રસાયણશાસ્ત્ર
એક્સ-રે સ્પેક્ટ્રૉસ્કોપી
એક્સ-રે સ્પેક્ટ્રૉસ્કોપી : સ્ફટિકના સમતલના પરમાણુઓ વડે એક્સ-કિરણોનું વિવર્તન (diffraction) થતાં, સ્ફટિકની આંતરરચના વિશે માહિતી આપતું શાસ્ત્ર. તેની મદદથી સ્ફટિક પદાર્થો, પ્રવાહીઓ, અસ્ફટિકમય પદાર્થો તથા મોટા પરમાણુઓની પરમાણુરચના તેમજ સ્થિતિ વિશે પણ જાણકારી પ્રાપ્ત થાય છે. સ્ફટિકનું બંધારણ એક લાખ ભાગમાં એક ભાગ જેટલી ચોકસાઈ સુધી આંતરઆણ્વીય પરિમાણમાં જાણી શકાય…
વધુ વાંચો >ઍઝો રંગકો
ઍઝો રંગકો (azo dyes) : રંગમૂલક (chromophore) તરીકે ઍઝો (−N = N−) સમૂહ ધરાવતા રંગકો. તેમાં રંગવર્ધક (auxochrome) તરીકે −NO2, −NH2, −NHR, −NR2, −OH, −SO3H વગેરે સમૂહો હોય છે. સંશ્લેષિત રંગકોમાં આ મોટામાં મોટો સમૂહ ગણાય છે. ઍરોમૅટિક એમીનની નાઇટ્રસ ઍસિડ સાથેની પ્રક્રિયામાં ઉત્પન્ન થતા ડાયેઝોનિયમ ક્ષારના ફીનૉલ કે એમીન…
વધુ વાંચો >ઍઝો સંયોજનો
ઍઝો સંયોજનો : ઍઝો સમૂહ (−N = N−) ધરાવતાં કાર્બનિક સંયોજનો. સામાન્ય સૂત્ર R − N = N − R. અહીં R અને R બંને ઍલિફૅટિક/ઍરોમૅટિક સમૂહો હોઈ શકે છે. ઍલિફૅટિક સંયોજનો અસ્થિર હોય છે, જ્યારે ઍરોમૅટિક સંયોજનો સ્થિર હોય છે. આ સમૂહ રંગમૂલક (chromophore) હોવાથી તેની હાજરીથી પદાર્થ વર્ણપટના…
વધુ વાંચો >ઍટમિક મિનરલ્સ ડિવિઝન
ઍટમિક મિનરલ્સ ડિવિઝન (AMD) : 1949માં ભારતનું મિનિસ્ટ્રી ઑવ્ નૅચરલ રિસૉર્સિસ ઍન્ડ સાયન્ટિફિક રિસર્ચના ‘રેર મિનરલ સર્વે યૂનિટ’ નામના ઘટક તરીકે અસ્તિત્વમાં આવીને પાછળથી ડિપાર્ટમેન્ટ ઑવ્ ઍટમિક એનર્જીના ઉપક્રમમાં સમાવિષ્ટ સંસ્થાન. આ સંસ્થાની મુખ્ય ઑફિસ હૈદરાબાદમાં આવેલી છે. સંસ્થાની સાત પ્રાદેશિક ઑફિસ છે. આ સંસ્થા ડિપાર્ટમેન્ટ ઑફ એટમિક એનર્જી (ભારત)નું…
વધુ વાંચો >ઍટ્રોપિન
ઍટ્રોપિન (atropine) : Solanaceae વર્ગની Atropa belladona L. તથા ધંતુરા (Datura metel L.) જેવી વનસ્પતિમાં મળતો ઝેરી, રંગવિહીન, સ્ફટિકમય આલ્કેલૉઇડ. ગ. બિં. 114o-116o સે. સૂત્ર C17H23NO3. સાથે જ મળતા (-) – હાયોસાયમીનના રેસેમાઇઝેનથી પણ બનાવી શકાય. પ્રથમ વાર વિલસ્ટાટરે સંશ્લેષણ કર્યું (1901). રોબર્ટ રોબિન્સને 1971માં જીવ-સંશ્લેષણ (biosynthesis) માર્ગને મળતી રીતે…
વધુ વાંચો >એડિપિક ઍસિડ
