રમતગમત

ગ્રિફિથ જૉયનર ફ્લૉરેન્સ

ગ્રિફિથ જૉયનર ફ્લૉરેન્સ (જ. 21 ડિસેમ્બર 1959, લૉસ ઍન્જેલિસ, કૅલિફૉર્નિયા; અ. 21 સપ્ટેમ્બર 1998, મિશન બીજો, કૅલિફૉર્નિયા) : વિશ્વવિક્રમ ધરાવતી દોડસ્પર્ધાની અમેરિકન મહિલા ખેલાડી. 1980ના દાયકામાં તેણે ઍથ્લેટિક્સની સ્પર્ધાઓમાં એવા અસાધારણ વિક્રમો પ્રસ્થાપિત કર્યા, જેને લીધે તે રમતગમતના ક્ષેત્રમાં ખ્યાતનામ થઈ. 1984માં લૉસ ઍન્જેલિસ ખાતેના ઑલિમ્પિક રમતોત્સવમાં તેણે 200 મીટર…

વધુ વાંચો >

ગ્રીનપાર્ક સ્ટેડિયમ

ગ્રીનપાર્ક સ્ટેડિયમ : કાનપુરમાં આવેલું ભારતનું ક્રિકેટ મેદાન. 1952માં 12મી જાન્યુઆરીએ પ્રવાસી ઇંગ્લૅન્ડની ટીમ સામે પ્રથમ વાર આ મેદાન પર ટેસ્ટમૅચ ખેલાઈ. અત્યાર સુધીમાં આ મેદાન પર રમાયેલી 16 ટેસ્ટમૅચોમાં ભારતનો 2માં વિજય, 3માં પરાજય થયો હતો. બાકીની 11 ડ્રૉ ગઈ છે. 1959માં આ મેદાન પર ઑસ્ટ્રેલિયા સામે ખેલાયેલી ટેસ્ટમાં…

વધુ વાંચો >

ગ્રેસ, ડબ્લ્યૂ. જી.

ગ્રેસ, ડબ્લ્યૂ. જી. (જ. 18 જુલાઈ 1848, ડાઉન ઍન્ડ બ્રિસ્ટોલ પાસે, ઇંગ્લૅન્ડ; અ. 23 ઑક્ટોબર 1915, મોટિંગહામ, કેન્ટ, ઇંગ્લૅન્ડ) : ચાર દાયકા સુધી ક્રિકેટવિશ્વ પર છવાઈ ગયેલા ઇંગ્લૅન્ડના ક્રિકેટના ભીષ્મ પિતામહ. 9 વર્ષની ઉંમરે તેમણે ક્રિકેટ ખેલવાની શરૂઆત કરેલી અને 60 વર્ષની ઉંમર સુધી રમવાનું ચાલુ રાખ્યું. જમણા હાથે બૅટિંગ…

વધુ વાંચો >

ઘાવરી, કરસન

ઘાવરી, કરસન (જ. 28 ફેબ્રુઆરી 1951, રાજકોટ) : ભારતીય ટેસ્ટ ક્રિકેટના પૂર્વ સમર્થ ડાબોડી ઑલરાઉન્ડર. 1969–70માં સૌરાષ્ટ્ર તરફથી રણજી ટ્રૉફી સ્પર્ધામાં પદાર્પણ કરીને પ્રથમ કક્ષાની ક્રિકેટમાં પ્રવેશ કર્યો. 1972–73 સુધી સૌરાષ્ટ્ર તરફથી રમ્યા પછી 1973–74થી 1981–82 સુધી તે રણજી ટ્રૉફી સ્પર્ધામાં મુંબઈ તરફથી રમ્યા અને 1982–83થી ફરી સૌરાષ્ટ્ર તરફથી રમ્યા.…

વધુ વાંચો >

ઘોડેસવારી

ઘોડેસવારી : અત્યંત જૂની અને લોકપ્રિય રમત. તેના મુખ્ય બે પ્રકાર છે : (1) સપાટ દોડસ્પર્ધા અને (2) ઠેક દોડસ્પર્ધા. ઠેક દોડસ્પર્ધામાં ઘોડાએ દોડમાર્ગ પર ગોઠવેલાં વિઘ્નો કે હર્ડલ્સ ઉપરથી ઠેકી જવાનું હોય છે. વિવિધ દેશોમાં યોજાતી સ્પર્ધાઓમાં સ્પર્ધક ઘોડાની લાયકાત, દોડ-અંતર તથા ઇનામોના પ્રકારો વગેરે અંગે વિવિધતા પ્રવર્તે છે.…

