રવીન્દ્ર વસાવડા
બડાખાનકા ઘૂમટ
બડાખાનકા ઘૂમટ : એક ઐતિહાસિક સ્થાપત્ય. દિલ્હીની લોદી સલ્તનત (ઈ. સ. 1451–ઈ. સ. 1526) દરમિયાન બંધાયેલ મકબરાઓમાં બડાખાનકા ઘૂમટ એક મહત્ત્વની ઇમારત છે. ચતુષ્કોણાકાર ઢાંચામાં બંધાયેલો આ મકબરો લગભગ 24 મીટરની ઊંચાઈ ધરાવે છે. અષ્ટકોણાકારના બીજા પ્રકારના મકબરાઓની સરખામણીમાં આ જાતના ચતુષ્કોણાકાર મકબરાઓનું બાંધકામ મજબૂત દીવાલોના આધાર પર કરવામાં આવતું,…
વધુ વાંચો >બંગાળના ગ્રામ-આવાસો
બંગાળના ગ્રામ-આવાસો : બંગાળ અને પૂર્વીય હિમાલયના વિસ્તારોમાં વનસ્પતિજન્ય માલસામાન તથા નદીના તટપ્રદેશોની માટીના ઉપયોગવાળાં બાંધકામની પદ્ધતિઓ. તે ઘણી જ પ્રચલિત છે. વાંસ તથા વળીના ઉપયોગની સાથે સાથે આ કુદરતી રીતે પ્રાપ્ય સામાનને લગતી કારીગીરીનો પણ ખૂબ જ વિકાસ થયેલો છે. પ્રણાલિકાગત ઘરોમાં, ગામડાંઓમાં વળી તથા વાંસના આધારો પર લાંબાં…
વધુ વાંચો >બાડા
બાડા : ઓરિસા શૈલીનાં વિકસિત સ્વરૂપનાં મંદિરોમાં ગર્ભગૃહ અને જગમોહનને ફરતી દીવાલોની વિશિષ્ટ રચના. ઓરિસામાં દેવાલયને ‘દેઉલ’ કહે છે. ત્યાં શરૂઆતમાં એકલું ગર્ભગૃહ જ રખાતું ને પછી એની આગળ બીજા ખંડ ઉમેરાતા ગયા ત્યારે પણ દેવાલયનું મુખ્ય અંગ એ જ રહ્યું. આથી ગર્ભગૃહને પણ ‘દેઉલ’ કે ‘બાડા દેઉલ’ કહે છે.…
વધુ વાંચો >બારાઝાંજી
બારાઝાંજી : ઓરિસાનાં મંદિરોમાં ગર્ભગૃહના પ્રવેશદ્વાર પરની કોતરણી. ઓરિસાનાં મંદિરોમાં જુદા જુદા ભાગોની રચના એક વિશાળ પીઠ પર કરવામાં આવે છે અને દરેક ભાગના પ્રવેશદ્વારની રચનામાં આગવી કારીગરી દર્શાવાય છે. પ્રવેશદ્વારની રચનાનું પ્રમાણ પણ મંદિરના જે તે ભાગને – મુખ્યત્વે ગર્ભગૃહને અનુરૂપ હોય છે; આથી તેનું ઊર્ધ્વદર્શન અત્યંત ભવ્યતાપૂર્વક રીતે…
વધુ વાંચો >બારાદરી
બારાદરી : મુસાફરો માટે રહેણાક અંગે બાંધવામાં આવતી ઇમારત. ખાસ કરીને શહેરો-નગરોની બહાર, આવતા-જતા કે પસાર થતા મુસાફરો માટે રહેવાની–રાતવાસો કરવાની વ્યવસ્થા ત્યાં કરવામાં આવતી. બારાદરીની ઇમારતો ખાસ કરીને વિશાળ પ્રાંગણની આસપાસ હારબંધ ઓરડા તથા ઓસરીની રચના કરીને બાંધવામાં આવતી; જેથી સંખ્યાબંધ મુસાફરો તેમના કાફલા સાથે વાસ કરી શકે. આવી…
