રસાયણશાસ્ત્ર
એલિફેટિક સંયોજનો
એલિફેટિક સંયોજનો : સરળ રેખીય અથવા શૃંખલાયુક્ત કાર્બનિક સંયોજનો. આ વર્ગમાં હાઇડ્રોકાર્બન સંયોજનો આલ્કેન (C − C એકબંધ); આલ્કીન (C = C દ્વિબંધ) અને આલ્કાઇન (C ≡ C ત્રિબંધ) સમાવેશ થાય છે. હાઇડ્રોજન પરમાણુની જગ્યાએ −OH, −COOH, −NH2, NO2, −X, −COOR, −OR, −SH વગેરે ક્રિયાત્મક (functional) સમૂહો મૂકવાથી અનુક્રમે આલ્કોહૉલ,…
વધુ વાંચો >એલિસાઇક્લિક (alicyclic) સંયોજનો
એલિસાઇક્લિક (alicyclic) સંયોજનો : એલિફેટિક સંયોજનોના લાક્ષણિક ગુણધર્મો દર્શાવતા સમચક્રીય (homocyclic) હાઇડ્રોકાર્બનો તથા તેમના વ્યુત્પન્નો. આ વર્ગના હાઇડ્રોકાર્બનને સાઇક્લોઆલ્કેન કે સાઇક્લોપેરેફિન્સ પણ કહે છે. આ સંયોજનો ઍરોમૅટિક વિશિષ્ટતા દર્શાવતા નથી. એક વલયયુક્ત હાઇડ્રોકાર્બન સંયોજનો માટેનું સામાન્ય સૂત્ર CnH2n છે. (n = 3, 4, 5…), આમ સાઇક્લોઆલ્કેન્સમાં અનુરૂપ આલ્કેન્સ(CnH2n+2)ની સરખામણીમાં બે…
વધુ વાંચો >એલ્ડર કુર્ત
એલ્ડર કુર્ત [જ. 10 જુલાઈ 1902, કોનિગ શૂટે (પ્રુશિયા); અ. 20 જૂન 1958, કોલોન] : પ્રસિદ્ધ જર્મન રસાયણજ્ઞ. શરૂઆતનાં વર્ષો ઔદ્યોગિક વિસ્તારમાં વીતેલાં અને પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન ઘર છોડવું પડેલું. બર્લિન અને કીલ યુનિવર્સિટીમાં અભ્યાસ. 1926માં ડૉક્ટરેટ મેળવી ક્વિનોન અને ડાયઇન વચ્ચેની પ્રક્રિયા અંગે પ્રથમ સંશોધનપત્ર 1928માં ઑટો ડીલ્સની સાથે…
વધુ વાંચો >ઍલ્યુમિનિયમ
ઍલ્યુમિનિયમ : આવર્ત કોષ્ટકના ત્રીજા સમૂહનું, પૃથ્વીના પોપડામાં સૌથી વધુ પ્રમાણમાં (8 %) મળી આવતું રાસાયણિક ધાતુ-તત્વ. સંજ્ઞા Al. લોહ કરતાં પણ વધુ પ્રમાણમાં પ્રાપ્ય હોવા છતાં ઓગણીસમી સદીના છેલ્લા દાયકા પછી જ તે બહોળા વપરાશમાં આવ્યું હતું. આનું કારણ તેની ઑક્સિજન પ્રત્યેની તીવ્ર બંધુતા (affinity) છે, જેથી ખનિજમાંથી તેને…
વધુ વાંચો >ઍલ્યુમિનિયમ બ્રૉન્ઝ
