રસાયણશાસ્ત્ર

ઉપચયન (oxidation)

ઉપચયન (oxidation) : ઑક્સિજનનું ઉમેરાવું અથવા હાઇડ્રોજનનું દૂર થવું. રસાયણના વિકાસની શરૂઆતની આ વ્યાખ્યા ગણાય. પરમાણુના બંધારણની માહિતી સ્પષ્ટ થતાં રાસાયણિક પ્રક્રિયામાં થતા પાયાના ફેરફારોની માહિતી મળી અને તેથી ઉપરની વ્યાખ્યા વધુ વ્યાપક બની. ઉપચયનથી વિરુદ્ધ પ્રકારની પ્રક્રિયા અપચયન (reduction) છે. આ બંને પ્રક્રિયાઓ એકબીજીની પૂરક હોઈ હમેશાં સાથે સાથે…

વધુ વાંચો >

ઉપધાતુઓ અથવા અર્ધધાતુઓ (metalloids or semi-metals)

ઉપધાતુઓ અથવા અર્ધધાતુઓ (metalloids or semi-metals) : આવર્ત-કોષ્ટકમાં ધાતુ અને અધાતુ તત્વોની વચ્ચેના અંતરિયાળ ભૌતિક તેમજ રાસાયણિક ગુણધર્મો ધરાવતાં તત્વો. બોરોન, સિલિકન, જર્મેનિયમ, આર્સેનિક, ઍન્ટિમની, સેલેનિયમ અને ટેલુરિયમ વગેરે આ પ્રકારમાં આવે. તે આમ તો ચકચકિત અને ધાતુ જેવાં દેખાય છે, પણ બરડ હોય છે. તે ધાતુ અને અધાતુ વચ્ચેના…

વધુ વાંચો >

ઉપસહસંયોજકતા અથવા સવર્ગ સંયોજકતા (co-ordinate valency)

ઉપસહસંયોજકતા અથવા સવર્ગ સંયોજકતા (co-ordinate valency) : સહસંયોજકતા બંધનો વિશિષ્ટ પ્રકાર, જેમાં એક બંધ રચવા માટે જરૂરી બંને ઇલેક્ટ્રૉનનું પ્રદાન એક જ પરમાણુ કરે છે અને બીજો તેનો સહભાગી (sharer) બને છે. આ કારણસર દાતા (donor) પરમાણુ ઉપર ધનવીજભાર અને સ્વીકારક (acceptor) પરમાણુ પર ઋણવીજભાર ઉત્પન્ન થાય છે. એટલે કે…

વધુ વાંચો >

ઉપસહસંયોજક સંયોજનો

ઉપસહસંયોજક સંયોજનો (Co-ordination Compounds) ઉપસહસંયોજક બંધ ધરાવનાર સંયોજનો. આ પ્રકારનાં સંયોજનોમાં એક કેન્દ્રસ્થ ધાતુ પરમાણુ હોય છે, તે પોતાની આસપાસ અધાતુ પરમાણુઓ કે તેમના સમૂહો વડે આ પ્રકારના બંધથી સંલગ્ન થઈને વીંટળાયેલો હોય છે. કેન્દ્રસ્થ ધાતુ તટસ્થ પરમાણુ કે તેનો ધનાયન હોઈ શકે છે. જ્યારે ઉપસહસંયોજક બંધ વડે સંલગ્ન અધાતુ…

વધુ વાંચો >

ઉભયધર્મિતા

ઉભયધર્મિતા (amphoterism) : ઉગ્ર બેઝને પ્રોટૉન પ્રદાન કરીને અથવા ઉગ્ર ઍસિડમાંથી પ્રોટૉન સ્વીકારીને અનુક્રમે ઍસિડ અને બેઝ તરીકે કાર્ય કરવાનો પદાર્થનો ગુણધર્મ. આથી ઉભયધર્મી પદાર્થ ઍસિડ સાથે બેઝની હાજરીમાં પ્રોટૉન પ્રદાન કરનાર અથવા ઇલેક્ટ્રૉનયુગ્મ સ્વીકારનાર અથવા બેઝ સાથે ઍસિડની હાજરીમાં પ્રોટૉન સ્વીકારનાર અને ઇલેક્ટ્રૉનયુગ્મ પ્રદાન કરનાર તરીકે કાર્ય કરે છે.…

