રમતગમત
નિસાર, મહંમદ
નિસાર, મહંમદ (જ. 1 ઑગસ્ટ 1910; અ. 11 માર્ચ 1963) : પતિયાળા, દક્ષિણ પંજાબ, ઉત્તરપ્રદેશ અને ભારત વતી ખેલનાર અત્યંત ઝડપી ગોલંદાજ. પંજાબના પહાડી પ્રદેશમાં જન્મેલા ઊંચા અને મજબૂત બાંધાના આ ગોલંદાજની દડો નાખવાની રીત અત્યંત પદ્ધતિસરની હોવાથી દડાને આઉટસ્વિંગ અને ઇનસ્વિંગ કરી શકતા હતા. કારકિર્દીના પ્રારંભે સુરવાળ પહેરીને ગોલંદાજી…
વધુ વાંચો >નેતાજી સુભાષ નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ સ્પૉર્ટ્સ
નેતાજી સુભાષ નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ સ્પૉર્ટ્સ : વિવિધ રમતોના રાહબરો દેશમાં તૈયાર થાય તે માટે 1959માં પતિયાળા મુકામે રાજમહેલમાં સ્થાપવામાં આવેલી રાષ્ટ્રીય તાલીમ સંસ્થા. 1961થી આ સંસ્થા વધુ વ્યવસ્થિત બની અને તેનું સંચાલન ભારત સરકાર નિયુક્ત બોર્ડ ઑવ્ ડિરેક્ટર્સ દ્વારા કરવામાં આવે છે. 300 એકર જેટલા વિસ્તારમાં પથરાયેલી આ સંસ્થાનાં…
વધુ વાંચો >નૉક આઉટ સ્પર્ધા
નૉક આઉટ સ્પર્ધા : મોટાભાગની રમત સ્પર્ધાઓ આ પદ્ધતિએ ખેલાય છે. આને ગુજરાતીમાં ‘બાતલ પદ્ધતિ’ કહેવામાં આવે છે. આમાં વિજેતા ટુકડી કે ખેલાડીને જ આગળ રમવાની તક મળે છે, તેથી પરાજિત ટુકડીઓ કે સ્પર્ધકોને અંત સુધી રોકાવાની જરૂરિયાત રહેતી નથી. પરિણામે આર્થિક દૃષ્ટિએ આ પદ્ધતિ વધુ લાભદાયી થાય છે. બેના…
વધુ વાંચો >નોવાક જોકોવિચ
નોવાક જોકોવિચ (જ. 22 મે, 1987 , બેલગ્રેડ, સર્બિયા) : 24 ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીતનાર ટેનિસ સ્ટાર . નોવાક જોકોવિચને રમતના ઇતિહાસમાં મહાન ટેનિસ ખેલાડીઓમાંના એક તરીકે માનવામાં આવે છે. બેલગ્રેડ કે જે તે સમયે યુગોસ્લાવિયામાં હતું, ત્યાં રાજકીય અસ્થિરતા અને યુદ્ધ દ્વારા ચિહ્નિત થયેલ મુશ્કેલ સમયગાળા દરમિયાન નોવાકનો પ્રારંભિક ઉછેર…
વધુ વાંચો >પટેલ, જસુ મોતીભાઈ
પટેલ, જસુ મોતીભાઈ (જ. 26 નવેમ્બર 1924, અમદાવાદ; અ. 12 ડિસેમ્બર 1992, અમદાવાદ) : ગુજરાતના રણજી ટ્રૉફી ખેલાડી અને ભારતીય ક્રિકેટના પ્રસિદ્ધ ઑફ-સ્પિનર. નાની વયથી ક્રિકેટનો શોખ ધરાવતા જસુ પટેલ નવ વર્ષની ઉંમરે વૃક્ષ પરથી પડી જતાં તેમના જમણા હાથે ફ્રૅક્ચર થયેલું. એ જમણા હાથનું કાંડું બરાબર ન સંધાતાં, એમનો…
