રક્ષા મ. વ્યાસ
હીથ એડવર્ડ
હીથ, એડવર્ડ (જ. 9 જુલાઈ 1916, બ્રૉડસ્ટેર્સ કેન્ટ, ઇંગ્લૅન્ડ; અ. 17 જુલાઈ, 2005) : બ્રિટનના વડાપ્રધાન અને રાજનીતિજ્ઞ. સુથાર પિતાના પુત્ર. શાલેય અભ્યાસને અંતે શિષ્યવૃત્તિ મેળવીને ઑક્સફર્ડમાં પ્રવેશ મેળવેલો, ત્યાંના અભ્યાસકાળ દરમિયાન તેઓ રૂઢિચુસ્ત પક્ષમાં રસ લેતા થયા. 1937માં ઑક્સફર્ડ યુનિવર્સિટીના કન્ઝર્વેટિવ ઍસોસિયેશનના પ્રમુખ બન્યા. તે સમયે નેવિલ ચેમ્બરલીન બ્રિટનના…
વધુ વાંચો >હુઆ-કુઓ ફેંગ
હુઆ-કુઓ ફેંગ (જ. 16 ફેબ્રુઆરી 1918, શાન્સી પ્રાંત, ચીન; અ. 20 ઑગસ્ટ 2008) : ચીનના સામ્યવાદી પક્ષના અધ્યક્ષ. 1949માં ચીનનું ગૃહયુદ્ધ પૂરું થયું ત્યારે તેઓ શાન્સી પ્રાંતના સામ્યવાદી પક્ષના સ્થાનિક મંત્રી હતા. 1955માં તેઓ હુનાન પ્રાંતના સામ્યવાદી પક્ષના મંત્રી બન્યા. 1958-66 દરમિયાન તેઓ હુનાન પ્રાંતના રાજ્યપાલ બન્યા. હુઆ-કુઓ ફેંગ 1966-69ના…
વધુ વાંચો >હુકર રિચાર્ડ
હુકર, રિચાર્ડ (જ. ? માર્ચ 1554, હેવિત્રી, દેવન, ઇંગ્લૅન્ડ; અ. 2 નવેમ્બર 1600, બિશપસોબોર્ન, કેન્ટબરી નજીક) : ઇંગ્લૅન્ડના ચર્ચના પાદરી, ધર્મશાસ્ત્રી અને વિદ્વાન લેખક. ગરીબ પરિવારનું સંતાન હોવા છતાં અભ્યાસમાં આગળ વધ્યા. ઑક્સફર્ડની કૉર્પસ ક્રિસ્ટી કૉલેજમાં અભ્યાસ કરી તેમણે ઑક્સફર્ડ યુનિવર્સિટી ખાતે અધ્યાપનકાર્ય કર્યું. 1579માં ત્યાં જ હિબ્રૂ ભાષાના ઉપપ્રાધ્યાપક…
વધુ વાંચો >હુજી
હુજી (હરકત-ઉલ-જિહાદ-અલ-ઇસ્લામી – બાંગ્લાદેશ, HUJAI – BD) : બાંગ્લાદેશી આતંકવાદી સંગઠન. ભારતમાં છેલ્લાં થોડાંક વર્ષોથી સક્રિય બનેલું સંગઠન. આ કટ્ટર ઇસ્લામવાદી સંગઠન ભારતમાં અન્ય આતંકવાદી સંગઠનો સાથે તાલમેલ રાખી આતંકની પ્રવૃત્તિઓને અંજામ આપે છે. હુજીની ગતિવિધિઓ વધવા સાથે આંતરરાષ્ટ્રીય આતંકવાદી સંગઠન ‘અલ-કાયદા’ સાથે તે સક્રિય બની રહ્યું છે. 1984માં ફઝલુર…
વધુ વાંચો >હુર્રીયત કૉન્ફરન્સ (ઑલ પાર્ટી હુર્રીયત કૉન્ફરન્સ)
હુર્રીયત કૉન્ફરન્સ (ઑલ પાર્ટી હુર્રીયત કૉન્ફરન્સ) : સ્થાપના : 9 માર્ચ, 1993. જમ્મુ-કાશ્મીર રાજ્યનાં કુલ 26 રાજકીય, સામાજિક અને ધાર્મિક સંગઠનોથી રચાયેલી સંસ્થા. ભારતની સ્વતંત્રતાના કાળથી જ જમ્મુ-કાશ્મીર રાજ્ય વિવાદાસ્પદ બન્યું. તેને ભારતના બંધારણમાં વિશેષ દરજ્જો આપવામાં આવ્યો. ભૌગોલિક રીતે તેના વિસ્તારનો મોટો ભાગ ભારત સાથે જોડાયેલો છે, તેની બહુમતી…