ઍલ્યુમિનિયમ બ્રૉન્ઝ : ઍલ્યુમિનિયમ(4.15 %)યુક્ત તાંબાની લગભગ મૃદુ પોલાદ જેટલી મજબૂત અને ક્ષારણ(corrosion)રોધી મિશ્રધાતુ. તેમાં અન્ય ધાતુઓ પણ ઓછા વધતા પ્રમાણમાં ઉમેરેલી હોય છે. બ્રૉન્ઝ એટલે તાંબા તથા કલાઈની મિશ્રધાતુ. કલાઈના બદલે બીજી ધાતુઓ ઉમેરવાથી જે તે બ્રૉન્ઝ મળે છે. ઍલ્યુમિનિયમ બ્રૉન્ઝનો રંગ ઝાંખો નહિ પડે એવો સોનેરી હોઈ તે…
વધુ વાંચો >ઍવૉગૅડ્રો આંક
ઍવૉગૅડ્રો આંક (Avogadro number) : અગત્યનો ભૌતિક અચળાંક. તેની સંજ્ઞા N (NA, No અથવા L) છે. એક મોલ શુદ્ધ પદાર્થમાં રહેલા પ્રાથમિક ઘટકો(entities)ની સંખ્યા ઍવૉગૅડ્રો આંક તરીકે ઓળખાય છે. કાર્બન સમસ્થાનિક C-12ના પૂરા 12 ગ્રામમાં જેટલા પરમાણુઓ હોય તેટલા જ પ્રાથમિકો ઘટકો કોઈ પણ શુદ્ધ પદાર્થના એક મોલમાં હોય છે.…
વધુ વાંચો >ઍવૉગૅડ્રોનો સિદ્ધાંત
ઍવૉગૅડ્રોનો સિદ્ધાંત (Avogadro’s law) : 1811માં ઇટાલિયન રસાયણજ્ઞ એમેડિયો ઍવૉગૅડ્રોએ રજૂ કરેલી પરિકલ્પના (hypothesis). સમાન તાપમાન અને દબાણે વાયુઓ કે બાષ્પના સમાન કદમાં અણુઓની એકસરખી સંખ્યા હોય છે. આ પરિકલ્પનાની અગત્ય તરફ સૌપ્રથમ ઇટાલિયન સ્ટેનિસ્લો કેનિઝારોએ 1858માં ધ્યાન દોર્યું. આ પરિકલ્પનાની વિવિધ દિશાએથી સાબિતી મળતાં તેને રસાયણવિજ્ઞાનની વિચારસરણીમાં સિદ્ધાંત કે…
વધુ વાંચો >એસ-બ્લૉક તત્વો
એસ-બ્લૉક તત્વો : સૌથી બહારની s કક્ષકમાં ઇલેક્ટ્રૉન ધરાવતાં રાસાયણિક તત્વો. આવર્ત કોષ્ટકના IA અને IIA સમૂહનાં તત્વોના સૌથી બહારની (ns) કક્ષકમાં અનુક્રમે માત્ર એક અને બે ઇલેક્ટ્રૉન હોય છે તેથી તે કક્ષકોનું બંધારણ અનુક્રમે ns1 અને ns2 લખવામાં આવે છે. IA સમૂહનાં તત્વોને આલ્કલી ધાતુઓ અને IIA સમૂહનાં તત્ત્વોને…
વધુ વાંચો >ઍસિટોન
ઍસિટોન : કિટૉનિક (C = O) સમૂહ ધરાવતું એલિફેટિક કીટોનની સમાનધર્મી (homologous) શ્રેણીનું પ્રથમ સભ્ય. તેનાં શાસ્ત્રીય નામો પ્રોપેનોન અને ડાયમિથાઇલ કીટોન છે. સૂત્ર CH3COCH3, રંગવિહીન, ઈથરને મળતી રોચક વાસવાળું, જ્વલનશીલ, બાષ્પીય પ્રવાહી. ઉ.બિં. 56.20 સે., ગ.બિં. 94.80 સે., વિ. ઘ. 0.791. પાણીમાં બધા જ પ્રમાણમાં મિશ્રણીય. એક જમાનામાં તે…
વધુ વાંચો >ઍસિડ
ઍસિડ : જુઓ ઍસિડ અને બેઝ.
વધુ વાંચો >