વધુ વાંચો >પટેલ, બ્રિજેશ પરશુરામ
પટેલ, બ્રિજેશ પરશુરામ (જ. 24 નવેમ્બર 1952, વડોદરા) : ભારતના આક્રમક જમોડી ટેસ્ટ બૅટ્સમૅન અને કવર પૉઇન્ટ પરના ચપળ ફિલ્ડર. 1966માં કર્ણાટક રાજ્યની સ્કૂલ-ટીમમાં સ્થાન મેળવનાર બ્રિજેશ પટેલ 1969ની ઑસ્ટ્રેલિયાના પ્રવાસે ગયેલી ભારતીય સ્કૂલ-ટીમમાં પણ સ્થાન પામ્યા હતા. 1969ના ઑગસ્ટમાં મૈસૂર (હાલનું કર્ણાટક રાજ્ય) તરફથી આંધ્રપ્રદેશ સામે ટ્રૉફી ખેલીને કારકિર્દીની…
વધુ વાંચો >પટેલ, ભાવિના
પટેલ, ભાવિના (જ. 6 નવેમ્બર 1986, સુંધિયા ગામ, મહેસાણા, ગુજરાત) : ભારતીય પૅરાટેબલટેનિસ મહિલાખેલાડી. જન્મ એક સાધારણ પાટીદાર કુટુંબમાં થયો. પિતા હસમુખભાઈ ગામમાં ઘરવપરાશની વસ્તુઓની નાની દુકાન ધરાવે છે. ભાવિના જ્યારે એક વર્ષની હતી ત્યારે પોલિયોની શિકાર બનવાથી તેમના શરીરનો નીચલો ભાગ સંપૂર્ણ લકવાગ્રસ્ત થઈ ગયો હતો. માતાપિતા પોલિયોગ્રસ્ત ભાવિનાની…
વધુ વાંચો >પટૌડી, મનસૂરઅલીખાન ઇફ્તિખારઅલી
પટૌડી, મનસૂરઅલીખાન ઇફ્તિખારઅલી (જ. 5 જાન્યુઆરી 1941, ભોપાલ; અ. 22 સપ્ટેમ્બર 2011, નવી દિલ્હી) : ભારતનો સાહસિક ટેસ્ટસુકાની, આકર્ષક બૅટધર અને ચપલ ક્ષેત્રરક્ષક. મનસૂરઅલીખાનના પિતા ઇફ્તિખારઅલી 1946માં ઇંગ્લૅન્ડ ગયેલી ભારતીય ક્રિકેટ ટીમના સુકાની હતા. ઇંગ્લૅન્ડના અભ્યાસકાળ દરમિયાન નાની વયથી જ તેજસ્વી પ્રતિભા ધરાવનાર મનસૂરઅલીખાનને 1961ની પહેલી જુલાઈએ સાંજે મોટર-અકસ્માત થતાં…
વધુ વાંચો >પતંગ
પતંગ : પતંગ ચગાવવાની રમત વિશ્વના ઘણા દેશોમાં લોકરમત તરીકે પ્રચલિત છે. વાંસની સળીમાંથી બનાવેલા કમાન અને ઢઢ્ઢા ઉપર ડાયમંડ (ચોરસ) આકારનો પાતળો કાગળ ચોટાડી તથા નીચે ફૂમતું લગાવી પતંગ બનાવવામાં આવે છે; અને તેને કન્ના બાંધી દોરી વડે ચગાવવામાં આવે છે. પતંગ બનાવવાનો વિચાર તો ઈ. સ. પૂર્વે ચોથા…
વધુ વાંચો >પત્તાં
પત્તાં : પત્તાં અથવા ગંજીફો એ મૂળે ચીન દેશની રમત છે અને બારમી સદીમાં ચલણી નોટોથી આ રમત રમાતી એવા ઉલ્લેખ મળી આવે છે. તે પછી આ રમત વિવિધ સ્વરૂપે ઇટાલી, ફ્રાન્સ, હોલૅન્ડ, બ્રિટન વગેરે દેશોમાં પ્રચલિત બની. ઈરાનમાં સોળમી સદીમાં આ રમત ‘ગંજીફો’ તરીકે ઓળખાતી. અંગ્રેજી શાસન દરમિયાન ભારતમાં…
વધુ વાંચો >