વધુ વાંચો >હુ શાહ
હુ શાહ (જ. 17 ડિસેમ્બર 1891, શાંઘાઈ, ચીન; અ. 24 ફેબ્રુઆરી 1962, તાઇવાન, ફોર્મોસા ચીન) : ચીનના રાષ્ટ્રવાદી મુત્સદ્દી અને વિદ્વાન, ચીની વિચારધારાના અગ્રણી નેતા. પિતા અધિકારી અને વિદ્વાન વ્યક્તિ. તેમણે પોતાની ત્રણ વર્ષની વયે પિતાની છત્રછાયા ગુમાવી હતી. માતા સીધીસાદી ગૃહિણી; પરંતુ બાળકના શિક્ષણ અંગે ભારે આગ્રહી હોવાથી ઘણી…
વધુ વાંચો >હુસૈન સદ્દામ
હુસૈન, સદ્દામ (જ. 28 એપ્રિલ 1937, અલ-ઓઉની, ટિકરિત, ઇરાક; અ. 30 ડિસેમ્બર 2006, બગદાદ) : ઇરાકના પ્રમુખ અને વિવાદાસ્પદ, આતતાયી શાસક. સદ્દામ હુસૈન અબ્દ-અલ-મજિદ અલ-તિરકીતી તેનું પૂરું નામ હતું. સામાન્ય સુથાર કુટુંબમાં જન્મેલા સદ્દામનો ઉછેર ઓરમાન પિતા દ્વારા થયો હતો. બાળપણથી અન્યની ચીજવસ્તુ આંચકી લઈ લડાયક ખમીરથી જીવવાની તેમની ટેવ…
વધુ વાંચો >હૂવર જે. (જ્હૉન) એડગર
હૂવર, જે. (જ્હૉન) એડગર (જ. 1 જાન્યુઆરી 1895, વૉશિંગ્ટન ડી.સી.; અ. 2 મે 1972, વૉશિંગ્ટન ડી.સી.) : અમેરિકાના વહીવટદાર અને તેની ફેડરલ બ્યૂરો ઑવ્ ઇન્વેસ્ટિગેશનના અધ્યક્ષ, જેમણે સતત 48 વર્ષ સુધી અને આઠ પ્રમુખોના કાર્યકાળ દરમિયાન આ હોદ્દો ભોગવ્યો હતો. જે. (જ્હૉન) એડગર હૂવર તેમણે જ્યૉર્જ વૉશિંગ્ટન યુનિવર્સિટીમાં કાયદાશાસ્ત્રનો અભ્યાસ…
વધુ વાંચો >હેગડે રામકૃષ્ણ
હેગડે, રામકૃષ્ણ (જ. 29 ઑગસ્ટ 1926, ઉત્તર કન્નડ જિલ્લો, કર્ણાટક; અ. 12 જાન્યુઆરી 2004, બૅંગાલુરુ) : કર્ણાટકના કરિશ્માતી રાજનીતિજ્ઞ અને પ્રથમ બિનકૉંગ્રેસી મુખ્યમંત્રી. ઉત્તર ક્ન્નડ જિલ્લાના સિદ્ધાપુરાના ખ્યાતનામ ‘દાદામણિ’ કુટુંબનું તેઓ સંતાન હતા. આ શ્રીમંત કુટુંબ 1930ની ‘ના-કર’ની લડતમાં સક્રિય બન્યું અને બ્રિટિશ સરકારને કરવેરો ભરવાનો વિરોધ કર્યો. આથી બ્રિટિશ…
વધુ વાંચો >હેડગેવાર (ડૉ.) કેશવ બળિરામ
હેડગેવાર, (ડૉ.) કેશવ બળિરામ (જ. 1 એપ્રિલ 1889, નાગપુર; અ. 21 જૂન 1940, નાગપુર) : ભારતના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપક અને હિંદુ રાષ્ટ્રની વિચારધારાના પ્રખર સમર્થક. તેમણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને મજબૂત બનાવી ભારતને સ્વબળ અને વૈભવ સાથે સમગ્ર વિશ્વમાં ટોચના સ્થાને લઈ જવાના પ્રયત્નો જીવનભર કર્યા. સમાજમાં રહેતી સામાન્ય વ્યક્તિઓ…
વધુ વાંચો >