રવીન્દ્ર વસાવડા

નાળમંડપ

નાળમંડપ : પગથિયાં, સીડી, મંદિરમાં પ્રવેશદ્વાર સાથે સંકળાયેલ મંડપને નાળમંડપ કહેવામાં આવે છે. મંદિરોના સ્થાપત્યમાં ગૂઢમંડપમાં પ્રવેશવા જ્યારે મંડપની ફરસની ઊંચાઈ આજુબાજુના જમીન, પ્રાંગણના સ્તરથી ઊંચે રખાતી ત્યારે પગથિયાંની ઉપર નાળમંડપ રચાતો. આનું આયોજન પણ ગૂઢમંડપના ભાગ રૂપે જ કરાતું. શિવમંદિરની સાથે નંદીના સ્થાનને ફરતો રચાતો મંડપ નંદીમંડપ તરીકે ઓળખાતો.…

વધુ વાંચો >

નાળુકેટ્ટુ ઘરો

નાળુકેટ્ટુ ઘરો : કેરળનાં ઘરો. તે સ્થાપત્યની દૃષ્ટિએ એક અત્યંત આગવી શૈલી ધરાવે છે. ઘરોની રચના તેની બાજુઓની સંખ્યા પ્રમાણે નામ ધારણ કરે છે. નાળુકેટ્ટુ એટલે ચાર બાજુવાળું ઘર. આવી જ રીતે એટ્ટુકેટ્ટુ એટલે આઠ બાજુવાળું ઘર. દરેક પાંખ(wing)માં જુદી જુદી સગવડોની રચના કરાયેલ હોય છે. વચ્ચે એક આંગણું હોય…

વધુ વાંચો >

નીજો કિલ્લો, ક્યોટો

નીજો કિલ્લો, ક્યોટો : સત્તરમી સદીના જાપાની કાષ્ઠસ્થાપત્યનો લાક્ષણિક નમૂનો. જાપાનના મધ્યકાલીન સ્થાપત્યમાં પથ્થર અને લાકડામાંથી બનાવાયેલા કિલ્લા મહત્ત્વના છે. આમાંના ઘણાખરાનું હવે અસ્તિત્વ રહ્યું નથી; કારણ કે સત્તરમી સદી પછી આવા કિલ્લાનું બાંધકામ થયું ન હતું. કિલ્લાની અંદર પ્રણાલીગત આવાસો અને તેનું બાંધકામ અર્વાચીન યુગ સુધી પ્રચલિત રહ્યું છે.…

વધુ વાંચો >

નીશી-હોન્ગાન-જી (મંદિર), ક્યોટો

નીશી-હોન્ગાન-જી (મંદિર), ક્યોટો : આશરે 1657માં બંધાયેલ  જાપાનનું ધાર્મિક સ્થળ. તેનું આયોજન તત્કાલીન જાપાની શૈલીમાં પ્રચલિત સ્થાપત્યની પ્રણાલીઓને અનુરૂપ થયેલું છે. બગીચા અને મકાનની સંલગ્ન પરિસર તથા ચતુષ્કોણાકાર સાદડીના માપથી રચાયેલ ફરસ-વિસ્તાર આ આયોજનના મુખ્ય અંગ રૂપે છે. સ્વાગત-કક્ષ, પાદરીઓ માટે ખાનગી રહેણાક અને અલાયદું બાંધવામાં આવેલ મંદિર આમાં સમાવાયેલાં…

વધુ વાંચો >

નેપાળનું કાષ્ઠસ્થાપત્ય

નેપાળનું કાષ્ઠસ્થાપત્ય : નેપાળમાં ઘરો અને ઇમારતોમાં યોજાતી કાષ્ઠકલાકારીગરી. લોકોપયોગી ઇમારતો અને ઘરો-આવાસોનાં બાંધકામની રચના માટે નેપાળમાં લાકડાનો અને ઈંટોનો આગળ પડતો ઉપયોગ થયેલો છે. ઈંટોની દીવાલો અને લાકડાની થાંભલીઓ તથા બારીઓ અને ઝરૂખા ઇમારતોમાં એક આગવી લાક્ષણિકતા બની રહે છે. કાષ્ઠકલાકારીગીરી પણ ઉત્કૃષ્ટ પ્રકારની હોય છે. તેનું પ્રમાણ ઇમારતોમાં…