વધુ વાંચો >

ઉભયધર્મી વિદ્યુત-વિભાજ્યો (ampholytes)

ઉભયધર્મી વિદ્યુત-વિભાજ્યો (ampholytes) : ઍસિડનો અને બેઝનો એમ બંને પ્રકારનો ગુણધર્મ ધરાવતા વિદ્યુત-વિભાજ્યો. પાણી અને આલ્કોહૉલ જેવા દ્રાવકો ઉભયધર્મી ગુણધર્મો ધરાવે છે, પણ તે સારા વિદ્યુત-વિભાજ્યો નથી. એક જ પદાર્થમાં ધન અને ઋણભાર ધરાવતા સમૂહો હોય તેવા વિદ્યુત-વિભાજ્યો પણ જાણીતા છે. તેમને દ્વિધ્રુવીય આયનો (dipolar ions) ઉભયાવિષ્ટ આયનો (zwitter ions)…

વધુ વાંચો >

ઉભયાવિષ્ટ આયનો

ઉભયાવિષ્ટ આયનો (zwitter ions) : મધ્યસ્થ સમૂહો વડે જોડાયેલ ધન અને ઋણવીજભારી સમૂહયુક્ત અણુ. ગ્લાયસીન (H2NCH2COOH) ઍસિડ માધ્યમમાં ધનભારવાહી આયન H3N+CH2COOH રૂપે, આલ્કલી માધ્યમમાં ઋણભારવાહી આયન H2NCH2COO– રૂપે અને મધ્યમ ઍસિડિકતાવાળા માધ્યમમાં ઉભયાવિષ્ટ આયન H3N+CH2COO– રૂપે અસ્તિત્વ ધરાવે છે. એમીનો ઍસિડ અને પ્રોટીન 99.9 % ઉભયાવિષ્ટ આયનો તરીકે અસ્તિત્વમાં હોય…

વધુ વાંચો >

ઉમદા ધાતુઓ

ઉમદા ધાતુઓ (noble metals) : ઉપચયન(oxidation)નો અવરોધ કરતાં રાસાયણિક ધાતુતત્વો. આવર્તકોષ્ટકની બીજી અને ત્રીજી સંક્રાંતિ શ્રેણીના રૂથેનિયમ (Ru), રહેડિયમ (Rh), પેલેડિયમ (Pd), સિલ્વર (Ag), રહેનિયમ (Re), ઓસ્મિયમ (Os), ઇરિડિયમ (Ir), પ્લેટિનમ (Pt) અને ગોલ્ડ (Au) આ વર્ગમાં ગણાય. કૉપર (Cu), સિલ્વર અને ગોલ્ડની સાથે મુદ્રા ધાતુઓ(coinage metals)નું જૂથ રચે છે.…

વધુ વાંચો >

ઉમદા વાયુઓ

ઉમદા વાયુઓ (noble gases) : આવર્તક કોષ્ટકના શૂન્ય (હવે 18મા) સમૂહમાં આવેલાં વાયુરૂપ રાસાયણિક તત્વો. અંગ્રેજ વૈજ્ઞાનિકો રેલે અને રામ્સેના પ્રયત્નોથી આ વાયુઓ [હીલિયમ (He), નીઑન (Ne), આર્ગોન (Ar), ક્રિપ્ટૉન (Kr), ઝીનૉન (Xe) અને રેડોન (Rn)] શોધાયા હતા. હીલિયમ પૃથ્વી પર શોધાયા પહેલાં તેની હાજરી સૂર્યમાં સાબિત થઈ હતી. પૃથ્વીના…

વધુ વાંચો >

ઉમદા વાયુઓનાં સંયોજનો

ઉમદા વાયુઓનાં સંયોજનો : હીલિયમ (He), નીઑન (Ne), આર્ગોન (Ar), ક્રિપ્ટોન (Kr), ઝીનૉન (Xe) અને રેડોન (Rn) વાયુઓનાં રાસાયણિક સંયોજનો. રાસાયણિક ર્દષ્ટિએ આ છ વાયુઓ તદ્દન નિષ્ક્રિય છે તેમ માનવામાં આવતું, તેથી તેમને નિષ્ક્રિય વાયુઓ તરીકે ઓળખવામાં આવતા હતા અને તેમને આવર્ત કોષ્ટકમાં શૂન્ય સમૂહમાં મૂકવામાં આવ્યા છે. આ વાયુઓના…

વધુ વાંચો >