રશિયન સાહિત્ય

અન્ના અખ્માતોવા

અન્ના અખ્માતોવા (જ. 23 જુન 1889, ઓડિસા, યુક્રેન; અ. 5 માર્ચ 1966, મોસ્કો, રશિયા) : રશિયાની પ્રમુખ કવયિત્રી. રશિયન ઊર્મિકવિતાના અભિનવ સ્વરૂપનું ઘડતર કરી તેની સબળ પરિપાટી ર્દઢ કરી આપનાર તરીકે તે અનન્ય પ્રતિષ્ઠા પામ્યાં છે. તેમના પતિ ગ્યૂમિલોફ વિખ્યાત કવિ હતા. તેમની પાસેથી અખ્માતોવાએ કાવ્યશિક્ષણના પાઠ લીધા હતા. અન્ના…

વધુ વાંચો >

આના કૅરેનિના

આના કૅરેનિના (1877) : રશિયન નવલકથા. રશિયન સાહિત્યકાર લેવ તૉલ્સ્તૉય(1828-1910)ની ‘વૉર ઍન્ડ પીસ’ પછીની ઉત્કૃષ્ટ કૃતિ. આ સામાજિક નવલકથામાં હેતુનો સંઘર્ષ અને પ્રેમની વિનાશક શક્તિની ખોજનું નિરૂપણ છે. 50 ઉપરાંત પાત્રો અને 5 કુટુંબોને સ્પર્શતી આ નવલકથામાં લેવિનનું પાત્ર લેખકનું પ્રતિનિધિત્વ કરે છે. ઓગણીસમી સદીના આઠમા દાયકાના રશિયન સમાજને આલેખતી…

વધુ વાંચો >

આન્દ્રિવ, લિયોનીદ નિકોલાઇવિચ

આન્દ્રિવ, લિયોનીદ નિકોલાઇવિચ (જ. 21 ઑગસ્ટ 1871, ઓર્યોલ; અ. 12 સપ્ટેમ્બર 1919, ફિનલૅન્ડ) : રશિયન વાર્તાકાર અને નાટ્યકાર. રશિયન સાહિત્યમાં તે નિરાશાવાદી લેખક તરીકે જાણીતા છે. તેમણે 1894માં અનેક વાર આપઘાતના પ્રયત્નો કર્યા હતા. કાયદાશાસ્ત્રનો અભ્યાસ કરીને તેઓ બૅરિસ્ટર થયેલા. તેઓ ગુનાઓના અખબારી અહેવાલ લખતા. મૅક્સિમ ગૉર્કીના તેઓ મિત્ર હતા.…

વધુ વાંચો >

ઇડિયટ, ધી

ઇડિયટ, ધી (1868-69) : પ્રસિદ્ધ રશિયન નવલકથા. લેખક ફ્યૉદોર મિઆઇલોવિચ દૉસ્તૉયવસ્કી. આ નવલકથા પ્રથમ વાર ‘રુસ્કી વેસ્તનિક’ સામયિકમાં પ્રગટ થયેલી. તેનું પ્રથમ વાર અંગ્રેજી ભાષાંતર 1913માં થયું હતું. ‘ધી ઇડિયટ’નો અર્થ મૂર્ખ થાય છે. મુખ્ય પાત્ર પ્રિન્સ મિશ્કિન તેની અત્યંત ભલાઈ અને તેનાં ઈસુ ખ્રિસ્ત સમાન લક્ષણોને કારણે મૂર્ખ ગણાયેલ…

વધુ વાંચો >

ઇન્સ્પેક્ટર જનરલ

‘ઇન્સ્પેક્ટર જનરલ’ (1836) : રૂસી નાટ્યકાર નિકોલાઇ વસિલ્યેવિચ ગોગૉલ(1804-1852)નું જગવિખ્યાત પ્રહસન. મૂળ રૂસી નામ ‘રિવિઝોર’. નાટકની સાથે જ એક ઉક્તિ છપાયેલી હતી : ‘પ્રતિબિંબ વિકૃત હોય તો દર્પણનો દોષ ના કાઢશો.’ આ પ્રહસનમાં દરેક પ્રેક્ષક પોતાનું પ્રતિબિંબ જોઈ ગોગૉલનો દોષ કાઢતો; પરંતુ ‘ઇન્સ્પેક્ટર જનરલ’ નાટકમાં અધિકારીવર્ગ પરના કટાક્ષને બદલે સર્જકને…

