રક્ષા મ. વ્યાસ
સિયાચીન
સિયાચીન : કારાકોરમ પર્વતમાળામાં આવેલી હિમનદી, સરહદી વિસ્તાર-ક્ષેત્ર અને દુનિયાભરમાં સૌથી વધુ ઊંચાઈએ આવેલી યુદ્ધભૂમિ. ઉત્તર અને દક્ષિણ ધ્રુવના પ્રદેશોને બાદ કરતાં પૃથ્વી પરની માનવ-વસાહતોની નજીકના ભાગોમાં તે મોટી ગણાતી, લાંબામાં લાંબી અને વધુમાં વધુ ઊંચાઈએ આવેલી હિમનદી છે. સ્થાન : 35° 30´ ઉ. અ. અને 77° 00´ પૂ. રે..…
વધુ વાંચો >સિર ક્રીક સીમા-વિસ્તાર
સિર ક્રીક સીમા–વિસ્તાર : ભારતની પશ્ચિમે કચ્છની સીમાનો છેલ્લો સત્તાવાર થાંભલો નં. 1175 (જે લખપતની બરાબર સામે આવેલો છે.), ત્યાંથી પશ્ચિમે 322 કિમી. લાંબી પટ્ટી ધરાવતી જમીનની સરહદ અને 99 કિમી. સુધી એટલે કે સિર ક્રીકના મુખ સુધીનો ખાડી-વિસ્તાર. કચ્છના રાજા અને સિંધ પ્રાંત વચ્ચે 1913માં કરાર થયા પછી થાંભલા…
વધુ વાંચો >સિંગ રાજેન્દ્ર
સિંગ, રાજેન્દ્ર (જ. 1957, ઉત્તરપ્રદેશ) : જળસંપત્તિના સંગ્રહ માટે સાધારણ ખર્ચની પદ્ધતિઓ વિકસાવી જનસમુદાયનું નેતૃત્વ કરી, રાજસ્થાનના સૂકા પ્રદેશોને હર્યાભર્યા કરનાર અને 2002ના મૅગ્સેસે ઍવૉર્ડ વિજેતા જનસેવક. ઉત્તરપ્રદેશના જમીનદાર કુટુંબમાં જન્મેલા સિંગ અલ્લાહાબાદ યુનિવર્સિટીની હિંદી વિષય સાથેની અનુસ્નાતક ઉપાધિ ધરાવે છે. આ સાથે તેઓ આયુર્વેદિક તબીબ છે અને ઋષિકુલ આયુર્વેદિક…
વધુ વાંચો >સિંધિયા (શિન્દે)
સિંધિયા (શિન્દે) : ગ્વાલિયર રાજ્યના મરાઠા શાસકો. દક્ષિણ ભારતમાં બહ્મની રાજ્યમાં ઘણાં સિંધિયા કુટુંબો જાણીતાં થયાં હતાં. સાતારા જિલ્લામાં આવેલ કાન્હરખેડના પટેલો સિંધિયા હતા. તેમાંના એકની પુત્રી રાજા શાહૂ મુઘલો પાસે કેદ હતો ત્યારે, તેની સાથે પરણાવી હતી. મરાઠા ઇતિહાસમાં ખ્યાતિ મેળવનાર સિંધિયા કુટુંબનો સ્થાપક રાણોજી સિંધિયા હતો. સિંધિયાની ત્રણ…
વધુ વાંચો >સિંહ, (ડૉ.) મનમોહન
સિંહ, (ડૉ.) મનમોહન (જ. 26 સપ્ટેમ્બર 1932, ગાહ, પંજાબ (હાલ પાકિસ્તાનમાં); અ. 26 ડિલેમ્બર 2024, નવી દિલ્હી) : વિદ્વાન અધ્યાપક, અર્થશાસ્ત્રી, ભારતમાં આર્થિક ઉદારીકરણની ની પ્રખર પુરસ્કર્તા અને ભારતના પૂર્વ નાણામંત્રી અને વડાપ્રધાન. તેઓ વડાપ્રધાન તરીકે પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરી ફરીથી ચૂંટાયા હોય તેવા જવાહરલાલ નહેરુ પછીના પહેલા વડાપ્રધાન…
વધુ વાંચો >સિંહાનુક નોરોદોમ
