન (લૉર્ડ) (જ. 28 માર્ચ 1863, રાયપુર, જિ. બિરભૂમ; અ. 5 માર્ચ 1928, બરહામપોર) : કૉંગ્રેસના પ્રમુખ, બિહાર અને ઓરિસા પ્રાંતના ગવર્નર, હાઉસ ઑવ્ લૉર્ડઝના સભ્ય, અન્ડર સેક્રેટરી ઑવ્ સ્ટેટ ફૉર ઇન્ડિયા. સત્યેન્દ્ર પ્રસન્નનો જન્મ સમૃદ્ધ કાયસ્થ પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ સિથિકાન્ત અને માતાનું નામ મનમોહિનીદેવી…
વધુ વાંચો >સી.આઇ.એ. (CIA)
સી.આઇ.એ. (CIA) : અમેરિકામાં નૅશનલ સિક્યુરિટી ઍક્ટ (NSA) હેઠળ સ્થાપવામાં આવેલ સરકાર હસ્તકની ગુપ્તચર સંસ્થા. સ્થાપના : 1947. પૂર્ણ નામ સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સી. મુખ્ય કાર્યાલય વૉશિંગ્ટન ડી. સી. ખાતે. મુખ્ય કાર્ય દેશની અન્ય ગુપ્તચર એજન્સીઓ દ્વારા રાષ્ટ્રીય સલામતીને લગતી પ્રાપ્ત બાતમીઓનું સંકલન, મૂલ્યાંકન તથા પ્રસાર કરવા અને તેને આધારે દેશના…
વધુ વાંચો >સીતારામન, નિર્મલા
સીતારામન, નિર્મલા (જ. 18 ઓગસ્ટ, 1959, મદુરાઈ) : ભારત સરકારમાં વર્તમાન નાણાં મંત્રી, ઇન્દિરા ગાંધી પછી નાણાં મંત્રી બનેલા બીજા ભારતીય મહિલા અને પૂર્ણકક્ષાના નાણાં મંત્રી બનેલા પ્રથમ ભારતીય મહિલા. દેશના 18મા નાણાં મંત્રી. તમિળ આયંગર પરિવારમાં જન્મ. પિતા નારાયણન સીતારામન અને માતા સાવિત્રી. પિતા ભારતીય રેલવેમાં કર્મચારી હતાસ્વામી કોલેજમાં…
વધુ વાંચો >સીદી
સીદી : મૂળે પૂર્વ આફ્રિકાના એબિસિનિયા વિસ્તારમાંથી ભારતમાં અંદાજે 17મી સદીમાં મુખ્યત્વે ગુલામો તરીકે મજૂરી કરવા માટે આવેલું નિગ્રો જાતિનાં લક્ષણો ધરાવતું જૂથ. ભારતમાં પશ્ચિમ કિનારાનાં રાજ્યોમાં ગુજરાત, મહારાષ્ટ્ર, કેરળ તથા દીવ-દમણમાં પણ તેમની છૂટીછવાઈ વસ્તી જોવા મળે છે. ભારતમાં નોંધપાત્ર વસ્તી ગુજરાતના પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં છે. સૌરાષ્ટ્રમાં તેમની મુખ્ય…
વધુ વાંચો >સી.બી.આઇ.
સી.બી.આઇ. : ભારતની અગ્રેસર પોલીસ-તપાસ એજન્સી. બ્રિટિશ શાસનકાળ દરમિયાન બીજા વિશ્વયુદ્ધ(1939-45)ના ગાળામાં ભારત સરકારનાં યુદ્ધને લગતાં તત્કાલીન ખાતાંઓમાં ચાલતા ભ્રષ્ટાચાર અને લાંચરુશવતના કિસ્સાઓની તપાસ કરવા માટે તત્કાલીન યુદ્ધખાતા હેઠળ 1941માં સ્થાપવામાં આવેલ સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ(SPE)ના અનુગામી તરીકે હવે સી.બી.આઇ. નામનું આ સંગઠન ભારતમાં કાર્ય કરે છે. 1946ના પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ ઍક્ટની…
વધુ વાંચો >સુકર્ણો
સુકર્ણો (જ. 6 જૂન 1901, બ્લિટાર, પૂર્વ જાવા; અ. 21 જૂન 1970, જાકાર્તા, ઇન્ડોનેશિયા) : ઇન્ડોનેશિયાના સ્વાતંત્ર્યસંગ્રામના નેતા અને 1945થી 1967 સુધી ઇન્ડોનેશિયાના પ્રમુખ. તેમના પિતા શાળાના શિક્ષક હતા. તેમના પિતાએ તેમને પાશ્ર્ચાત્ય પદ્ધતિનું શિક્ષણ આપ્યું હતું. તેમણે પોતાનાથી મોટી ઉંમરની શ્રીમંત વિધવા સાથે લગ્ન કર્યાં. પાછળથી તેમણે બીજી કેટલીક…
વધુ વાંચો >સુનક ઋષિ
સુનક ઋષિ (જ. 12 મે 1980, સાઉધમ્પટન, ઇંગ્લેન્ડ) : બ્રિટનના ભારતીય મૂળના પ્રથમ વડાપ્રધાન. સુનકનો જન્મ ભારતીય મૂળના માતાપિતાને ત્યાં થયો હતો. ઋષિ, સંજય અને રાખી એમ ત્રણ ભાઈબહેનમાં ઋષિ સૌથી મોટા છે. ટાન્ઝાનિયામાં જન્મેલાં માતા ઉષા સુનક ફાર્માસિસ્ટ હતાં. કેન્યામાં જન્મેલા પિતા યશવીર સુનક ડૉક્ટર તરીકે કાર્યરત હતા. 1960ના…
વધુ વાંચો >સુન યાત સેન
સુન યાત સેન (જ. 12 નવેમ્બર 1866, શિયાંગ શાન, ક્વાંગતુંગ પ્રાંત, ચીન; અ. 12 માર્ચ 1925, પૅકિંગ) : ચીનના મુત્સદ્દી, ક્રાંતિકારી નેતા અને ચીનનું પ્રજાસત્તાક સ્થાપવા માટે લડત આપનાર. તેઓ ક્રાંતિના પિતા તરીકે પણ ઓળખાય છે. તેઓ ઘણા વધારે આદર્શવાદી હતા, તેથી અસરકારક રાજકીય નેતા બનવાનું મુશ્કેલ થયું. તેઓ રાષ્ટ્રવાદ,…
વધુ વાંચો >સુબ્બારાવ કાલ્લુરી
સુબ્બારાવ, કાલ્લુરી (જ. 25 મે 1897, કાલ્લુરુ, અનંતપુર જિલ્લો, આંધ્રપ્રદેશ; અ. 1973) : સ્વાતંત્ર્યસેનાની, સામાજિક ઉત્કર્ષની દૃષ્ટિ ધરાવતા કાર્યકર, લેખક અને પત્રકાર. તેમનો પ્રારંભિક અભ્યાસ વતન કાલ્લુરુમાં આરંભાયો. ત્યાં ખ્યાતનામ વિદ્વાનો પાસે તેલુગુ અને સંસ્કૃત ભાષાનો અભ્યાસ કર્યો. એડવર્ડ કૉરોનેશન સેકન્ડરી સ્કૂલ અને થિયૉસૉફિકલ હાઈસ્કૂલ(મદનાપલ્લૈ)માં અને પછીથી વેસ્લેયાન મિશન હાઈસ્કૂલ,…
વધુ વાંચો >