રશિયન સાહિત્ય

નૉબોકૉવ, સીરિન-વ્લાદિમીર

નૉબોકૉવ, સીરિન-વ્લાદિમીર (જ. 22 એપ્રિલ 1899, સેન્ટ પીટર્સબર્ગ, રશિયા; અ. 2 જુલાઈ 1977, Montreux, સ્વિટ્ઝર્લૅન્ડ) : રશિયન નવલકથાકાર. ‘લૂઝીનું રક્ષણ’, ‘ભેટ’ જેવી તેમની પ્રાયોગિક નવલકથાઓ એની કલ્પનાશીલ રોમાંચકતાને લીધે વીસમી સદીના ત્રીજા દાયકામાં ખૂબ લોકપ્રિય બની હતી. એમની ખૂબ જાણીતી નવલકથા ‘ફાંસી માટે નિમંત્રણ’માં જર્મન લેખક ફ્રાન્ઝ કાફકા જેવું કાવ્યાત્મક…

વધુ વાંચો >

બૂનિયન, ઇવાન ઍલેક્સેજેવિક

બૂનિયન, ઇવાન ઍલેક્સેજેવિક (જ. 23 ઑક્ટોબર 1870, વરૉનિશ, રશિયા; અ. 8 નવેમ્બર 1953, પૅરિસ, ફ્રાન્સ) : જાણીતા રશિયન કવિ, નવલકથાકાર અને વીસમી સદીના એક શ્રેષ્ઠ લેખક. ગરીબ અને નાના દરજ્જાના ઉમરાવ કુટુંબમાં જન્મ. એલેટ્સમાં પ્રાથમિક શિક્ષણ. મૉસ્કો યુનિવર્સિટીમાં એક વર્ષ અભ્યાસ કર્યા પછી આર્થિક કારણોસર કારકુનની નોકરી સ્વીકારી, પત્રકારત્વનું કામ…

વધુ વાંચો >

બેલિન્સ્કી, વિસારિયૉન ગ્રિગોરિયેવિચ

બેલિન્સ્કી, વિસારિયૉન ગ્રિગોરિયેવિચ (જ. 11 જૂન 1811, વિયાપોરી, રશિયા; અ. 7 જૂન 1848, સેન્ટ પીટર્સબર્ગ) : રશિયન સાહિત્યના ખ્યાતનામ વિવેચક. તેઓ રશિયાના મૂલગામી બુદ્ધિમાનોના ‘પિતામહ’ તરીકે ઓળખાતા હતા. મૉસ્કો યુનિવર્સિટીમાં અભ્યાસ પૂરો કર્યા બાદ પત્રકાર તરીકે કારકિર્દીનો પ્રારંભ (1832). તેમના નોંધપાત્ર વિવેચનાત્મક લેખો 1834માં ‘મોલ્વા’ નામના અખબારમાં પ્રસિદ્ધ થયા હતા.…

વધુ વાંચો >

બેલી, આંદ્રે

બેલી, આંદ્રે (જ. 1880, મૉસ્કો; અ. 1934) : નામી રુસી નવલકથાકાર, કવિ અને વિવેચક. મૂળ નામ બૉરિસ નિકોલેવિચ બ્યુગેવ. તેઓ અગ્રણી પ્રતીકવાદી (symbolist) લેખક હતા. શરૂઆતમાં તેઓ ધર્મશાસ્ત્રના તત્વજ્ઞાની વ્લાદિમીર સૉલોવિવના સંપર્કમાં અને પછી તેમના પ્રભાવ હેઠળ આવ્યા. મૉસ્કો યુનિવર્સિટીમાં હતા ત્યારે તેમણે અવનતિ-વિષયક કાવ્યો લખ્યાં, જે ‘ધ નૉર્ધર્ન સિમ્ફની’(1902)માં…

વધુ વાંચો >

બ્રૉડસ્કી, જૉસેફ

બ્રૉડસ્કી, જૉસેફ (જ. 1946, સેંટ પિટર્સબર્ગ, રશિયા; અ. 1996) : રશિયાના નામી કવિ. સમાજવાદી વિચારસરણી ધરાવતા હોવાનો આરોપ મૂકી તેમના પર કામ ચલાવવામાં આવ્યું હતું અને તેમને દેશનિકાલ કરવામાં આવ્યા હતા. છેવટે તેઓ અમેરિકા ચાલ્યા ગયા. 1977માં તેમને અમેરિકાના નાગરિક-હકો પણ આપવામાં આવ્યા. તેમણે રશિયન તથા અંગ્રેજી  એ બંને ભાષામાં…

