રવીન્દ્ર વસાવડા

પુષ્કરણી

પુષ્કરણી : મંદિરો સાથે સંકળાયેલ કુંડ. મંદિરોના સંકુલમાં તેની પવિત્રતાને કારણે તેનું સ્થાન ઘણું જ અગત્યનું છે. ઉત્તર અને દક્ષિણ તેમજ મધ્ય ભારતીય સ્થાપત્યમાં ખાસ કરીને મંદિરોનાં સંકુલોમાં દરેક સ્થળે મુખ્ય મંદિરની સાથે કુંડની વ્યવસ્થા સંકળાયેલી હોય છે. ગુજરાતમાં પણ મોઢેરા, વડનગર, સિદ્ધપુર વગેરે સ્થળે આવેલા કુંડોની રચના પ્રસિદ્ધ છે.…

વધુ વાંચો >

પુષ્પબંધ

પુષ્પબંધ : દ્રવિડ શૈલીના સ્થાપત્યમાં સ્તંભશીર્ષના ભાગરૂપ રચના. તેને પુષ્પબોધિકા પણ કહેવામાં આવે છે. આ રચનાનો ઘાટ ખાસ પુષ્પમાળાના રૂપમાં થતો હોય છે. આ ભાગ ખાસ કરીને સ્તંભશીર્ષથી આગળ રખાય છે, જેથી તે લટકતો દેખાય અને ઊઘડતા ફૂલનો આભાસ આપે. બાંધકામની દૃષ્ટિએ તેનું સ્વરૂપ ભરણી જેવું લાગે. તે ઉપરના પાટડાને…

વધુ વાંચો >

પેડિમેન્ટ (2)

પેડિમેન્ટ (2) : ઇમારતના સ્થાપત્યના આગળના ભાગના શિખર પરની ત્રિકોણવાળી રચના. પાશ્ચાત્ય શૈલીના સ્થાપત્યમાં આનો ભાવાર્થ અલગ અલગ શૈલીઓમાં અલગ અલગ થાય છે. પ્રશિષ્ટ સ્થાપત્યમાં કાંગરીથી સંકળાયેલ સ્તંભશીર્ષ ઉપરની દીવાલનો ત્રિકોણાકાર ભાગ; રેનેસાં સ્થાપત્યશૈલીમાં કોઈ પણ છતના છેડાની બાજુઓ ત્રિકોણાકાર અથવા વર્તુળની ચાપના આકારનો ભાગ. ગૉથિક શૈલીના સ્થાપત્યમાં છતની બાજુનો…

વધુ વાંચો >

પૅતિયો

પૅતિયો : મકાનની અંદર ચોતરફ થાંભલીઓની રચનાથી શોભતો ખુલ્લો ચૉક. પાશ્ચાત્ય સ્થાપત્યની પરિભાષા પ્રદેશાનુસાર જુદી જુદી હોય છે; પરંતુ તેના મૂળમાં લૅટિન ભાષાનો ઘણો ફાળો રહેલો છે. સમયાંતર અને વિકાસને લઈને ઐતિહાસિક સંકલનને પરિણામે પ્રાંતીય પરિભાષાઓ પણ તેટલી જ સમૃદ્ધ થઈ અને જુદા જુદા પ્રાંતોમાં સ્થાપત્યના વિકાસની સાથે સાથે આની…

વધુ વાંચો >

પૉં દુ ગાર્દ

પૉં દુ ગાર્દ : ઈ. સ. 14માં ફ્રાન્સમાં નિમેસ ખાતે ગાર્દ નદી પરનો પુલ. પાણીની નહેરના બાંધકામના એક ભાગ રૂપે બંધાયેલ. નદીના પટમાં 269 મી. લાંબી આ ઇમારત બેવડું કામ કરવા બંધાયેલ. પાણીની નહેર અને નીચેના ભાગમાં રસ્તો. આ જાતની રચના યુરોપીય દેશોમાં પાણીની નહેરને ઊંચાઈ ઉપરના ભાગમાં લઈ જવા…