વધુ વાંચો >

ઘોરપડે, જયસિંહ

ઘોરપડે, જયસિંહ (જ. 2 ઑક્ટોબર 1930, પંચગીની; અ. 29 માર્ચ 1978, વડોદરા) : વડોદરાના ક્રિકેટ ખેલાડી. આખું નામ જયસિંહરાવ માનસિંહરાવ ઘોરપડે. તે ચશ્માંધારી, આક્રમક જમોડી બૅટ્સમૅન તથા લેગ-બ્રેક અને ગૂગલી બૉલર હતા. ‘મામાસાહેબ’ ઘોરપડેના હુલામણા નામે જાણીતા જયસિંહ ઘોરપડે પ્રથમ કક્ષાની ક્રિકેટમાં વડોદરા અને મહારાષ્ટ્ર તરફથી રમ્યા હતા. તેમણે 1952–53માં…

વધુ વાંચો >

ચક્રફેંક

ચક્રફેંક (discus throw) : અતિ પ્રાચીન રમત. પ્રાચીન ગ્રીક ઑલિમ્પિક્સમાં આ રમતને ‘ડિસ્કો વોલિસ’ કહેતા અને તે બહુ જ આકર્ષક રમત ગણાતી. આ રમતમાં ખેલાડીએ ફેંકવા માટેનું ચક્ર (discus) ધાતુની કિનારીથી જડેલું અને લાકડાનું બનેલું નીચે પ્રમાણેના માપનું હોય છે : વિભાગ વજન (કિગ્રા.) વ્યાસ (મિ. મીટર) પુરુષો 2.0 219થી…

વધુ વાંચો >

ચહલ, યજુવેન્દ્રસિંહ

ચહલ, યજુવેન્દ્રસિંહ (જ. 23 જુલાઈ 1990, જીંદ, હરિયાણા) : જમણેરી લેગસ્પીનર યજુવેન્દ્રસિંહ ભારતનો એક માત્ર એવો ખેલાડી છે જેણે ચેસ અને ક્રિકેટ બંનેમાં આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. 16 વર્ષથી નાની વયના ખેલાડીઓ માટે રમાતી વિશ્વ યુવા ચૅમ્પિયનશિપમાં તેણે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. ત્યારબાદ ચેસ માટે સ્પોન્સરર ન મળતાં…

વધુ વાંચો >

ચંદગીરામ

ચંદગીરામ (જ. 9 નવેમ્બર 1937, હિસ્સાર જિલ્લો, હરિયાણા; અ. 29 જૂન 2010, ન્યુ દિલ્હી) : ભારતના કુસ્તીબાજ. 1954માં મૅટ્રિકમાં ઉત્તીર્ણ થયા બાદ આર્ટ ઍન્ડ ક્રાફ્રટનો ડિપ્લોમા મેળવી 1957માં મુંઢાલાની સરકારી હાઈસ્કૂલમાં ચિત્રશિક્ષક તરીકે કામ કર્યું; પરંતુ સાથોસાથ પહેલવાનીમાં રસ હોવાથી અને એમના કાકા સદારામ જાણીતા પહેલવાન હોવાથી પોતે પહેલવાન થવાનું…

વધુ વાંચો >

ચંદ્રશેખર, ભગવત સુબ્રમણ્યમ

ચંદ્રશેખર, ભગવત સુબ્રમણ્યમ (જ. 18 મે 1945, બેંગલોર) : ભારતીય ટેસ્ટ સ્પિનર, જમોડી લેગ બ્રેક અને ગૂગલી ગોલંદાજ. 1963–64માં પ્રથમ કક્ષાની ક્રિકેટમાં પ્રવેશ. 1971–72માં કર્ણાટક રાજ્યની ટીમના સુકાની. ભારત તરફથી 58 ટેસ્ટ રમ્યા. 1967, 1971, 1974 અને 1979માં ઇંગ્લૅન્ડનો પ્રવાસ ખેડ્યો. 1967માં પૂર્વ આફ્રિકાનો પ્રવાસ, 1967–68 તથા 1977–78માં ઑસ્ટ્રેલિયાનો પ્રવાસ,…

વધુ વાંચો >