રમતગમત
ડેવિસ કપ
ડેવિસ કપ : દેશ દેશ વચ્ચે યોજાતી લૉન ટેનિસની આંતરરાષ્ટ્રીય ટીમ-સ્પર્ધા. ઈ. સ. 1899માં હાર્વર્ડ ગ્રૅજ્યુએટ ડ્વાઇટ એફ. ડેવિસે લૉન-ટેનિસની આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં કપ આપવાની યોજના કરી. ઈ. સ. 1900માં અમેરિકા અને ઇંગ્લૅન્ડ વચ્ચે આ સ્પર્ધા ખેલાઈ અને ખુદ ડેવિસે એક સ્પર્ધામાં વિજય મેળવ્યો હતો. એણે આ કપને કોઈ નામ આપ્યું…
વધુ વાંચો >ડોસા, આણંદજી જમનાદાસ
ડોસા, આણંદજી જમનાદાસ (જ. 15 સપ્ટેમ્બર 1916, મુંબઈ; અ. 22 સપ્ટેમ્બર 2014, અમેરિકા) : ક્રિકેટની માહિતીના સંગ્રાહક અને ઉત્તમ આંકડાશાસ્ત્રી. મુંબઈની ન્યૂ ઇરા સ્કૂલ અને વિલ્સન કૉલેજમાં અભ્યાસ કરતી વખતે ઓલ રાઉન્ડર તરીકે પ્રારંભિક બૅટ્સમૅન, મધ્યમ ગતિના ગોલંદાજ અને ચપળ ક્ષેત્રરક્ષક તરીકે કામગીરી બજાવી શ્રેષ્ઠ યુવા બૅટ્સમૅનનો ચંદ્રક મેળવ્યો હતો.…
વધુ વાંચો >તામ્હણે, નરેન્દ્ર શંકર
તામ્હણે, નરેન્દ્ર શંકર (જ. 4 ઑગસ્ટ 1931, મુંબઈ; અ. 19 માર્ચ 2002, મુંબઈ) : ભારતના ટેસ્ટ વિકેટકીપર અને બૅટ્સમૅન. મૂળ નામ નારાયણ, પરંતુ ક્રિકેટના વર્તુળમાં નરેન્દ્ર નામ પ્રચલિત બન્યું. એક પણ રણજી ટ્રૉફી મૅચ ખેલ્યા સિવાય ટેસ્ટ મૅચ ખેલવાની ભારતીય ક્રિકેટમાં સર્વપ્રથમ સિદ્ધિ ધરાવતા નરેન્દ્ર તામ્હણેએ એમના ક્રિકેટ-જીવનની શરૂઆત ગોલંદાજ …
વધુ વાંચો >તાલ્યારખાન, એ. એફ. એસ., ‘બૉબી’
તાલ્યારખાન, એ. એફ. એસ., ‘બૉબી’ (જ. 1897; અ. 13 જુલાઈ 1990, મુંબઈ) : ભારતના વિખ્યાત રમતગમત સમીક્ષક તથા ક્રિકેટ, હૉકી અને ફૂટબૉલની રમતના કૉમેન્ટેટર. 1930ના ગાળામાં રેડિયો પરથી હૉકી, ફૂટબૉલની રમતનું જીવંત પ્રસારણ કર્યું, પણ ક્રિકેટની રમતના કૉમેન્ટેટર તરીકે વધુ ખ્યાતિ મેળવી. 1940માં મહારાષ્ટ્ર અને મુંબઈ વચ્ચે પુણેમાં ખેલાયેલી રણજી…
વધુ વાંચો >તીરંદાજી
તીરંદાજી : ધનુષ્ય ઉપર બાણ ચઢાવી, પણછ ખેંચીને બાણ છોડી લક્ષ્યવેધ કરવાની રમત. આ રમત પ્રાચીન કાળથી ચાલી આવેલી છે. ભારતમાં ધનુર્વિદ્યા યા તીરંદાજીના નામે અને પાશ્ર્ચાત્ય દેશોમાં ‘આર્ચરી’ના નામે તે જાણીતી છે. માનવીએ શિકાર કરવા માટે તથા હિંસક પ્રાણીઓથી રક્ષણ મેળવવા માટે અને પાછળથી યુદ્ધમાં શસ્ત્ર તરીકે ધનુષ્ય-બાણનો ઉપયોગ…
વધુ વાંચો >તેંડુલકર, સચિન રમેશ