વધુ વાંચો >બાર્બિકન
બાર્બિકન : કિલ્લાઓના દરવાજાને આવરી લઈને કરાતી વિશિષ્ટ ઇમારતી રચના. તેના દ્વારા કિલ્લાઓના પ્રવેશ આંટીઘૂંટીવાળા બની જતા. તેથી આગંતુક જૂથ સહેલાઈથી કિલ્લાની અંદર પ્રવેશી ન શકે. આ જાતની રચના ખાસ કરીને સલામતીની ર્દષ્ટિએ કિલ્લાઓમાંના પ્રવેશને સામાન્ય ન બનાવવા માટે કરાતી. આવી રચનાને horn work પણ કહેવામાં આવે છે. આ જાતની…
વધુ વાંચો >બાંધણ
બાંધણ : દીવાલની રચનામાં પાટલીની જેમ ગોઠવાયેલ પથ્થરોનો થર. આ થર દીવાલોની રચનામાં અમુક ઊંચાઈએ નિયમિતપણે કરવામાં આવે છે, જેથી દીવાલની તાકાત જળવાઈ રહે. આ બાંધણને કંડારીને કલાત્મક રીતે કોતરવામાં આવે છે. જુદી જુદી ભાતની કોતરણી કરી તેની રચનાથી દીવાલની સુંદરતામાં વધારો કરવાના હેતુથી ઓરિસાનાં મંદિરોમાં આ જાતની શૈલી ઘણી…
વધુ વાંચો >બુરજ
બુરજ : મિનાર અથવા દીવાલો સાથે સાંકળવામાં આવતો નળાકાર ભાગ, જે મોટી દીવાલોને આધારરૂપ પણ રહેતો. બુરજ દીવાલોના ભાગ તરીકે ઘણી જગ્યાએ જોવા મળે છે. જ્યાં કોટ-કિલ્લાની રાંગ હોય, તથા ઘાટ વગેરેની દીવાલો હોય ત્યાં તે દીવાલની ટોચે બંધાયેલ હોય છે. બુરજની રચનામાં ઘણી વાર ઇમારતોના આંતરિક ભાગો પણ સાંકળી…
વધુ વાંચો >બેઇઝીદનું કુલીલ્લીય
બેઇઝીદનું કુલીલ્લીય : એદિર્ન, તુર્કીની એક પ્રસિદ્ધ મસ્જિદ. મધ્ય એશિયાના તુર્કોએ બાયઝેન્ટાઇનને મન્ઝીકર્ત (1071 ઈ. સ.)ના યુદ્ધમાં હરાવી રમની સલ્તનતન સ્થાપી અને કોન્યામાં રાજધાની કરી (ઈ. સ. 1234). આર્મેનિયન અને સીરિયાની શૈલીની ઇમારતોની બાંધણી પર આધારિત સ્થાપત્યશૈલીનો વિકાસ આ સમય દરમિયાન થયો. આ પછીના સમયમાં બંધાયેલ કુલીલ્લીય મસ્જિદ (ઈ. સ.…
વધુ વાંચો >બેકી
બેકી : ઓરિસા મંદિરશૈલીમાં શિખર ઉપરનો કંઠનો નળાકાર પથ્થર. ઓરિસાના રેખા-દેઉલના શિખર પર આમલકનો વર્તુળાકાર પથ્થર બેસાડવા માટે આ પથ્થર વપરાય છે. આ પથ્થરના પ્રયોગથી શિખરનું ઊર્ધ્વ દર્શન અત્યંત પ્રભાવશાળી બને છે. ભુવનેશ્વરના લિંગરાજ મંદિર અને પુરીના જગન્નાથ મંદિરમાં 38થી 46 મીટર ઊંચાઈએ 9 મીટર જેટલો વ્યાસ ધરાવતા વિશાળ આમલકને…
વધુ વાંચો >