રમતગમત

પદુકોણ, પ્રકાશ રમેશ

પદુકોણ, પ્રકાશ રમેશ (જ. 10 જૂન 1955, બૅંગાલુરુ) : વિશ્વના ઉત્કૃષ્ટ ખેલાડીઓમાં ગણના પામેલો બૅડમિન્ટનની રમતનો ભારતનો સર્વશ્રેષ્ઠ ખેલાડી. બૅંગાલુરુના માલેશ્વરમની નજીક આવેલા કેનેરા યુનિયન ક્લબના અત્યંત સામાન્ય સિમેન્ટ કૉર્ટ પર રમવાની શરૂઆત કરી. છ વર્ષની વયે પ્રકાશ પદુકોણેએ ખેલવાનો પ્રારંભ કર્યો. 1962ની 22મી સપ્ટેમ્બરે મૈસૂર રાજ્યની સબજુનિયર ચૅમ્પિયનશિપમાં પ્રકાશ…

વધુ વાંચો >

પરસાણા, ધીરજ દેવશીભાઈ

પરસાણા, ધીરજ દેવશીભાઈ (જ. 2 ડિસેમ્બર 1947, રાજકોટ) : સૌરાષ્ટ્ર-ગુજરાત-ભારત તરફથી, રેલવે તરફથી રમેલા ઑલરાઉન્ડર. ધીમા ડાબોડી ગોલંદાજ અને ડાબોડી બૅટ્સમૅન ધીરજ પરસાણા સૌરાષ્ટ્ર-ગુજરાત તરફથી અને રેલવે તરફથી રણજી ટ્રૉફી રમ્યા. તેમાં 37 મૅચમાં બે સદી અને નવ અડધી સદી સાથે 1,902 રન કર્યા તેમજ 1,112.1 ઓવર નાખી 2,266 રન…

વધુ વાંચો >

પરિભ્રમણ

પરિભ્રમણ : ગુજરાતની પર્વતારોહણની પ્રતિષ્ઠિત સંસ્થા. ઉત્સાહી અને સાહસિક ધ્રુવકુમાર પંડ્યાએ સ્થાપેલી આ સંસ્થાએ ગુજરાતનાં યુવક-યુવતીઓમાં પર્વતારોહણની પ્રવૃત્તિ વ્યાપક બનાવી. ગુજરાતના પત્રકાર સ્વ. નીરુભાઈ દેસાઈ અને એમના મિત્રોએ આ સંસ્થાને વધુ વેગ મળે તે માટે પ્રયત્નો કર્યા. એને પરિણામે દાર્જીલિંગની ‘હિમાલયન માઉન્ટેનિયરિંગ ઇન્સ્ટિટ્યૂટ’માં પર્વતારોહણ અને બરફ પર ટ્રેકિંગ કરવા માટે…

વધુ વાંચો >

પહાડે નાથુભાઈ

પહાડે, નાથુભાઈ (જ. 1922, રાંદેર, જિ. સૂરત; અ. 10 મે 1998, – સૂરત) : તરણના ક્ષેત્રે અનેક સાહસો દ્વારા વિક્રમો સર્જીને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ભારતનું નામ ઉજાળનાર ગુજરાતી તરણવીર. જન્મ સાધારણ મધ્યમવર્ગના પરિવારમાં. પિતાનું નામ ગણેશભાઈ. ભરતનાટ્યમ્ આદિ શાસ્ત્રીય નૃત્યોમાં પ્રશિક્ષણ લઈ કુશળતા પ્રાપ્ત કરી હતી. ભાવાભિવ્યક્તિમાં એકસાથે એક આંખમાં હાસ્ય…

વધુ વાંચો >

પંડ્યા, હાર્દિક

પંડ્યા, હાર્દિક (જ. 11 ઑક્ટોબર 1993, સૂરત): જમણા હાથથી બૅટિંગ અને બૉલિંગ કરતા ઓલરાઉન્ડર. પિતાનું નામ હિમાંશુ પંડ્યા. માતાનું નામ નલિની પંડ્યા. સૂરતમાં જન્મેલા અને વડોદરા તરફથી રમતા હાર્દિક પંડ્યાના પિતા સૂરતમાં કાર ફાઇનાન્સનો ધંધો કરતા પરંતુ પોતાના બાળકોને ક્રિકેટની સારી તાલીમ મળે તે માટે તેમણે સૂરતનો પોતાનો વ્યવસાય બંધ…