વધુ વાંચો >

ઇવાનૉવ, વ્સેવોલૉદ વ્યાચેસ્લાવૉવિચ

ઇવાનૉવ, વ્સેવોલૉદ વ્યાચેસ્લાવૉવિચ (જ. 24 ફેબ્રુઆરી 1895; અ. 15 ઑગસ્ટ 1963, મૉસ્કો) : રશિયન નવલકથાકાર અને નાટ્યકાર. કિશોરાવસ્થામાં ગૃહત્યાગ કરી અનેક પ્રકારની મજૂરી કરીને પેટ ભર્યું. સરકસમાં વિદૂષકની પણ ભૂમિકા કરી. સાઇબિરિયાના એક અખબારમાં એની પ્રથમ વાર્તા છપાતાં મૅક્સિમ ગૉર્કીનું ધ્યાન ખેંચાયું અને આ યુવાન લેખકને પ્રોત્સાહન મળ્યું. આંતરિક યુદ્ધ…

વધુ વાંચો >

ઍન્ડ ક્વાયેટ ફ્લોઝ ધ ડૉન

ઍન્ડ ક્વાયેટ ફ્લોઝ ધ ડૉન (1925-1940) : રશિયાના પ્રશિષ્ટ નવલકથાકાર મિખાઇલ ઍલેક્ઝાન્ડ્રૉવિચ શૉલોખૉવ (1905-1984) કૃત મહાનવલ. 1,500થી વધુ પૃષ્ઠમાં તે રશિયાની ડૉન નદીના કાંઠાના પ્રદેશની કોઝાક પ્રજાની વિશિષ્ટ ખાસિયતોનું યથાર્થ આલેખન કરે છે. અકિસન્યા આસ્તાખોવા અને ગ્રેગરી મેલેખોવના વેદનાપૂર્ણ છતાં મધુર પ્રણયજીવનની આ કથા છે. શાંતિ, પ્રથમ વિશ્વયુદ્ધ, મહાન રશિયન…

વધુ વાંચો >

એરેનબર્ગ ઇલિયા ગ્રિગૉર્યેવિચ

એરેનબર્ગ, ઇલિયા ગ્રિગૉર્યેવિચ (જ. 27 જાન્યુઆરી 1891, ક્રિયેવ; અ. 31 ઑગસ્ટ 1967, મૉસ્કો) : વિપુલ સાહિત્યના રશિયન સર્જક, નાટ્યકાર અને પત્રકાર, પાશ્ચાત્ય વિશ્ર્વમાં સોવિયેત નીતિના અસરકારક સમર્થક અને પ્રવક્તા. મધ્યમ વર્ગના યહૂદી કુટુમ્બમાં જન્મ. બાળપણમાં તેમના કુટુંબ સાથે મૉસ્કો આવ્યા. યુવાનીમાં ક્રાન્તિકારી જૂથો સાથે કામગીરી. યૌવનકાળમાં જેલવાસ ભોગવવો પડેલો. પહેલા…

વધુ વાંચો >

ઍલેક્સિવિચ, સ્વેતલાના (Alexievich, Svetlana)

ઍલેક્સિવિચ, સ્વેતલાના (Alexievich, Svetlana) (જ. 31 મે 1948, પશ્ચિમ યુક્રેન) : 2015નો સાહિત્યનો નોબેલ પુરસ્કાર પ્રાપ્ત કરનાર બેલારુસનાં મહિલા સાહિત્યકાર. તેઓ પત્રકાર અને નિબંધકાર પણ છે. સોવિયેત રિપબ્લિક ઑવ્ યુક્રેનમાં જન્મેલાં સ્વેતલાનાનાં માતા યુક્રેનિયન અને પિતા બેલારુસિયન હતાં. સ્વેતલાનાના જન્મસમયે તેઓ સોવિયેત આર્મીમાં સેવા આપતા હતા. તેમની સેવા સમાપ્ત થતાં…

વધુ વાંચો >

કાર્લોસ ફ્વેંટિસ (Carlos Fuentes)

કાર્લોસ ફ્વેંટિસ (Carlos Fuentes) (જ. 11 નવેમ્બર 1928; અ. 15 મે 2012, મેક્સિકો) : 1960 અને 70ના દશકાઓમાં લૅટિન-અમેરિકન સાહિત્યને વિશ્વફલક ઉપર એક નવું જોમ અને દિશા ચીંધવામાં  સિંહફાળો આપનાર. તેમના પિતા મેક્સિકન સરકારમાં રાજદ્વારીના હોદ્દા ઉપર હોવાના લીધે ફ્વેંટિસનું બાળપણ ભિન્ન ભિન્ન લૅટિન-અમેરિકન રાજધાનીઓમાં વીત્યું હતું. આ સંદર્ભે 1930થી…

વધુ વાંચો >