રશિયન સાહિત્ય

કુપરિન ઍલેક્ઝાન્ડર ઇવાનોવિચ

કુપરિન, ઍલેક્ઝાન્ડર ઇવાનોવિચ (જ. 7 સપ્ટેમ્બર 1870, નરોવખાત; અ. 25 ઑગસ્ટ 1938, લેનિનગ્રાડ) : રશિયન નવલકથાકાર અને ટૂંકી વાર્તાઓના લેખક. કુપરિનના પિતા સરકારી નોકર, માતા ઉચ્ચ તાર્તાર કુટુંબમાંથી આવેલાં. પ્રથમ કેડેટ અને ત્યારપછી મિલિટરી શાળામાં રહ્યા પછી કુપરિન લશ્કરી અધિકારી બનેલ. 1894માં લશ્કરમાંથી મરજિયાત નિવૃત્તિ લીધી અને ત્યારપછી કારકુન તરીકે,…

વધુ વાંચો >

કૅન્સર વૉર્ડ – ધ

કૅન્સર વૉર્ડ, ધ : નોબેલ પારિતોષિકવિજેતા (1970) રશિયન નવલકથાકાર ઍલેક્ઝાન્ડર સૉલ્ઝિનિત્સિનની નવલકથા. રાષ્ટ્રની નીતિ વિરુદ્ધ લેખનકાર્ય બદલ તેમને 1953 બાદ સાઇબીરિયામાં દેશનિકાલ કરવામાં આવ્યા હતા. ત્યાં તેમને કૅન્સરની બીમારી લાગુ પડી. તેથી તેમને હૉસ્પિટલમાં દાખલ કરી તેમના પર શસ્ત્રક્રિયા કરવામાં આવી. હૉસ્પિટલમાં થયેલા અનુભવો પર આ નવલકથા રચાઈ છે. તેમની…

વધુ વાંચો >

ક્રાઇમ ઍન્ડ પનિશમેન્ટ (1866)

ક્રાઇમ ઍન્ડ પનિશમેન્ટ (1866) : રશિયન લેખક ફિયોદોર દૉસ્તૉયેવ્સ્કીની મહાનવલ. એમાં સંવેદનશીલ યુવાનના ગુનાઇત માનસનું ચિત્રણ કર્યું છે. વિદ્યાર્થી રોડિયોન રાસ્કોલનિકોવ શારીરિક, માનસિક તથા આર્થિક રીતે ત્રસ્ત છે. તે આવેગમાં આવી નાણાં ધીરનાર વૃદ્ધાની અને તેની બહેનની કરપીણ હત્યા કરી બેસે છે. પોલીસ થાણાનું પહેલું તેડું તો મકાનમાલિકણનો ભાડાનો હિસાબ…

વધુ વાંચો >

ગોગૉલ, નિકલાઈ વસિલ્યેવિચ

ગોગૉલ, નિકલાઈ વસિલ્યેવિચ (જ. 19 માર્ચ 1809, સૉરોચિંત્સી, પોલ્તાવા નજીક, યુક્રેન; અ. 21 ફેબ્રુઆરી 1852, મૉસ્કો) : રૂસી વાર્તાકાર, નવલકથાકાર અને નાટ્યકાર. એમના પિતા નાના જમીનદાર હતા, એમણે પણ થોડું નાટ્યલેખન કર્યું હતું. સરકારી કારકુન, શિક્ષક અને પછી ઇતિહાસના વ્યાખ્યાતા તરીકે શરૂઆતમાં એમણે કામ કરી જોયું. એમના પ્રારંભિક લેખન તરફ…

વધુ વાંચો >

ગૉર્કી, મૅક્સિમ

ગૉર્કી, મૅક્સિમ (જ. 28 માર્ચ 1868, નિઝની નોવગોરોડ ગામ, રશિયા; અ. 14 જૂન 1936, નિઝની નોવગોરાડ, રશિયા) : રૂસી લેખક. એમનું મૂળ નામ અલેક્સેઈ મૅક્સિમૉવિચ પેશ્કૉવ હતું. માતાપિતા મૃત્યુ પામતાં થોડો વખત એ દાદા પાસે રહ્યા અને નવ વરસની ઉંમરથી મજૂરીએ લાગ્યા. વહાણના તૂતક પર વાસણ માંજ્યાં, કોઈ બેકરીમાં પાંઉરોટી…