તેંડુલકર, સચિન રમેશ (જ. 24 એપ્રિલ 1973, મુંબઈ) : ભારતનો અત્યંત શક્તિશાળી, નાની ઉંમરમાં મહત્વની સિદ્ધિ મેળવનાર જમણેરી બૅટ્સમૅન, જમણેરી ધીમો ગોલંદાજ તથા ભારતીય ટીમનો સુકાની (1996). રમતવિશ્વમાં ક્વચિત્ એવી પ્રતિભાનું પ્રાગટ્ય થાય છે કે જે એની સર્વતોમુખી શક્તિથી અદ્વિતીય સ્થાન મેળવે છે. 1985–86માં મુંબઈની શારદાશ્રમ વિદ્યામંદિર તરફથી મુંબઈની આંતરસ્કૂલ-ટૂર્નામેન્ટ…
વધુ વાંચો >થંગરાજ, પીટર
થંગરાજ, પીટર (જ. 1936, હૈદરાબાદ, આંધ્રપ્રદેશ; અ. 24 નવેમ્બર 2008, બોકારો, ઇન્ડિયા) : ફૂટબૉલના શ્રેષ્ઠ ભારતીય ખેલાડીમાંના એક. તેમણે ભારત વતી 1962માં જાકાર્તા મુકામે આયોજિત એશિયન રમતોત્સવમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેમના શ્રેષ્ઠ દેખાવને કારણે ભારત સુવર્ણચંદ્રક મેળવવામાં સફળ રહ્યું હતું. તે સમયે ફક્ત ભારતમાં જ નહિ પણ સમગ્ર એશિયા…
વધુ વાંચો >દંડ-બેઠક
દંડ-બેઠક : શરીરને ખડતલ અને સ્નાયુને બળવાન બનાવવા માટેનો સર્વ અંગની કસોટી કરતો ભારતીય વ્યાયામપ્રકાર. પ્રાચીન કાળથી કુસ્તીબાજો કુસ્તી માટે શરીરને કસવા દંડ-બેઠકની કસરત અવશ્ય કરે છે. આ કસરત નિયમિત કરવાથી ભુજાઓ મજબૂત અને ભરાવદાર બને છે; વક્ષસ્થળ ઉઠાવદાર અને ઘાટીલું બને છે; કરોડરજ્જુ બળવાન અને લચીલી બને છે. પગનાં…
વધુ વાંચો >દારાસિંગ
દારાસિંગ (જ. 19 નવેમ્બર 1928, પંજાબના અમૃતસર જિલ્લાનું ધરમૂજગ ગામ; અ. 12 જુલાઈ 2012, મુંબઈ) : ‘રુસ્તમે હિંદ’ અને ‘રુસ્તમે જહાં’નો ખિતાબ મેળવનાર, વિશ્વના નામાંકિત ફ્રીસ્ટાઇલ કુસ્તીબાજ, ફિલ્મ-અભિનેતા અને ફિલ્મનિર્માતા. એમના દાદાની પ્રેરણાથી ગામમાં ખેલાતી કુસ્તીમાં વિજેતાને મળતું આઠ આનાનું ઇનામ મેળવવા સદાય આતુર દારાસિંગ હરનામસિંહ પાસે ફ્રીસ્ટાઇલ અને ભારતીય…
વધુ વાંચો >દાવલે, શંકર લક્ષ્મણ
દાવલે, શંકર લક્ષ્મણ [જ. 5 જુલાઈ 1933, મહુ (Mhow) મ. પ્ર.; અ. 29 એપ્રિલ 2006, મહુ (Mhow)] : ભારતના હૉકીના સર્વશ્રેષ્ઠ ગોલકીપર. 1955થી 1966 સુધી તેમણે સતત રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું હૉકીમાં પ્રતિનિધિત્વ કરેલું. 1955માં ભારતીય લશ્કરની ટીમ વતી તેમણે હૉકીની રાષ્ટ્રીય ચૅમ્પિયનશિપમાં ભાગ લીધો હતો અને શરૂઆતમાં જ…
વધુ વાંચો >