રમણલાલ ક. ધારૈયા

ઍક્ટન (લૉર્ડ)

ઍક્ટન (લૉર્ડ) (જ. 10 જાન્યુઆરી 1834, નેપલ્સ; અ. 19 જૂન 1902, બવેરિયા, જર્મની) : વિખ્યાત અંગ્રેજ ઇતિહાસકાર. આખું નામ જૉન એમેરિચ એડ્વર્ડ ડૅલબર્ગ – ઍક્ટન. માતા તેમજ પિતાને પક્ષે ઉમરાવ કુટુંબના હતા. વળી તે કૅથલિક વાતાવરણમાં ઊછર્યા હોવાથી તેમનામાં ખ્રિસ્તી સંસ્કાર ર્દઢ થયા હતા. આમ છતાં તેઓ રૂઢિચુસ્ત નહોતા. તેઓ…

વધુ વાંચો >

એશિયા

એશિયા દુનિયાના સાત ખંડો પૈકી સૌથી મોટો ખંડ. પૂર્વ ગોળાર્ધના ઉત્તર ભાગમાં 100 દ. અ.થી 800 ઉ. અ. અને 250 પૂ. રે.થી 1750 પૂ. રે. વચ્ચે આવેલો છે. પૃથ્વીના કુલ વિસ્તારના 11થી 12 ટકા અને કુલ સૂકી જમીનના 1/3 ભાગને તે આવરી લે છે. તેનું ક્ષેત્રફળ 4,46,14,399 ચોકિમી. છે. તેની…

વધુ વાંચો >

ઔરંગઝેબ – આલમગીર

ઔરંગઝેબ – આલમગીર [જ. 3 નવેમ્બર 1618, દાહોદ, ગુજરાત; અ. 3 માર્ચ 1707, અહમદનગર (શાસનકાળ 1658-1707)] : વિશાળ મુઘલ સામ્રાજ્યના અસ્ત સમયનો છઠ્ઠો અને છેલ્લો મહાન સમ્રાટ. આખું નામ મુહીયુદ્દીન મુહમ્મદ ઔરંગઝેબ. આ સામ્રાજ્યની પડતીની સાથે ભારતમાં બ્રિટિશ સત્તાની શરૂઆત થઈ. ઔરંગઝેબ કુશળ અને કાર્યક્ષમ વહીવટકર્તા, ર્દઢ મનોબળ સાથે શંકાશીલ…

વધુ વાંચો >

કાનપુર કાવતરા કેસ

કાનપુર કાવતરા કેસ (1924) : સામ્યવાદી વિચારસરણી ધરાવતા આગેવાનો સામે બ્રિટિશ સરકારને ઉથલાવી પાડવાના આરોપસર ચલાવાયેલો કેસ. રશિયામાં 1917માં સામ્યવાદી ક્રાંતિ થયા બાદ સોવિયેત સરકારની સ્થાપના થઈ. તેની પ્રેરણાથી વિશ્વના દેશોમાં સામ્યવાદનો પ્રચાર કરવા માટે આંતરરાષ્ટ્રીય સામ્યવાદી સંગઠન સ્થાપવામાં આવ્યું. ભારત અને અન્ય એશિયાઈ દેશોમાં તેની શાખાઓ શરૂ કરવાનો નિર્ણય…

વધુ વાંચો >

કૂટયુદ્ધ

કૂટયુદ્ધ : કૌટિલ્યે ગણાવેલા યુદ્ધના ત્રણ પ્રકાર પૈકીનો એક. આ ત્રણ પ્રકાર તે : (1) પ્રકાશ કે ખુલ્લું યુદ્ધ, (2) કૂટ કે ગુપ્ત યુદ્ધ તથા (3) મૂક કે તૂષ્ણી યુદ્ધ. પ્રકાશ યુદ્ધમાં કોઈ કપટનો આશરો લેવાતો નહિ. તે ધર્મયુદ્ધ મનાતું. કૂટયુદ્ધમાં કુટિલ નીતિનો આશરો લેવાતો તથા તેમાં કપટ, લાંચ વગેરેથી…