વધુ વાંચો >

પ્રતિદ્વારરક્ષક

પ્રતિદ્વારરક્ષક : શિવ અથવા વિષ્ણુનાં મંદિરોમાં પ્રવેશદ્વારની બંને બાજુએ બે અથવા ચાર ભુજાવાળા રક્ષકોની પ્રતિમા. તે દ્વારશાખાના બહારના ભાગમાં કંડારવામાં આવે છે. આ પ્રતિમાઓ વિષ્ણુનાં મંદિરોમાં જય અને વિજયના નામે ઓળખાય છે. જ્યારે શિવમંદિરોમાં આવી પ્રતિમાઓનાં નામ હોતાં નથી. દેવીઓનાં મંદિરોમાં આ પ્રતિમાઓ સ્ત્રી-દ્વારરક્ષકોની હોય છે. દ્વારરક્ષકો, દ્વારપાલો વગેરે અલગ…

વધુ વાંચો >

પ્રતિહાર-મંદિરો

પ્રતિહાર-મંદિરો : ગુપ્તકાળ અને મધ્ય યુગની વચ્ચેના ગાળામાં પ્રચલિત કળાશૈલીવાળું સ્થાપત્ય ધરાવતાં મધ્ય અને ઉત્તર ભારતમાંનાં મંદિરો. પ્રતિહાર રાજવીઓનું સામ્રાજ્ય રાજસ્થાનથી શરૂ થઈ પશ્ચિમ ભારતમાં ફેલાયું. આ શૈલીમાં ગુપ્તકાલીન શૈલીઓની અસર મૂળભૂત રીતે સચવાઈ રહેલી અને તેના દ્વારા મધ્યયુગ સુધી આ પ્રણાલીઓનો પ્રભાવ જળવાઈ રહેલો. તેમાં મધ્ય ભારતમાં ચંડેલ, કચ્છપઘાટની…

વધુ વાંચો >

પ્રદક્ષિણા પથ

પ્રદક્ષિણા પથ : મંદિરોમાં ગર્ભગૃહની ફરતે રખાયેલ ભ્રમતિ. આનો લાભ નિજ મંદિરની આજુબાજુ પરિક્રમા કરવા માટે લેવામાં આવે છે. ઉત્તર ભારતનાં મંદિરોના પ્રાકારોમાં આ જાતની વ્યવસ્થા વિશેષ જોવા મળે છે. પ્રદક્ષિણા પથ ધરાવતાં મંદિરને સાંધાર પ્રાસાદ અને પ્રદક્ષિણા પથ વિનાના મંદિરને નિરંધાર પ્રાસાદ કહે છે. રવીન્દ્ર વસાવડા

વધુ વાંચો >

પ્રાકારમ્

પ્રાકારમ્ : મકાનની અંદરના ભાગમાંનો ચોક અથવા દ્રવિડ સ્થાપત્યના સંદર્ભમાં, મંદિરોના નગરમાં મંદિરનો ફરતો બાંધવામાં આવતો કોટ. પ્રાકારમ્ની સંખ્યા ઘણી વાર ત્રણ-ચારથી પણ વધારે રહેતી. તેમાં મંદિરોના સમૂહને આવરી લેતી ખુલ્લી જગ્યાને પણ પ્રાકારમ્ તરીકે ઓળખવામાં આવતી. આ કોટ મંદિરના સંકુલના ઉત્તરોત્તર વિકાસને અનુલક્ષીને મંદિરોની હદ બાંધવા બંધાતા અને પ્રાકારમની…

વધુ વાંચો >

પ્રેહ-કો મંદિર

પ્રેહ-કો મંદિર : પ્રાચીન કંબુજદેશ(કંબોડિયા)ના રોલુસ નગરમાં આવેલું એક સ્મૃતિમંદિર. રાજા ઇંદ્રવર્મા(877–889)એ કંબુજના મહાન રાજા જયવર્મા બીજા(802–850)ની સ્મૃતિમાં આ મંદિર બંધાવી શિવપૂજા માટે અર્પણ કર્યું હતું. પ્રશિષ્ટ ખ્મેર સ્થાપત્યશૈલીના પ્રારંભના સમયનું આ વિશિષ્ટ દેવાલય છે. ચાર પ્રાકારો વચ્ચે ઘેરાયેલા, અગાસીયુક્ત છ પિરામિડો પર છ મિનારાઓ ધરાવતા આ મંદિરનો બહારનો પ્રાકાર…

વધુ વાંચો >