વધુ વાંચો >

પંત, ઋષભ રાજેન્દ્ર

પંત, ઋષભ રાજેન્દ્ર (જ. 4 ઑક્ટોબર 1997, રૂરકી) : ડાબા હાથે ઝડપી બૅટિંગ કરતા ભારતના વિકેટકીપર. ઋષભ પંતે પોતાની ટૂંકી ક્રિકેટકારકિર્દીમાં ઘણી ચડતી-પડતી જોઈ લીધી છે. ક્રિકેટમાં કારકિર્દી બનાવવા માટે રૂરકીથી દિલ્હી, દિલ્હીથી રાજસ્થાન અને રાજસ્થાનથી ફરીથી દિલ્હી એમ જુદાં જુદાં સ્થળે જવું પડ્યું. સૌપ્રથમ વખત ઋષભ પંતની ક્રિકેટર તરીકેની…

વધુ વાંચો >

પાટીલ સંદીપ મધુસૂદન

પાટીલ, સંદીપ મધુસૂદન ( જ. 18 ઑગસ્ટ 1956, મુંબઈ) : ભારતનો આક્રમક જમોડી બૅટ્સમૅન અને મધ્યમ ઝડપી ગોલંદાજ. 1979-80 સૌરાષ્ટ્ર સામે મુંબઈ તરફથી રણજી ટ્રૉફી મૅચ ખેલતા સંદીપ પાટીલે 210 રનનો જુમલો નોંધાવતાં એને એ વર્ષે પાકિસ્તાન સામે ચેન્નઈની  ટેસ્ટમાં ખેલવાની તક મળી. પ્રથમ ટેસ્ટમાં 15 રને આઉટ થયેલા સંદીપ…

વધુ વાંચો >

પાવો નુર્મી

પાવો નુર્મી (જ. 13 જૂન 1897, તુર્કુ; અ. 2 ઑક્ટોબર 1973, હેલસિન્કી, ફિનલેન્ડ) :  આધુનિક ઑલિમ્પિકના આરંભકાળનો લાંબા અંતરની દોડની સ્પર્ધાનો સમર્થ ખેલાડી. ફિનલૅન્ડનો ‘ધ ફ્લાઇંગ ફિન’ના હુલામણા નામે ખેલ-જગતમાં જાણીતો બનેલો પાવો નુર્મી 1920, 1924 અને 1928ની ત્રણ ઑલિમ્પિક સ્પર્ધાઓમાં કુલ 9 સુવર્ણચંદ્રક અને 3 રૌપ્યચંદ્રક મેળવી ગયો હતો.…

વધુ વાંચો >

પિચ

પિચ : ક્રિકેટમેદાનના મધ્યભાગમાં આવેલો નાનકડો સપાટ પટ્ટો. દડો ઘણુંખરું ત્યાં ભૂમિસ્પર્શ કરીને દાંડિયા તરફ આગળ વધે છે. એ પટ્ટો કે પિચ ક્રિકેટની રમતમાં અનેરું મહત્વ ધરાવે છે. પિચ ત્રણ પ્રકારની જોવા મળે છે. (1) કુદરતી : જેના પર હરિયાળી ઊગી હોય છે. તેને ‘ટર્ફ’ વિકેટ કહેવામાં આવે છે. (2)…

વધુ વાંચો >

પિન્ટો લેવી

પિન્ટો, લેવી (જ. 23 ઑક્ટોબર 1929, નૈરોબી, કેન્યા; અ.15 ફેબ્રુઆરી 2020, શિકાગો, ઇલિનોઇસ, યુ. એસ.) : ભારતના દોડવીર-ખેલાડી. 1951માં દિલ્હી મુકામે આયોજિત પ્રથમ એશિયન રમતોત્સવમાં 100 મી. દોડ (10.8 સે.) અને 200 મી. દોડ (22.0 સે.)માં તેઓ સુવર્ણચંદ્રક-વિજેતા બન્યા હતા. આ જાતની સિદ્ધિ પ્રાપ્ત કરનાર તેઓ અત્યાર સુધીના એકમાત્ર ભારતીય…

વધુ વાંચો >