રવીન્દ્ર વસાવડા

જુમ્મા મસ્જિદ

જુમ્મા મસ્જિદ : ઇસ્લામના અનુયાયીઓ માટે શુક્રવારે સામૂહિક નમાજ પઢવાનું સ્થળ. ઇસ્લામના ફેલાવા સાથે મુસલમાન વસ્તી વધી, તેવાં સ્થળોએ મુખ્યત્વે મુસલમાન બાદશાહોએ આ મસ્જિદો બંધાવી. આવી જુમ્મા મસ્જિદોમાં અમદાવાદ, દિલ્હી, આગ્રા, દોલતાબાદ, શ્રીનગર, ગુલબર્ગ આદિની મસ્જિદો નોંધપાત્ર છે. અમદાવાદમાં 1424માં જુમ્મા મસ્જિદનું બાંધકામ પૂરું થયું. તેનું બાંધકામ સુલતાન અહમદશાહે કરાવ્યું…

વધુ વાંચો >

જેફર્સન ટૉમસ

જેફર્સન, ટૉમસ (જ. 13 એપ્રિલ 1743, ગુચલૅન્ડ, આલ્બેમેરી કાઉન્ટી, વર્જિનિયા; અ. 4 જુલાઈ 1826, મૉન્ટીસેલો, વર્જિનિયા, યુ.એસ.) : અમેરિકાના ત્રીજા પ્રમુખ (1801–1809), અમેરિકાના સ્વાતંત્ર્ય ઘોષણાપત્રના ઉદગાતા. વર્જિનિયા યુનિવર્સિટીના સ્થાપક, સ્થાપત્યમાં નિપુણ, કાયદાના નિષ્ણાત, અગ્રગણ્ય વિદ્વાન તથા વ્યક્તિસ્વાતંત્ર્યના પ્રખર હિમાયતી નેતા. તેમનો જન્મ અને ઉછેર વર્જિનિયા રાજ્યના એક ખેડૂત કુટુંબમાં થયો.…

વધુ વાંચો >

જૉન્સ, ઇનિગો

જૉન્સ, ઇનિગો (જ. 15 જુલાઈ 1573 લંડન; અ. 21 જૂન 1652, લંડન) : અંગ્રેજી રૅનેસાંના તારણહાર સ્થપતિ. તેમનો ફાળો અંગ્રેજી સ્થાપત્યના ઇતિહાસમાં ઘણો જ અગત્યનો છે. તેના મૂળમાં જૉન્સનો ઇટાલિયન સ્થાપત્યનો ઊંડો અભ્યાસ અને શાસ્ત્રીયતાની સૂઝ રહેલાં છે. તે શૅક્સપિયરના લગભગ સમવયસ્ક અને સ્મિથ્સફીલ્ડના એક કાપડની મિલના કામદારના પુત્ર હતા.…

વધુ વાંચો >

જોર બંગલા (વિષ્ણુપુર)

જોર બંગલા (વિષ્ણુપુર) : બંગાળમાં બાંકુરા જિલ્લામાં, વિષ્ણુપુર માટીકામથી બાંધેલાં (terralota) મંદિરોનાં સ્થાપત્ય માટે વિખ્યાત છે. બંગાળનાં ગામડાંનાં ઘરોમાં વપરાતા લાકડાના આધારવાળાં, ઘાસની સાદડીઓથી ઢંકાયેલાં છાપરાં ત્યાંની બાંધકામની પ્રણાલીની વિશેષતા છે. આ આકારને તેટલી જ કુશળતાથી માટીની ઈંટો દ્વારા બંધાયેલાં વિષ્ણુપુરનાં મંદિરોમાં પણ આગવી શૈલી પ્રાપ્ત થયેલી છે. જોર બંગલા…

વધુ વાંચો >

જ્યૉર્જિયન સ્થાપત્ય (અઢારમી સદી  ઉત્તરાર્ધ)

જ્યૉર્જિયન સ્થાપત્ય (અઢારમી સદી  ઉત્તરાર્ધ) : ઇનિગો જૉન્સની હયાતીનાં લગભગ 100 વર્ષ પછી તેમની શૈલી દ્વારા પ્રચલિત પલ્લાડિયોની નવપ્રશિષ્ટતાના ફરીથી ઉદભવેલ સ્વરૂપે જ્યૉર્જિયન સ્થાપત્યશૈલીની શરૂઆત થઈ ગણાય છે. રાજા જ્યૉર્જ 1, 2 અને 3ના સમય(1714–1820)માં પ્રચલિત થવાથી તે જ્યૉર્જિયન શૈલી કહેવાઈ. અંગ્રેજી સ્થાપત્યમાં બારોક શૈલીનો અસ્વીકાર થયો. જ્યૉર્જિયન સ્થાપત્ય વિશાળ…

વધુ વાંચો >

ઝિગુરાત

ઝિગુરાત : પ્રાચીન સુમેર, બૅબિલોનિયા અને ઍસીરિયન સંસ્કૃતિ સાથે સંકળાયેલ વિશિષ્ટ ધાર્મિક સ્થાપત્ય. ‘ઝિગુરાત’નો અર્થ થાય છે પર્વતની ટોચ કે શિખર. સુમેરિયનો પોતાના પર્વતાળ પ્રદેશના વતનને છોડીને ઈ. સ. પૂ. ચોથી સહસ્રાબ્દીના અંતમાં મેસોપોટેમિયાનાં મેદાનોમાં આવ્યા ત્યારે આ પ્રકારનાં ધાર્મિક સ્થળોની જરૂરિયાત ઊભી થઈ. મંદિર-મિનાર (temple-tower)ની રચના પગથીવાળી અને પિરામિડ…

વધુ વાંચો >

ટાન્ગે, કેન્ઝો

ટાન્ગે, કેન્ઝો (જ. 1913) : જાપાનના પ્રતિભાશાળી સ્થપતિ. જાપાન તેમજ વિશ્વના આધુનિક સ્થાપત્યના તે પ્રણેતા ગણાય છે. શિક્ષણ 1935થી 1938 ટોકિયો યુનિવર્સિટીમાં. તે વખતના વિખ્યાત માએકાવા નામના સ્થપતિ સાથે તેમણે કામ કર્યું. કેન્ઝો ટાન્ગેની શૈલી પણ આથી કાક્રીટ સ્થાપત્યની અસર નીચે ઉદભવેલ. તેમની રચનાઓમાં હિરોશીમાનું સ્મૃતિભવન (1950), ટોકિયો સિટી હૉલ…

વધુ વાંચો >

ટિંગ લિંગ

ટિંગ લિંગ : ચીનના રાજવી વાન લીની 1584માં બંધાયેલી સમાધિ. ચીનના સ્થાપત્યના ઇતિહાસના સોળમી સદીના તબક્કામાં લોકોપયોગી ઇમારતોનું બાંધકામ મહદંશે કાષ્ઠપ્રણાલીને આધારે થતું. મિંગ વંશના રાજવીઓનો સમાધિસમૂહ બેજિંગની વાયવ્યમાં આવેલ છે, તેમાંની રાજા વાન લીની સમાધિ ઉલ્લેખનીય છે. આ સમાધિનું ઉત્ખનન 1956–58 દરમિયાન કરવામાં આવેલ. ભૂગર્ભમાં રચાયેલી આ સમાધિ બેજિંગની…

વધુ વાંચો >

ટોપકાપી સંગ્રહાલય, ઇસ્તંબૂલ

ટોપકાપી સંગ્રહાલય, ઇસ્તંબૂલ : તુર્કીનું જાણીતું સંગ્રહાલય. સ્થા. 1892. ગોલ્ડન હૉર્ન અને મારમારાના સમુદ્રની વચ્ચે બંધાયેલા સેરાગ્લિયો મહેલમાં ટોપકાપીનું આયોજન થયેલું છે. આ મહેલની શરૂઆત ઈ. સ. 1475 દરમિયાન થઈ અને સત્તરમી સદી સુધી તેના વિસ્તરણનું કાર્ય ચાલુ રહ્યું. રાજમહેલના લગભગ 11 જુદા જુદા ભાગો છે, જેમાં વિશાળ પટાંગણનો પણ…

વધુ વાંચો >

ટ્રેબિયેટેડ

ટ્રેબિયેટેડ : સ્તંભ અને પાટડીની રચના દ્વારા ઇમારતનું માળખું ઊભું કરાય ત્યારે તે જાતની બાંધણીને ગ્રીક સ્થાપત્યમાં આપવામાં આવેલું  નામ. આ જાતની બાંધણી  દીવાલો અને કમાનાકાર રચનાથી તદ્દન અલગ હોય છે. આ પદ્ધતિમાં આધારોની સંખ્યા મર્યાદિત કરી શકાય છે, જેથી ફરસનો વિસ્તાર ગમે તે દિશામાં વિના વિઘ્ને કરી શકાય છે.…

વધુ વાંચો >