રવીન્દ્ર વસાવડા

ચાવડી

ચાવડી : ખાસ કરીને મંદિરોના સમૂહની સાથે ફક્ત સ્તંભો ઉપર ઊભી કરાતી ઇમારત. તે બધી બાજુથી ખુલ્લી રખાતી. મંદિરોના સમૂહ સાથે ખાસ કરીને ધાર્મિક વિધિ કે પ્રવૃત્તિ માટે ઉપયોગી થાય તે માટે આવી ઇમારતો રચાતી. સમૂહમાં ધર્મની ક્રિયાઓના સંદર્ભમાં બહોળા સમુદાયને સમાવી શકાય તે હેતુથી આની રચના થતી. ઘણી વખત…

વધુ વાંચો >

ચિશ્તીની કબર શેખ સલીમ

ચિશ્તીની કબર શેખ સલીમ : 1571 દરમિયાન ફતેહપુર સિક્રીની જામી મસ્જિદના બાંધકામ દરમિયાન સંત શેખ સલીમ ચિશ્તીની યાદગીરીમાં સમ્રાટ અકબરે બંધાવેલ કબર. 7.3 મી.ના સમચોરસ આકારની ઇમારતમાં અંદર 4.9 મી.ના વ્યાસવાળા ઓરડામાં આ કબર બનાવેલી છે. મૂળ બાંધકામ ઉત્કૃષ્ટ પથ્થરમાંથી થયેલ; પાછળથી જહાંગીરના વખતમાં તે સંપૂર્ણ આરસમાં બંધાવેલી. બાંધકામની કળામાં…

વધુ વાંચો >

ચીએન મૅન દરવાજો બેજિંગ

ચીએન મૅન દરવાજો બેજિંગ : આ ઇમારત ચેંગ યાન્ગ મૅન તરીકે પણ જાણીતી છે અને બેજિંગને ફરતા કોટની દીવાલના દક્ષિણ ભાગમાં દરવાજા તરીકે બંધાયેલ છે. મિંગ શાસન દરમિયાન બંધાયેલા આ દરવાજાઓ ઈંટનો ઉપયોગ કરી બંધાયેલ અને ચીની પદ્ધતિથી લાકડાના છાપરા વડે ઉપલી ઇમારત કરાયેલ. મિંગ શાસનકાળની પંદરમીથી સત્તરમી સદી દરમિયાનની…

વધુ વાંચો >

ચૂનો

ચૂનો : લીંપણ માટે દીવાલો પર વપરાતો માલ. પ્લાસ્ટર. ખાણના ઉપલા સ્તરમાંથી મળતા પથ્થરને પીસી તેનો ભૂકો કરવામાં આવે ત્યારબાદ જુદી જુદી પ્રક્રિયાઓ દ્વારા બારીક દળ તરીકે રૂપાંતર પામેલ માલને પાણી તથા રેતીમાં મિશ્ર કરી દીવાલો પર લગાવવામાં આવે છે, જેથી લીસી સપાટી મળે છે. ખૂબીદાર પ્લાસ્ટર માટે પણ ચૂનાનો…

વધુ વાંચો >

ચેન્સેલ

ચેન્સેલ : દેવળના સ્થાપત્યમાં વેદી(altar)ની પૂર્વ બાજુએ કરાતી રચના. લૅટિન ભાષાના cancellus શબ્દ પરથી આવેલ અંગ્રેજી શબ્દ. તેમાં ખાસ કરીને પ્રતિષ્ઠિત વ્યક્તિઓને પ્રાર્થના દરમિયાન બેસવા માટે અલગ વ્યવસ્થા રખાયેલ હોય છે. પાદરીઓ તથા ગાયકવૃંદ માટે અનામત રખાતી જગ્યા માટે પણ તે વપરાય છે. આ વિભાગને ઘણી વાર દેવળના મુખ્ય ભાગથી…

વધુ વાંચો >

ચૅપલ

ચૅપલ : અમુક પરિવાર અથવા સંસ્થાનું ખાનગી દેવળ. આનો ઉપયોગ નાના સમૂહમાં પ્રાર્થના માટે થાય છે. ઘણી ધાર્મિક અથવા સામાજિક સંસ્થાઓમાં આવા દેવળની સગવડ કરવામાં આવે છે, જેથી દૈનિક દિનચર્યા દરમિયાન પ્રાર્થના માટે અનુકૂળતા રહે છે. રવીન્દ્ર વસાવડા

વધુ વાંચો >

ચૈત્ય

ચૈત્ય : બૌદ્ધ સ્થાપત્યનો એક પ્રકાર. વસ્તુત: ચૈત્ય શબ્દ સંસ્કૃત चिता સાથે સંબંધિત છે. બૌદ્ધ અને જૈન સાહિત્યમાં ચિતાસ્થાન પર કે મૃતકની ભસ્મ પર સ્મૃતિ મંદિરની રચનાની તેમજ વૃક્ષારોપણની જૂની પરંપરાના ઉલ્લેખો મળે છે. રામાયણ અને મહાભારત જેવા ગ્રંથોમાં પવિત્ર વેદી, દેવસ્થાન, પ્રાસાદ, ધર્મસ્થાનમાંનું પીપળાનું વૃક્ષ વગેરે માટે ચૈત્ય શબ્દ…

વધુ વાંચો >

ચૈત્યગૃહ, ભાજા અને બેડસા :

ચૈત્યગૃહ, ભાજા અને બેડસા : બૌદ્ધ શૈલીના હીનયાન સમયના સૌથી પુરાણા ચૈત્યના 2 નમૂના. (અનુક્રમે) ઈ. પૂ. બીજી સદી અને પહેલી સદી દરમિયાન તે કોરી કાઢવામાં આવેલ. આ નમૂનાની પ્રાચીનતાનો ખ્યાલ ખાસ કરીને બંનેમાં પ્રતીત થતી બાંધકામની કળા પરથી આવે છે. તે અગાઉની કાષ્ઠશૈલીઓનું આબેહૂબ અનુકરણ છે, ખાસ કરીને તેના…

વધુ વાંચો >

ચૉકી

ચૉકી : ચૈત્યોના પ્રવેશમાં અથવા મકાનોની અંદરના ભાગમાં સ્તંભોની હારમાળા વચ્ચે આયોજિત જગ્યા. ચૉકી દ્વારા એક માપ, પ્રમાણ નિશ્ચિત થતું તેના આધારે મકાનની અંદરના ભાગોને પ્રમાણ મળતું. પ્રવેશદ્વારોની રચનામાં પણ બાહ્ય વિસ્તારનું આયોજન આ માપના આધારે કરાતું. ચૉકીના માપનો આધાર સ્તંભોની કુંભીના માપ પર આયોજિત ઊંચાઈ તથા પહોળાઈ બંને સ્તંભો…

વધુ વાંચો >

ચૌલ્ટ્રી

ચૌલ્ટ્રી : દક્ષિણનાં મંદિરોના સ્થાપત્યમાં મંદિરોના સંકુલમાં રચવામાં આવતો વિશાળ મંડપ. આવા મંડપોની રચના એક અથવા વધારે દાનવીરોની યાદમાં કરવામાં આવતી અને તેમાં વપરાયેલા સ્તંભો સાથે ઘણી વખત દાનવીરોની પ્રતિમાઓ જોડવામાં આવતી. આવા મંડપોમાં ધાર્મિક વિધિઓ માટે સમૂહોમાં લોકો એકઠા થતા. ખાસ કરીને મદુરા અને તાંજોરનાં મંદિરો સાથે બંધાયેલી આવી…

વધુ વાંચો >