વધુ વાંચો >

કૈસર વિલિયમ બીજો

કૈસર વિલિયમ બીજો (શાસનકાળ 1888-1918) : જર્મનીનો સમ્રાટ. તે ઉગ્ર રાષ્ટ્રવાદ તેમજ સામ્રાજ્યવાદનો પુરસ્કર્તા હતો. આથી તેણે જર્મનીની લશ્કરી તેમજ નૌકા-તાકાતનો ભારે વિકાસ કરીને, એશિયા તથા આફ્રિકામાંનાં જર્મન સંસ્થાનોનો વિસ્તાર કરવાની નીતિ અપનાવી. પરિણામે જર્મનીને ઇંગ્લૅન્ડ અને ફ્રાન્સ સાથે સંઘર્ષમાં ઊતરવું પડે તેવી પરિસ્થિતિ પેદા થઈ. જર્મનીના એકીકરણમાં મુખ્ય ભાગ…

વધુ વાંચો >

ક્રોચે, બેનેડેટો

ક્રોચે, બેનેડેટો (જ. 25 ફેબ્રુઆરી 1866, પેસ્કાસ્સેરોલી, ઇટાલી; અ. 20 નવેમ્બર 1952, નેપલ્સ) : પ્રસિદ્ધ ફિલસૂફ, સૌંદર્યશાસ્ત્રી અને સાહિત્યમીમાંસક. પ્રાથમિક શિક્ષણ નેપલ્સમાં. 1883ના ધરતીકંપમાં કુટુંબીજનોનું મરણ. ત્રણ વર્ષ રોમમાં કાકાને ત્યાં રહ્યા. 1886માં નેપલ્સમાં પુનરાગમન. બાળપણમાં જ ધર્મશ્રદ્ધા ખૂટી ગઈ હતી, પણ રોમ વિશ્વવિદ્યાલયમાં નીતિશાસ્ત્ર અને તત્વજ્ઞાનનું અધ્યયન કરતી વેળા…

વધુ વાંચો >

ગઝનવી આક્રમણો

ગઝનવી આક્રમણો : ગઝનીના સુલતાન મહમૂદે ભારત પર કરેલાં આક્રમણો. ભારતને ઇસ્લામ(મુસ્લિમો)નો પ્રથમ સંપર્ક 712માં મોહમ્મદ બિન કાસિમે કરેલા સિંધવિજયથી થયો. ત્યાર બાદ આશરે 500 વર્ષ પછી (1206) મુસ્લિમ સત્તાની ભારતમાં સ્થાપના થઈ. તે દરમિયાન ભારત પર મુસ્લિમોનાં આક્રમણો થતાં રહ્યાં, જેમાં ગઝનવી આક્રમણોની સૌથી મહત્વની અસર થઈ. અફઘાનિસ્તાનના ગઝની…

વધુ વાંચો >

ગિબન, એડવર્ડ

ગિબન, એડવર્ડ (જ. 27 એપ્રિલ 1737, પટની, લંડન; અ. 16 જાન્યુઆરી 1794, લંડન) : અઢારમી સદીના સુપ્રસિદ્ધ અંગ્રેજ ઇતિહાસકાર. ઑક્સફર્ડ યુનિવર્સિટીના વિદ્યાર્થીજીવન બાદ તેમણે બે વર્ષ (1763-1765) યુરોપનું પરિભ્રમણ કર્યું. રોમન સામ્રાજ્યના અવશેષો વચ્ચે ફરતાં તેમને ઇતિહાસ લખવાની પ્રેરણા થઈ. ગ્રીક, રોમન, પૌરત્સ્ય, ઈરાની, બાઇઝેન્ટાઇન, મુસ્લિમ વગેરે સંસ્કૃતિઓના વિશદ અભ્યાસના…

વધુ વાંચો >

ચેમ્બર ઑવ્ પ્રિન્સિઝ

ચેમ્બર ઑવ્ પ્રિન્સિઝ : બ્રિટિશ શાસન દરમિયાન ભારતનાં દેશી રાજ્યોના રાજવીઓનું મંડળ (1919–1947). બ્રિટિશ અને હિંદ સરકારના પ્રોત્સાહનથી તે શરૂ કરવામાં આવ્યું હતું અને ભારત સ્વતંત્ર થતાં બરખાસ્ત થયું. 1857ના મહાન વિપ્લવ બાદ બ્રિટિશ સરકારે દેશી રાજ્યોને ખાલસા કરવાની નીતિનો ત્યાગ કર્યો અને વિકસી રહેલા રાષ્ટ્રવાદ સામે રાજવીઓનો સાથ મેળવવા…

વધુ વાંચો >