રમતગમત

ચાઇનામેન

ચાઇનામેન : ક્રિકેટમાં સ્પિન ગોલંદાજની દડા નાખવાની એક પદ્ધતિ. ક્રિકેટમાં ડાબા હાથે સ્પિન ગોલંદાજી કરનાર બે પ્રકારના ગોલંદાજ હોય છે. એક આંગળીઓથી દડાને સ્પિન કરે છે, જ્યારે બીજો ડાબા હાથના કાંડાને સ્પિન કરે છે. આવા ડાબા હાથના કાંડાને સ્પિન કરનાર ગોલંદાજનો ઑફ-બ્રેક થયેલો દડો ચાઇનામેન પદ્ધતિનો કહેવાય છે. જગદીશ શાહ

વધુ વાંચો >

ચેસ

ચેસ : જુઓ શેતરંજ

વધુ વાંચો >

ચોપરા, નીરજ

ચોપરા, નીરજ (જ. 24 ડિસેમ્બર 1997, બન્દ્રા, હરિયાણા) : ભાલાફેંકની રમતના નિષ્ણાત. પિતાનું નામ સતીષકુમાર. માતાનું નામ સરોજદેવી. હરિયાણાના પાણીપત જિલ્લાના નાનકડા ગામમાં ખેડૂત કુટુંબમાં જન્મેલ નિરજે ચંડીગઢની દયાનંદ એન્જલો વૈદિક કૉલેજમાંથી સ્નાતક સુધીનો અભ્યાસ કર્યો. નાનપણમાં તે સ્થૂળકાય હોવાથી તેના પિતાએ તેના પાણીપતના જિમ્નેશિયમમાં કસરત કરવા માટે મૂક્યો. એમણે…

વધુ વાંચો >

ચોપાટ

ચોપાટ : ‘સોગઠાંબાજી’ના નામથી પણ ઓળખાતી રમત. ભારતમાં પ્રાચીન કાળથી રમાતી, ગરીબ-તવંગર સૌની અત્યંત માનીતી લોકરમત છે; અને પાશ્ચાત્ય ‘લ્યૂડો’ની રમતને મળતી આવતી છે. આ રમત માટે અહીં આકૃતિમાં દર્શાવ્યા મુજબ કાપડ પર સીવેલી અથવા લાદી પર દોરેલી બાજી હોય છે તથા દરેક રમનાર માટે કૂટી તરીકે ચલાવવા માટે એકબીજાથી…

વધુ વાંચો >

ચૌહાણ, ચેતન પ્રતાપસિંઘ

ચૌહાણ, ચેતન પ્રતાપસિંઘ (જ. 21 જુલાઈ 1947 બરેલી, ઉત્તર- પ્રદેશ; અ. 16 ઑગસ્ટ 2020, ગુરુગ્રામ) : ભારતનો ઓપનિંગ બૅટ્સમૅન તથા ઑફબ્રેક ગોલંદાજ અને વિકેટની નજીકનો ચપળ ક્ષેત્રરક્ષક. ચેતન ચૌહાણના પિતા આર્મી ઑફિસર હતા. 1960માં તેમણે પૂનામાં વસવાટ કર્યો. ચેતન ચૌહાણે બી.એ.ની ડિગ્રી વાડિયા કૉલેજ પુણેમાંથી મેળવી. તેમણે રોહનટન બારિમા ટ્રોફી…

વધુ વાંચો >

છોટુભાઈ પુરાણી વ્યાયામ મહાવિદ્યાલય

છોટુભાઈ પુરાણી વ્યાયામ મહાવિદ્યાલય : ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળ તરફથી 1950ની સાલમાં ભરૂચ જિલ્લાના રાજપીપળા મુકામે સ્થપાયેલી ગુજરાતની સૌપ્રથમ શારીરિક શિક્ષણ તાલીમી સંસ્થા. તેના સ્થાપક પ્રખર વ્યાયામ પ્રવર્તક શ્રી છોટુભાઈ પુરાણી હતા. તેમનું અવસાન થતાં તેમની પુણ્ય સ્મૃતિ રૂપે આ સંસ્થા સાથે તેમનું નામ જોડાયેલું છે. રાજપીપળા જેવા નિસર્ગસુંદર સ્થળે…

વધુ વાંચો >

જયદીપસિંહજી

જયદીપસિંહજી (જ. 24 જૂન 1929, દેવગઢ બારિયા, જિ. દાહોદ; અ. 20 નવેમ્બર 1987, નવી દિલ્હી) : ગુજરાતમાં બારિયારાજ્યના ભૂતપૂર્વ રાજવી. તે પછી રાજકીય નેતા, મંત્રી અને રમતવીર. અગાઉના બારિયા રાજ્યના મહારાજા રણજિતસિંહના પૌત્ર અને યુવરાજ સુભગસિંહના પુત્ર જયદીપસિંહે અજમેરની મેયો કૉલેજમાં અભ્યાસ કરી સિનિયર કેમ્બ્રિજની પરીક્ષા પસાર કરી હતી. તેઓ…

વધુ વાંચો >

જયપાલસિંઘ

જયપાલસિંઘ (જ. 1903, રાંચી, બિહાર; અ. 20 માર્ચ 1970) : ભારતના સૌપ્રથમ ઑલિમ્પિક હૉકી-કૅપ્ટન તરીકેનું ગૌરવ ધરાવતા ખેલાડી. શાળાના અભ્યાસકાળ દરમિયાન હૉકીનો પ્રારંભ; ઇંગ્લૅન્ડની ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી વખતે પણ હૉકી રમતા. ત્યારબાદ કૉલકાતાની મોહનબાગાન ટીમ તરફથી હૉકી રમ્યા. 1930થી 1934 સુધી એ ટીમના સુકાની રહ્યા. 1928માં એમ્સ્ટર્ડામમાં યોજાયેલી ઑલિમ્પિક…

વધુ વાંચો >

જયસિંહા, એમ. એલ.

જયસિંહા, એમ. એલ. (જ. 3 માર્ચ 1939, હૈદરાબાદ) : ભારતના પ્રારંભિક તથા મધ્યમ ક્રમના છટાદાર બૅટધર તથા મધ્યમ ઝડપી ગોલંદાજ. હૈદરાબાદ તરફથી 1954–55માં આંધ્ર સામે જયસિંહાએ રણજી ટ્રૉફી મૅચથી પ્રથમ કક્ષાની ક્રિકેટમાં પ્રવેશ કર્યો. આ મૅચમાં 90 રન નોંધાવ્યા અને 56 રનમાં 3 વિકેટો ઝડપી. 1963 –64થી હૈદરાબાદની રણજી ટ્રૉફી…

વધુ વાંચો >

જલસ્પર્ધા (aquatics)

જલસ્પર્ધા (aquatics) : પાણીની અંદર યા પાણીની સપાટી પર થતી રમતની સ્પર્ધા. આના મુખ્ય વિભાગ તરણ-ડૂબકી સ્પર્ધા તથા નૌકા(જલયાન) સ્પર્ધા છે. 1. તરણસ્પર્ધા : ‘તરણ’ યા ‘તરવું’ શબ્દ શરીરની પાણીની સપાટી પરની સામાન્ય સ્થિતિ-ગતિ દર્શાવે છે. માનવશરીરની વિશિષ્ટ ઘનતા (સ્પેસિફિક ગ્રેવિટી) એકંદરે 0.95થી 1 સુધીની ગણાય છે, તેથી માણસ માટે…

વધુ વાંચો >