રક્ષા મ. વ્યાસ
ઇંગ્લૅન્ડ
ઇંગ્લૅન્ડ યુ. કે.નું મહત્વનું રાજ્ય. ભૌગોલિક માહિતી : ઇંગ્લૅન્ડ આશરે 50o ઉ. અ.થી 55o 30´ ઉ. અ. અને 2o પૂ. રે.થી 6o પ. રે. વચ્ચે આવેલું છે. આ રાજ્યનો વિસ્તાર 1,30,439 ચોકિમી. છે. આ રાજ્યની ઉત્તર-દક્ષિણ લંબાઈ આશરે 580 કિમી. જ્યારે પૂર્વ-પશ્ચિમ પહોળાઈ 435 કિમી. છે. ત્રિકોણાકાર ધરાવતા આ રાજ્યની…
વધુ વાંચો >ઈથિયોપિયા
ઈથિયોપિયા દક્ષિણ-પૂર્વ આફ્રિકામાં રાતા સમુદ્રને અડીને આવેલો પ્રાચીન પહાડી દેશ. આશરે 2oથી 18o ઉ. અક્ષાંશવૃત્ત અને 33oથી 48o પૂ. રેખાંશવૃત્ત વચ્ચે વિસ્તરેલા આ દેશનું કુલ ક્ષેત્રફળ લગભગ 12,21,905 ચોકિમી. જેટલું છે. તેને પશ્ચિમમાં સુદાન, પૂર્વમાં સોમાલી અને દક્ષિણમાં કેન્યાની સીમાઓ સ્પર્શે છે, જ્યારે તેની ઉત્તરની સીમા પર જીબુટી નામનો નાનકડો…
વધુ વાંચો >ઈરાન
ઈરાન ક્ષેત્રફળ અને વસ્તીની દૃષ્ટિએ પશ્ચિમ એશિયાનો સૌથી મોટો દેશ. પેટ્રોલિયમ અને કુદરતી વાયુનો મોટો જથ્થો ધરાવતો આ દેશ વ્યૂહાત્મક ર્દષ્ટિએ પણ અગત્યનું સ્થાન ધરાવે છે. તે 25o ઉ. અ. અને 39o 30´ ઉ. અ. અને 44o પૂ.રે. તથા 63o પૂ.રે. વચ્ચે આવેલો છે. તેનું ક્ષેત્રફળ 16,48,000 ચો.કિમી. અને વસ્તી…
વધુ વાંચો >ઈસ્ટોનિયા
ઈસ્ટોનિયા (Estonia) : બાલ્ટિક સમુદ્રની પૂર્વ તરફ આવેલો ઉત્તર યુરોપીય દેશ. તે 57o 30’થી 59o 40′ ઉ. અ. અને 22o 00’થી 28o 00′ પૂ. રે. વચ્ચેનો આશરે 45,100 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે ફિનલૅન્ડનો અખાત, પૂર્વે પાઇપસ સરોવર, ઈશાનમાં રશિયા, દક્ષિણે લૅટવિયા, નૈર્ઋત્યમાં રીગા સરોવર તથા પશ્ચિમે…
વધુ વાંચો >ઉઝબેકિસ્તાન
ઉઝબેકિસ્તાન : મધ્ય એશિયામાંના રશિયાથી અલગ થયેલું પ્રજાસત્તાક રાજ્ય. ભૌગોલિક માહિતી : આ દેશ 37oથી 48o ઉ. અ. અને 56oથી 68o પૂ. રે. વચ્ચે આવેલો છે આ ભૂમિબંદીસ્ત દેશ કે જેની ