રમતગમત
યામાશિતા, યાસુહીરો
યામાશિતા, યાસુહીરો (જ. 1957, ક્યુશુ, જાપાન) : જાપાનની પરંપરાગત રમત જૂડોના ખ્યાતનામ ખેલાડી. 1977થી 1985 દરમિયાન તેઓ જાપાનના વિજયપદકના સળંગ 9 વાર વિજેતા બન્યા હતા. 1984માં ઓલિમ્પિક ઓપન-ક્લાસ સુવર્ણચંદ્રકના તેમજ 1979, 1981, 1981 ઓપન ક્લાસ અને 1983 (95 કિગ્રા. ઉપરનો વર્ગ) એમ 4 વખત વિશ્વવિજેતા-પદકના વિજેતા બન્યા. 1985માં તેઓ નિવૃત્ત…
વધુ વાંચો >યાશિન લેવ
યાશિન લેવ (જ. 22 ઑક્ટોબર 1929, મૉસ્કો; અ. 21 માર્ચ 1990, મૉસ્કો) : ફૂટબૉલના રશિયન ખેલાડી. સોવિયેત સૉકરના એક મહાન અને તેજસ્વી ખેલાડી. 1963ના વર્ષના યુરોપિયન ફૂટબૉલર તરીકેનું સન્માન પામનાર એકમાત્ર ગોલકીપર. તેમણે મૉસ્કો ડાઇનમો સંસ્થા તરફથી આઇસ હૉકીના ખેલાડી તરીકે આરંભ કર્યો અને 1951માં સૉકરની રમતમાં ગંભીરતાપૂર્વક ઝંપલાવ્યું; એમાં…
વધુ વાંચો >યાંગ, ચાંગ-ક્વાંગ
યાંગ, ચાંગ-ક્વાંગ (જ. 10 જુલાઈ 1933, તાઇતુંગ, તાઇવાન) : તાઇવાનના મેદાની રમતો(athletics)ના ખેલાડી. ડિકૅથ્લોન રમતોની સ્પર્ધામાં ખેલાડી તરીકેની કારકિર્દીના પ્રારંભે જ યાંગ 1954માં એશિયન રમતોત્સવના વિજયપદક(title)-વિજેતા બન્યા. તે વખતે તાઇવાનની મુલાકાતે આવેલા બૉબ મૅથિયાસે તેમને આ રમતોમાં વિશેષ પરિશ્રમ કરવા પ્રોત્સાહન આપ્યું. 1956ની ઑલિમ્પિક રમતોમાં તેમણે પોતાના જુમલા(score)માં 1,000 ઉપરાંત…
વધુ વાંચો >યાંગ યાંગ
યાંગ યાંગ (જ. 8 ડિસેમ્બર 1963, સિચુઆન પ્રાંત, ચીન) : બૅડમિન્ટનના ચીની ખેલાડી. 1984માં ટૉમસ કપ સ્પર્ધાથી તેમણે તેમની કારકિર્દીનો સૌપ્રથમ વાર પ્રારંભ કર્યો. એમાં તેમણે આઇક્ક સુગિર્યાટો જેવા વિશ્વ-ચૅમ્પિયનને હાર આપી. જોકે ફાઇનલમાં ચીનની ઇન્ડોનેશિયા સામે હાર થઈ. આ બટકા અને સ્નાયુબદ્ધ ડાબેરી ખેલાડી વિશ્વ-બૅડમિન્ટન ચૅમ્પિયનશિપમાં 1987 અને 1989માં…
વધુ વાંચો >યેકિમૉવ, વ્યાચેસ્લાવ
યેકિમૉવ, વ્યાચેસ્લાવ (જ. 4 ફેબ્રુઆરી 1966, વાઈબૉર્ગ, રશિયા) : રશિયા(અગાઉના યુ. એસ. એસ. આર.)ના સાઇક્લિંગના નામી ખેલાડી. 1980માં તેમણે સાઇક્લિંગની પ્રવૃત્તિ અપનાવી. વિક્રમજનક 3 વિજયપદક (1985–86 અને 1989) તથા એક ઍમેટર (1987 – બીજા ક્રમે) વિજયપદક જીતીને તેઓ સહસા વ્યાપક ખ્યાતિ પામ્યા. વળી 1990માં તેઓ પ્રોફેશનલ વિજયપદક પણ જીત્યા. 1984માં…
