રસાયણશાસ્ત્ર
લેડ-ઍસિડ સંગ્રાહક કોષ
લેડ-ઍસિડ સંગ્રાહક કોષ : લેડની તકતીઓ (plates) અને વિદ્યુતવિભાજ્ય તરીકે સલ્ફ્યુરિક ઍસિડ ધરાવતા વોલ્ટીય (voltaic) કોષોનો એવો સમુચ્ચય (assembly) કે જેમાં થતી વીજરાસાયણિક (electrochemical) પ્રક્રિયા પ્રતિવર્તી હોય. તેને વીજ-સંગ્રાહક (electric accumulator) અથવા દ્વિતીયક (secondary) બૅટરી પણ કહે છે. તે રાસાયણિક ઊર્જાનું વિદ્યુતમાં અને વિદ્યુત-ઊર્જાનું રાસાયણિક ઊર્જામાં પ્રતિવર્તી રૂપાંતર કરવાના સિદ્ધાંત…
વધુ વાંચો >લૅન્થેનમ
લૅન્થેનમ : આવર્તક કોષ્ટકના ત્રીજા (અગાઉના III A) સમૂહનું રાસાયણિક ધાતુ-તત્ત્વ. સંજ્ઞા La. તે સિરિયમ ઉપસમૂહનું બીજા નંબરનું સૌથી વધુ વિપુલતા ધરાવતું વિરલ મૃદા (rare earth) તત્ત્વ ગણાય છે. 1839માં કાર્લ ગુસ્તાફ મૉસાન્ડરે સિરિયમ નાઇટ્રેટમાંથી એક (છુપાયેલી) અશુદ્ધિ તરીકે લૅન્થેનમ ઑક્સાઇડનું નિષ્કર્ષણ કર્યું હતું અને તેને લેન્થેના (ગ્રીક, છુપાયેલ) નામ…
વધુ વાંચો >લેપિડોલાઇટ
લેપિડોલાઇટ : અબરખ વર્ગનું ખનિજ. લિથિયમ અબરખ અથવા લિથિયોનાઇટ નામથી પણ તે ઓળખાય છે. તે લિથિયમધારક અબરખ કહેવાતું હોવા છતાં સ્થાનભેદે તે ભિન્ન ભિન્ન બંધારણ ધરાવે છે : K2 (Li, Al)5-6, (Si6-7, Al2-1) O20-21, (F, OH)3-4. અહીં તેના બંધારણમાં રહેલું પોટૅશિયમ ક્યારેક રુબિડિયમ (Rb) અને સીઝિયમ(Cs)થી વિસ્થાપિત થતું હોય છે.…
વધુ વાંચો >લૅબ્રેડૉરાઇટ
લૅબ્રેડૉરાઇટ : ફેલ્સ્પાર સમૂહ અંતર્ગત પ્લેજિયોક્લેઝ સમરૂપ શ્રેણીનું ખનિજ. રાસા. બંધારણ : mCaAl2Si2O8થી nNaAlSi3O8 અથવા સંજ્ઞાકીય સૂત્ર : Ab50An50થી An30An70 જેમાં Ab = આલ્બાઇટ NaAlSi3O8 અને An = ઍનૉર્થાઇટ CaAl2Si2O8. સ્ફટિકવર્ગ : ટ્રાયક્લિનિક. સ્ફ. સ્વ. : સ્ફટિકો મેજઆકાર, b અક્ષ પર ચપટા, મોટેભાગે દળદાર, સંભેદશીલ, દાણાદાર, ઘનિષ્ઠ. યુગ્મતા સામાન્યત: કાર્લ્સબાડ,…
વધુ વાંચો >લૅમ્બ-રધરફર્ડ પ્રયોગ (Lamb-Rutherford experiment)
લૅમ્બ-રધરફર્ડ પ્રયોગ (Lamb-Rutherford experiment) : હાઇડ્રોજન પરમાણુના ઊર્જાસ્તરો 2s1 અને 2p1 વચ્ચેનો અતિસૂક્ષ્મ તફાવત માપવા માટેનો પ્રસિદ્ધ પ્રયોગ. તે પ્રયોગ 1947માં ઉક્ત બે ભૌતિકશાસ્ત્રીઓએ માઇક્રોતરંગ તક્નીકી (microwave technique) દ્વારા કર્યો હતો. શ્રોડિંગરના ક્વૉન્ટમ યાંત્રિકી મુજબ હાઇડ્રોજન પરમાણુના ઊર્જાસ્તરોમાં મુખ્ય ક્વૉન્ટમ અંક n = 2 માટે 2s અને 2p અવસ્થાઓ રહેલ…
