રસાયણશાસ્ત્ર
કોહ્ન વૉલ્ટર
કોહ્ન વૉલ્ટર (Kohn Walter) (જ. 9 માર્ચ 1923, વિયેના, ઑસ્ટ્રિયા; અ. 9 એપ્રિલ 2016, સાન્તા બાર્બરા, કૅલિફૉર્નિયા) : મૂળ ઑસ્ટ્રિયાના પણ અમેરિકામાં સ્થાયી થયેલા ભૌતિકવિદ અને 1998ના વર્ષના રસાયણશાસ્ત્ર માટેના નોબેલ પુરસ્કારના સહવિજેતા. 1946માં તેમણે યુનિવર્સિટી ઑવ્ ટૉરેન્ટો (ઑન્ટેરિયો, કૅનેડા)માંથી અનુસ્નાતક પદવી અને 1948માં હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી ભૌતિકશાસ્ત્રમાં પીએચ.ડી. પદવી પ્રાપ્ત…
વધુ વાંચો >કૌમારિન
કૌમારિન : ગિયાનામાં થતા ટૉન્કા (tonka) છોડમાંથી મળતું અને તાજા કાપેલા સૂકા ઘાસની વાસ ધરાવતું વિષમચક્રીય કાર્બનિક સંયોજન. તે એક લૅક્ટૉન છે. અણુસૂત્ર છે C9H6O2. તેને બેન્ઝોપાયરોન પણ કહે છે. તેનું બંધારણીય સૂત્ર નીચે પ્રમાણે છે : સંશ્લેષિત રીતે તેને સેલિસીલિક આલ્ડિહાઇડ, સોડિયમ એસિટેટ અને એસેટિક એન્હાઇડ્રાઇટને ગરમ કરીને પણ…
વધુ વાંચો >ક્યુરારી
ક્યુરારી (curare) : દક્ષિણ અમેરિકાનાં કેટલાંક વૃક્ષોમાંથી મળતું 40 જેટલાં આલ્કેલૉઇડનું અત્યંત વિષાળુ મિશ્રણ. સાપના ઝેરમાં પણ તે હોય છે. તે પેશીને શિથિલ કરનાર (muscle relaxant) છે. ઍમેઝોન અને ઓરિનોકો નદીના પ્રદેશના ઇન્ડિયનો જંગલી પ્રાણીઓના શિકાર માટે તીરના ફળાને વિષાળુ બનાવવા તેનો ઉપયોગ કરતા. તેમની ભાષામાંના ‘વૂરારી’ (woorari) એટલે વિષ…
વધુ વાંચો >ક્યુરી મેરી
ક્યુરી, મેરી (જ. 7 નવેમ્બર 1867, વૉર્સો, પોલૅન્ડ; અ. 4 જુલાઈ 1934, પૅરિસ) : રસાયણ અને ભૌતિકશાસ્ત્રનાં પ્રસિદ્ધ ફ્રેન્ચ મહિલા વિજ્ઞાની. જન્મનામ મેનિયા સ્ક્લોદોવ્સ્કા. પોલોનિયમ તથા રેડિયમ નામનાં બે રેડિયોઍક્ટિવ તત્વોના શોધક તથા 1903માં ભૌતિકશાસ્ત્રમાં તેમજ 1911માં રસાયણશાસ્ત્રમાં નોબેલ પુરસ્કારવિજેતા. 1903માં તેમના પતિ પિયેર ક્યુરી તથા વિજ્ઞાની આંરી (Henri) બૅકરલ…
વધુ વાંચો >ક્રાઉન ઈથર
ક્રાઉન ઈથર : (XCH2CH2) એકમોનું પુનરાવર્તન થતું હોય તેવાં દીર્ઘચક્રીય (macrocyclic) કાર્બનિક સંયોજનો [X = O, N, S, P વગેરેમાંથી કોઈ પણ વિષમ પરમાણુ (heteroatom) હોય. કેટલાક ક્રાઉન ઈથરમાં (XCH2)n અથવા (XCH2CH2CH2)n એકમો પણ હોઈ શકે. તેમની નામ પાડવાની પદ્ધતિ હજુ સુધી સારી રીતે વિકાસ પામેલી નથી પણ પ્રચલિત પદ્ધતિ…
વધુ વાંચો >ક્રિપ્ટૉન
ક્રિપ્ટૉન (Kr) : આવર્ત કોષ્ટકમાં 0 સમૂહ(ઉમદા વાયુઓ)ના નિષ્ક્રિય વાયુરૂપ (અધાતુ) રાસાયણિક તત્વ. ગ્રીક શબ્દ ક્રિપ્ટૉસ (hidden) પરથી તેને નામ મળેલું છે. 1898માં સર વિલિયમ રામ્સે અને મૉરિસ ડબ્લ્યૂ. ટ્રાવર્સે પ્રવાહી હવાના નિસ્યંદન દરમિયાન નિયૉન અને ઝિનૉનની સાથે તેને શોધી કાઢ્યો. તે હવા કરતાં આશરે ત્રણગણો ભારે છે અને રંગવિહીન,…
વધુ વાંચો >ક્રિયાશીલ રંગકો
ક્રિયાશીલ રંગકો : કાપડના રેસા સાથે પ્રક્રિયા કરી, સહસંયોજક બંધ બનાવી કાપડને રંગે તેવા રંગો. વૅટ અને ઍઝોઇક રંગકો સુતરાઉ કાપડને અવશોષણ(absorption)થી રંગે છે તેના કરતાં આ રંગકો વધુ સારી રીતે પ્રક્રિયા કરીને ધોલાઈ સામે ટકાઉપણું (wash fastness) અને ચમક (brilliance) દર્શાવે છે. 1955માં તે ઉપયોગમાં લેવામાં આવ્યા અને હાલમાં…
વધુ વાંચો >ક્રિયાશીલ સમૂહો
ક્રિયાશીલ સમૂહો : રાસાયણિક સંયોજનના ભાગ રૂપે વિશિષ્ટ પ્રકારની પ્રક્રિયાઓ કરી શકે તેવા પરમાણુ યા પરમાણુ-સમૂહ. આ શબ્દો કાર્બનિક રસાયણના સંદર્ભમાં વપરાય છે, જે તેના વિભાગીકરણનો પાયો છે. સંતૃપ્ત હાઇડ્રૉકાર્બન સામાન્યત: ઓછાં સક્રિય સંયોજનો છે. તેમાં એક કે વધુ દ્વિબંધ અથવા ત્રિબંધ દાખલ કરાતાં તેના અણુની ક્રિયાશીલતા ખૂબ વધી જાય…
વધુ વાંચો >