વધુ વાંચો >

બ્લૉક, એલેકસાંદર એલેકસાંદ્રોવિચ

બ્લૉક, એલેકસાંદર એલેકસાંદ્રોવિચ (જ. 28 નવેમ્બર 1880, સેંટ પીટર્સબર્ગ, રશિયા; અ. 7 ઑગસ્ટ 1921, સેંટ પીટર્સબર્ગ) : રશિયન કવિ અને નાટ્યકાર. પ્રતીકવાદના પ્રમુખ પુરસ્કર્તા. યુરોપની આ ચળવળને રશિયન બીબામાં ઢાળનાર, ઉમરાવ કુટુંબના નબીરા. જોકે એમના અંતરાત્માના અવાજને અનુસરી આ ગ્રંથિમાંથી તેઓ વહેલા મુક્ત થઈ ગયા હતા. પિતા કાયદાશાસ્ત્રના પ્રાધ્યાપક અને…

વધુ વાંચો >

મેરેઝૉવસ્કી, દમિત્રી સર્ગેવિચ

મેરેઝૉવસ્કી, દમિત્રી સર્ગેવિચ (જ. 14 ઑગસ્ટ 1865, સેંટ પીટર્સબર્ગ, રશિયા; અ. 7 ડિસેમ્બર 1941) : રશિયાના નવલકથાકાર, કવિ તથા વિવેચક. તેઓ રશિયન પ્રતીકવાદના એક સ્થાપક લેખાય છે. તેમણે પીટર્સબર્ગની યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો અને પછી લેખનની કારકિર્દી અપનાવી. તેમની ઐતિહાસિક નવલકથાઓ તેમજ ટૉલ્સ્ટૉય, ઇબ્સન, ગૉગોલ, દૉસ્તોયેવ્સ્કી તથા દાન્તે જેવા કેટલાક મહાન…

વધુ વાંચો >

માયકૉવ્સ્કી, વ્લાદિમિર

માયકૉવ્સ્કી, વ્લાદિમિર (જ. 19 જુલાઈ 1893, બકાદાદી, કુતૈસી; અ. 14 એપ્રિલ 1930) : રશિયન કવિ અને નાટ્યકાર. પિતા કૉન્સ્તાન્તિનોવિચ. માતાનું નામ ઍલેક્ઝાન્દ્રા, પિતા વનસંરક્ષક હતા. પ્રારંભની કેળવણી કુતૈસીમાં. પિતાના મૃત્યુ બાદ માતા અને બહેનો સાથે મૉસ્કોમાં સ્થળાન્તર. અહીં સહપાઠીઓ સાથે રહી ક્રાન્તિકારી તરીકેની પ્રાથમિક તાલીમ લીધી. બૉલ્શેવિકો સાથે જોડાઈને મૉસ્કોના…

વધુ વાંચો >

યેવ્તુશેંકો, યેવજની (ઍલેક્ઝાન્ડ્રોવિચ)

યેવ્તુશેંકો, યેવજની (ઍલેક્ઝાન્ડ્રોવિચ) (જ. 18 જુલાઈ 1933, ઝિમા, રશિયા) : નામી રશિયન કવિ. 1944માં તેઓ મૉસ્કો આવી વસ્યા; ત્યાં ગૉર્કી ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ લિટરેચરમાં અભ્યાસ કર્યો. પ્રારંભિક કાવ્યસંગ્રહ ‘ધ થર્ડ સ્નો’ 1955માં પ્રગટ થયો અને તે સાથે જ અનુ-સ્ટાલિન સમયની નવી પેઢીના તેઓ અગ્ર પ્રવક્તા તરીકે ઊભરી આવ્યા. ‘ઝિમા જંક્શન’ (1961)…

વધુ વાંચો >

રશિયન ભાષા અને સાહિત્ય

રશિયન ભાષા અને સાહિત્ય રશિયાની સત્તાવાર ભાષા અને તેમાં રચાયેલું સાહિત્ય. રશિયન સામ્રાજ્ય અને પૂર્વ સોવિયેત યુનિયનની તે લોકભાષા (lingua franka) કહેવાતી. જૂનાં સોવિયેત પ્રજાસત્તાકોમાં હજુ પણ તે માતૃભાષા ઉપરાંતની બીજી ભાષા તરીકે ભણાવાય છે. તે ‘ગ્રેટ રશિયન’ તરીકે પણ ઓળખાય છે, સ્લાવિક ભાષાઓની પૂર્વ શાખાની બેલારુશિયન અને યુક્રેનિયનની જેમ…

વધુ વાંચો >