વધુ વાંચો >લેવાઝિયે, ઍન્તૉન લૉરેન
લેવાઝિયે, ઍન્તૉન લૉરેન (જ. 26 ઑગસ્ટ 1743, પૅરિસ; અ. 8 મે 1794, પૅરિસ) : આધુનિક રસાયણશાસ્ત્રના સ્થાપક ફ્રેન્ચ રસાયણજ્ઞ અને સમાજસુધારક. વકીલ પિતાના પુત્ર લેવાઝિયેએ પૅરિસની માઝારિન કૉલેજમાં અભ્યાસ કર્યો (1754-61) અને ભાષા, સાહિત્ય તથા ફિલસૂફીના શિક્ષણ ઉપરાંત ગણિત, ખગોળ, રસાયણ અને વનસ્પતિશાસ્ત્રમાં પણ તાલીમ મેળવી. 1761-64ના ગાળામાં કાયદાના અભ્યાસ…
વધુ વાંચો >લેવિસ સિદ્ધાંત
લેવિસ સિદ્ધાંત : ઍસિડ અને બેઝ અંગેના બ્રોન્સ્ટેડલોરીના પ્રોટૉન સ્થાનાંતરણ સિદ્ધાંત(1923)નો વ્યાપ વધારતો સિદ્ધાંત. 1923માં ગિલ્બર્ટ ન્યૂટન લેવિસે નોંધ્યું કે બ્રોન્સ્ટેડ ઍસિડ (પ્રોટૉનદાતા) [રાસાયણિક જાતિ(species)માં રહેલો હાઇડ્રોજન] અન્ય કોઈ સ્પીસીઝમાંથી ઇલેક્ટ્રૉન-યુગ્મ સ્વીકારે છે અને પોતે બે ઇલેક્ટ્રૉન ધારણ કરી પોતાની કક્ષક પૂર્ણ કરે છે. જ્યારે બેઝ એવી રાસાયણિક સ્પીસીઝ છે,…
વધુ વાંચો >લેસિથીન
લેસિથીન : કોષસંરચના અને ચયાપચય(metabolism)માં અગત્યનું એવું ફૉસ્ફોલિપિડ (ફૉસ્ફોગ્લિસેરાઇડ). તે ફૉસ્ફેટિડાઇલ કોલાઇન પણ કહેવાય છે. તે ગ્લિસેરાઇલ-3-ફૉસ્ફોરિલકોલાઇનનો દ્વિ-ચરબીજ ઍસિડનું વ્યુત્પન્ન છે. બંધારણીય સૂત્ર : જ્યાં R અને R´ ચરબીજ ઍસિડસમૂહો છે. આ બે ઍસિડની પ્રકૃતિ અને સ્થાન પ્રમાણે ભિન્ન ભિન્ન જૈવિક કાર્યોવાળાં લેસિથીન મળે છે. લેસિથીન શબ્દ ફૉસ્ફોગ્લિસેરાઇડના મિશ્રણ માટે…
વધુ વાંચો >લેહને, ઝાં-મારી (Lehn, Jean-Marie)
લેહને, ઝાં-મારી (Lehn, Jean-Marie) (જ. 30 સપ્ટેમ્બર 1939, રોસહીમ, ફ્રાન્સ) : જીવંત સજીવોમાંના અણુઓનાં જીવનાવદૃશ્યક રાસાયણિક અને જૈવિક કાર્યોની નકલ કરતા અણુઓનું પ્રયોગશાળામાં સંશ્લેષણ કરનાર અને 1987ના વર્ષના રસાયણશાસ્ત્ર વિષય માટેના નોબેલ પારિતોષિકના સહવિજેતા. અન્ય બે હતા ડૉનાલ્ડ જેમ્સ ક્રૅમ અને ચાર્લ્સ જૉન પેડરસન. લેહને સ્ટ્રાસબર્ગ યુનિવર્સિટીમાંથી 1960માં સ્નાતકની તથા…
વધુ વાંચો >લૅંગમ્યૂર, અરવિંગ
લૅંગમ્યૂર, અરવિંગ (જ. 31 જાન્યુઆરી 1881, બ્રુકલિન, ન્યૂયૉર્ક; અ. 16 ઑગસ્ટ 1957, ફાલ્માઉથ, મૅસેચૂસેટ્સ) : યુ.એસ.ના રસાયણવિદ અને 1932ના વર્ષના રસાયણશાસ્ત્ર વિષયના નોબેલ પુરસ્કાર વિજેતા. કુટુંબના ચાર પુત્રો પૈકીના ત્રીજા અરવિંગ છ વર્ષની નાની વયથી જ તેમના મોટા ભાઈ આર્થરના રાસાયણિક પદાર્થો ઉપરના પ્રયોગો તરફ આકર્ષાયેલા. અરવિંગની 13 વર્ષની ઉંમરે…
વધુ વાંચો >