વધુ વાંચો >

ચેરીની વાડી (‘ધ ચેરી ઑર્ચાર્ડ’)

ચેરીની વાડી (‘ધ ચેરી ઑર્ચાર્ડ’) : રૂસી વાર્તાકાર અને નાટ્યકાર એન્તોન ચેહફના પ્રખ્યાત ચારઅંકી નાટક ‘વિશ્નોવી સાદ’(1904)નો ગુજરાતી અનુવાદ. પુરાણી જમીનદારી પદ્ધતિના પ્રતિનિધિ જેવાં માદામ રાનેવ્સ્કી વિદેશોમાં ઉડાઉ ખર્ચાળ જીવન જીવે; એની ખોળે લીધેલી દીકરી વાર્યા બાર સાંધતાં તેર તૂટે છતાં માતા રાનેવ્સ્કીના વૈભવી જીવનને ટેકો આપવા મથે; એ બધું…

વધુ વાંચો >

ચેહફ, અન્તોન પાવલોવિચ

ચેહફ, અન્તોન પાવલોવિચ (જ. 29 જાન્યુઆરી 1860, તાગન્રોગ, રશિયા; અ. 14 જુલાઈ 1904, બાડેનવીલર, જર્મની) : રૂસી વાર્તાકાર અને નાટ્યકાર. પિતા નાના વેપારી હતા અને દાદા જુવાનીમાં કોઈ જમીનદારના ગુલામ હતા. 1884માં ચેહફે મૉસ્કો યુનિવર્સિટીમાંથી તબીબી ઉપાધિ મેળવી. એ દરમિયાન જ મોટા કુટુંબને પોષવા, મોટા ભાઈ ઍલેક્ઝાન્દ્રના અનુકરણે, છાપાં અને…

વધુ વાંચો >

ઝેમ્યાતિન, યેવજની ઇવાનોવિચ

ઝેમ્યાતિન, યેવજની ઇવાનોવિચ (જ. 1884 લેબદ્યાન, મધ્યરશિયા; અ. 1937) : રશિયન ગદ્યલેખક, વિવેચક અને નાટ્યકાર. પિતા શિક્ષક. 1902થી સેંટ પીટર્સબર્ગમાં અભ્યાસ અને તે પછી તરત જ બૉલ્શેવિક પક્ષમાં સભ્ય બન્યા. 1905માં ધરપકડ બાદ તેમને દેશનિકાલની સજા કરવામાં આવી. 1908માં તેમણે પ્રથમ વાર્તા લખી. 1914માં તેમણે ‘ઍટ ધ વર્લ્ડ્ઝ એન્ડ’ નામની…

વધુ વાંચો >

ટૉલ્સ્ટૉય, લિયો નિકોલાયવિચ

ટૉલ્સ્ટૉય, લિયો નિકોલાયવિચ (જ. 9 સપ્ટેમ્બર 1828; અ. 20 નવેમ્બર 1910) : રશિયન નવલકથાકાર, ચિંતક, નાટકકાર. મૉસ્કોથી 200 કિમી. દૂર દક્ષિણમાં આવેલી યાસ્નાયા પોલ્યાનાની, વારસામાં મળેલી, દેવાથી ડૂબેલી કુટુંબની જાગીરને તારવા ટૉલ્સ્ટૉયના પિતાએ અત્યંત શ્રીમંત નબીરાની અનાકર્ષક અને પોતાનાથી પાંચ વર્ષ મોટી પ્રિન્સેસ મારિયા સાથે લગ્ન કરેલું. ટૉલ્સ્ટૉય પિતાનું ચોથું…

વધુ વાંચો >

ડૉક્ટર ઝિવાગો

ડૉક્ટર ઝિવાગો : જુઓ, પાસ્તરનાક બૉરિસ લિયોનીદોવિચ

વધુ વાંચો >