વધુ વાંચો >યેશિન, લેવ
યેશિન, લેવ (જ. 22 ઑક્ટોબર 1929, મૉસ્કો; અ. 21 માર્ચ 1990, મૉસ્કો) : રશિયાના ફૂટબૉલ ખેલાડી. સોવિયેત સૉકરના તેઓ એક મહાન ખેલાડી હતા. યુરોપિયન ફૂટબૉલર ઑવ્ ધ યર (1963) તરીકે સ્થાન પામનાર (voted) તેઓ એકમાત્ર ગોલકીપર હતા. તેમણે ‘મૉસ્કો ડાઇનેમો’માં આઇસ હૉકી પ્લેયર તરીકે પ્રારંભ કર્યો હતો. 1951માં તેમણે સૉકરની…
વધુ વાંચો >રગ્બી
રગ્બી : એક પાશ્ચાત્ય રમત. રગ્બી રમતને ‘રગ્બી ફૂટબૉલ’ પણ કહેવામાં આવે છે. આ રીતે રગ્બી રમતનો ઇતિહાસ ફૂટબૉલની રમત જેટલો જ જૂનો છે. આ રમતની શરૂઆત રોમન લોકોની ‘દારપસ્ટમ’ રમતમાંથી થઈ છે. રગ્બી રમતમાં ખેલાડી પગ ઉપરાંત હાથનો પણ ઉપયોગ કરી શકે છે તેથી પ્રેક્ષકો માટે તે ખૂબ જ…
વધુ વાંચો >રણજિતસિંહ
રણજિતસિંહ (જ. 10 સપ્ટેમ્બર 1872, સરોદર; અ. 1933, જામનગર) : ભારતના પ્રસિદ્ધ ક્રિકેટ ખેલાડી. તેઓ ‘હિઝ હાઇનેસ ધ મહારાજા જામસાહેબ ઑવ્ નવાનગર કુમાર શ્રી રણજિતસિંહજી’ના પૂરા નામે ઓળખાતા હતા. ‘લેગ-ગ્લાન્સ’ના સર્જક નવાનગરના જામસાહેબ કુમાર રણજિતસિંહજી એક એવા રાજવી ક્રિકેટર હતા કે જેઓ ભારતીય હોવા છતાં ઇંગ્લૅન્ડ તરફથી ટેસ્ટ ક્રિકેટમાં રમ્યા…
વધુ વાંચો >રણજી ટ્રૉફી
રણજી ટ્રૉફી : પ્રસિદ્ધ ક્રિકેટ ખેલાડી રણજિતસિંહની સ્મૃતિમાં આપવામાં આવતી ટ્રોફી. ‘રણજી ટ્રૉફી’ રાષ્ટ્રીય ક્રિકેટ-સ્પર્ધાનું પ્રતીક છે. ભારતના પાંચ ક્રિકેટ વિભાગો–પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ અને મધ્ય–માં આવેલા વિવિધ ક્રિકેટ-સંઘો વચ્ચે દર વર્ષે રાષ્ટ્રીય ક્રિકેટ-સ્પર્ધા રમાય છે અને વિજેતા ટીમને પ્રતિષ્ઠાવાન અને મૂલ્યવાન રણજી ટ્રૉફી એનાયત થાય છે. 193334માં ઇંગ્લૅન્ડની ક્રિકેટ-ટીમે…
વધુ વાંચો >રફાલ, નડાલ
રફાલ, નડાલ (જ. 3 જૂન 1986, મેનેકોર, મેજોર્કા) : સ્પેનના મહાન ટેનિસ-ખેલાડી. તેમણે સતત અને સખત મહેનત કરીને રોજર ફેડરરને પાછળ રાખી 18 ઑગસ્ટ, 2008ના રોજ ટેનિસ-જગતના ‘વર્લ્ડ નંબર વન’ ખેલાડી બન્યા હતા; એટલું જ નહિ, પણ 2008ની બેઇજિંગ ઑલિમ્પિક્સમાં ભાગ લઈ ચૅમ્પિયન બન્યા હતા. 2008માં તેઓ પ્રથમ વાર ‘વિમ્બલ્ડન…
વધુ વાંચો >