વધુ વાંચો >

નૉસોસ

નૉસોસ : ક્રીટમાં આવેલો ભવ્ય રાજમહેલ. પ્રાગૈતિહાસિક ઇજિપ્તને સમાંતર મધ્યપૂર્વની સંસ્કૃતિઓની પણ આગવી સ્થાપત્ય-શૈલીઓ વિકસેલી હતી. ઈ. સ. પૂ. આશરે 3000 વર્ષના અરસામાં મેસોપોટેમિયાની પ્રજા ઈંટોની ભવ્ય ઇમારતો બાંધતી. આ સંસ્કૃતિની કળા નાઇલની સંસ્કૃતિઓ સાથે મળતી આવતી હતી. વળી તેની ધાર્મિક સ્થાપત્યો અને વસવાટોના બાંધકામની પ્રણાલીએ એક ભવ્યતાની સીમા સિદ્ધ…

વધુ વાંચો >

પટ્ટ

પટ્ટ : બે થાંભલા વચ્ચેના દરવાજા કે બારી ઉપરના આધારને પટ્ટ કહેવાય છે. તે પથ્થરની એક જ પાટમાંથી ઘડાયેલ હોવાથી કદાચ આ નામે ઓળખાય છે. આવા પટ્ટ દ્વારા દરવાજાની બારી અથવા દીવાલમાંના બાકોરાની ઉપર ફરીથી ચણતર થઈ શકે છે. અંગ્રેજીમાં આને ‘લિંટલ’ અથવા ‘બીમ’ કહેવાય છે. ‘ઓતરંગ’ કે ‘પાટડો’ ‘પટ્ટ’ના…

વધુ વાંચો >

પદ્મન

પદ્મન : દક્ષિણ ભારતીય સ્થાપત્યમાં પ્રચલિત કમળાકાર ઘાટ. ખાસ કરીને દીવાલના નીચલા થરના ઘાટ કમળની પાંખડીઓના આકારમાં કંડારવામાં આવતા અને તેથી આ થરને પદ્મન કહેવામાં આવતો. કમળ અને તેના ફૂલના બીજકોશનું ભારતીય સ્થાપત્યમાં ઘણું મહત્ત્વ છે અને તેને સર્જન સાથે સાંકળવામાં આવે છે. આથી સ્તંભો, દીવાલના નીચલા થર અથવા પીઠના…

વધુ વાંચો >

પરસ્તર

પરસ્તર : મંદિરમાં થાંભલાની ઉપરનો ભાગ. તેમાં શીર્ષ, પટ્ટ (પટા) અને છાજલીના ભાગો સમાયેલા હોય છે. થાંભલા ઉપરના પરસ્તરના આધારે ઉપલી ઇમારત રચાય છે. પાશ્ચાત્ય સ્થાપત્યમાં આ સુસંગત રચનાને entablature કહેવાય છે. મંદિરોના સ્થાપત્યમાં મુખમંડપ, સભામંડપ, રંગમંડપ વગેરેની રચના સ્તંભાવલિના આધારે કરાય છે અને સ્તંભો પર આધારિત ઉપલી ઇમારતની રચનાશૈલીને…

વધુ વાંચો >

પરિચક્ર

પરિચક્ર : ગુલદસ્તાના આકારમાં કોતરાયેલી એક ભાત. તેના ઉપર બૌદ્ધ સ્થાપત્યમાં કઠેડાની (railing) ઊભી થાંભલીઓને આકર્ષક રીતે કોતરવામાં આવતી. આવા કઠેડાઓ ખાસ કરીને બૌદ્ધ સ્તૂપોને ફરતી પગથીઓ ઉપર રચવામાં આવતા, જેથી લોકો સ્તૂપની આજુબાજુ પ્રદક્ષિણા કરી રવીન્દ્ર વસાવડા

વધુ વાંચો >