સિંહાનુક નોરોદોમ (જ. 31 ઑક્ટોબર 1922, ફેનોમ પેન્હ, કંબોડિયા) : કંબોડિયાના રાજા, વડાપ્રધાન, રાજ્યના વડા અને પ્રમુખ. તેમનું પૂરું નામ સામદેહ પ્રીચ નોરોદોમ સિંહાનુક. 1941માં માત્ર 18 વર્ષની વયે તેઓ ગાદીનશીન થયા હતા. 1955 સુધી તેઓ રાજા રહ્યા. બીજા વિશ્વયુદ્ધ (1939-45) દરમિયાન જાપાનના ઉત્તેજનથી તેમણે કંબોડિયાની સ્વતંત્રતા ઘોષિત કરી; પરંતુ…
વધુ વાંચો >સિંહા ભુવનેશ્વરપ્રસાદ
સિંહા, ભુવનેશ્વરપ્રસાદ (જ. 1 ફેબ્રુઆરી 1899; અ. ?) : ભારતની સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ. પ્રારંભિક, માધ્યમિક અને કૉલેજશિક્ષણ પટણા ખાતે લીધું તેમજ 1919માં પટણા કૉલેજમાંથી સ્નાતક બન્યા ત્યારે તેઓ સર્વોચ્ચ ક્રમાંક-સ્થાન ધરાવતા હતા. 1921માં તેમણે અનુસ્નાતક પદવી મેળવી અને ત્યારબાદ કાયદાના સ્નાતક બન્યા. પટણાની વડી અદાલતથી પોતાની કારકિર્દીનો આરંભ કરી…
વધુ વાંચો >સુબ્બારાવ કાલ્લુરી
સુબ્બારાવ, કાલ્લુરી (જ. 25 મે 1897, કાલ્લુરુ, અનંતપુર જિલ્લો, આંધ્રપ્રદેશ; અ. 1973) : સ્વાતંત્ર્યસેનાની, સામાજિક ઉત્કર્ષની દૃષ્ટિ ધરાવતા કાર્યકર, લેખક અને પત્રકાર. તેમનો પ્રારંભિક અભ્યાસ વતન કાલ્લુરુમાં આરંભાયો. ત્યાં ખ્યાતનામ વિદ્વાનો પાસે તેલુગુ અને સંસ્કૃત ભાષાનો અભ્યાસ કર્યો. એડવર્ડ કૉરોનેશન સેકન્ડરી સ્કૂલ અને થિયૉસૉફિકલ હાઈસ્કૂલ(મદનાપલ્લૈ)માં અને પછીથી વેસ્લેયાન મિશન હાઈસ્કૂલ,…
વધુ વાંચો >સુસ્લૉવ મિખાઇલ આંદ્રેવિચ
સુસ્લૉવ, મિખાઇલ આંદ્રેવિચ (જ. 21 નવેમ્બર 1902, સોખોવસ્કોઈ, રશિયા; અ. 25 જાન્યુઆરી 1982, મૉસ્કો) : સોવિયેત સામ્યવાદી પક્ષના અગ્રણી નેતા. ખેડૂત પિતાના પુત્ર તરીકે તેમણે રશિયન ક્રાંતિની ઊથલપાથલમાં ભાગ લીધો હતો. આ ઘટના દરમિયાન તેઓ યંગ કમ્યુનિસ્ટ લીગમાં અને પછી દેશમાં ચાલેલા આંતરવિગ્રહમાં જોડાયા. 1921માં 19 વર્ષની વયે તેઓ સામ્યવાદી…
વધુ વાંચો >સુહાર્તો થોજીબ
સુહાર્તો થોજીબ (જ. 8 જૂન 1921, કેમુસુ આરગામુલ્જા, જાવા, ડચ, ઈસ્ટ ઇન્ડીઝ) : ઇન્ડોનેશિયાના બીજા પ્રમુખ. તેમની કારકિર્દીનો પ્રારંભ બક-ક્લાર્ક તરીકે થયેલો. પછી તેઓ સામ્રાજ્યવાદી ડચ શાસકોના લશ્કરમાં જોડાયા. 1942માં જાપાનના વિજય બાદ જાપાન-સંચાલિત લશ્કરી દળમાં જોડાયા અને લશ્કરી અધિકારી તરીકેની તાલીમ લીધી. જાપાનની શરણાગતિ સમયે ગેરીલા દળો વતી ડચ…
વધુ વાંચો >