એડિપિક ઍસિડ : એલિફેટિક ડાઇકાર્બૉક્સિલિક ઍસિડ. શાસ્ત્રીય નામ હેક્ઝેઇન-1, 6-ડાયોઇક અથવા 1, 4-બ્યૂટેનડાઇકાર્બૉક્સિલિક ઍસિડ; સૂત્ર HOOC(CH2)4COOH. શરૂઆતમાં તે ચરબી (લૅટિન ‘એડેપ્સ’)માંથી મેળવવામાં આવતો તેથી આ નામ પડ્યું હતું. બીટના રસમાં તે હોય છે. સાઇક્લોહેક્ઝેનોનના ઉપચયન (oxidation) – હવા અને વેનેડિયમ પેન્ટોક્સાઇડ ઉદ્દીપક અથવા નાઇટ્રિક ઍસિડ દ્વારા મોટા પ્રમાણમાં તેનું ઉત્પાદન…
વધુ વાંચો >ઍનહાઇડ્રાઇડ
ઍનહાઇડ્રાઇડ : ઍસિડ(કોઈ વાર બેઝ)ના એક કે બે અણુમાંથી પાણીનો અણુ દૂર કરતાં પ્રાપ્ત થતાં સંયોજનો. અધાતુ તત્ત્વોના ઑક્સાઇડને ઍસિડ ઍનહાઇડ્રાઇડ કહેવામાં આવે છે, કારણ કે પાણીનો અણુ ઉમેરાતાં ઍસિડ મળે છે; દા. ત., સલ્ફર-ટ્રાયૉક્સાઇડ SO3 સલ્ફ્યુરિક ઍસિડ(H2SO4)નો, ફૉસ્ફરસ પેન્ટૉક્સાઇડ P2O5 ફૉસ્ફોરિક ઍસિડ(H3PO4)નો અને ક્રોમિયમ ટ્રાયૉક્સાઇડ CrO3 ક્રોમિક ઍસિડ(H2CrO4)નો ઍનહાઇડ્રાઇડ…
વધુ વાંચો >ઍનિલીન
ઍનિલીન : પ્રાથમિક ઍરોમૅટિક એમાઇન. સૂત્ર C6H5NH2. બંધારણીય સૂત્ર : . 1826માં ઉન્વરડોર્બને ગળીના વિભંજક નિસ્યંદનથી સૌપ્રથમ મેળવ્યું. ગળીને Indigo fera anilમાંથી મેળવવામાં આવતી તેથી તેનું નામ ઍનિલીન પાડવામાં આવ્યું. તે નાઇટ્રોબેન્ઝીનનું કૉપર ઉદ્દીપકની હાજરીમાં હાઇડ્રોજન વડે અથવા લોખંડનો ભૂકો અને પાણી (થોડા હાઇડ્રોક્લોરિક ઍસિડ સહિત) વડે અપચયન કરીને મેળવવામાં…
વધુ વાંચો >એન્ટ્રૉપી
એન્ટ્રૉપી (entropy) : ઉષ્માગતિક પ્રણાલીની અવ્યવસ્થાની સ્થિતિ સાથે સંકળાયેલી એક અમૂર્ત (abstract) સંકલ્પના (concept). પ્રણાલીમાં પ્રવર્તતી અનિશ્ચિતતા (randomness), સંભ્રમ (confusion), ઘોંઘાટ (noise) અને ક્ષીણતા(decay)નું તે માપ છે. મૂળે ઉષ્માના સ્થાનાન્તરના અભ્યાસમાંથી ઉદભવેલ આ સંકલ્પનાનું મહત્વ ભૌતિક, જૈવ તથા સમાજશાસ્ત્રો અને માહિતી સિદ્ધાંત (information theory) ઉપરાંત વિશ્વના ભાવિ અંગેની વિચારણા જેવાં…
વધુ વાંચો >એન્થાલ્પી
એન્થાલ્પી (enthalpy) : દબાણ અને કદના ફેરફારો જેમાં સંડોવાયેલા હોય તેવા બધા જ ઉષ્માગતિકીય પ્રક્રમો (processes) માટેનો દ્રવ્યનો અગત્યનો ગુણધર્મ; તેની સંજ્ઞા H છે. 1850માં રુડોલ્ફ ક્લોસિયસ નામના જર્મન વૈજ્ઞાનિકે આ પદનો સૌપ્રથમ ઉપયોગ કર્યો હતો. તેને ગણિતની ભાષામાં નીચે પ્રમાણે મૂકી શકાય : H = U + PV અહીં…
વધુ વાંચો >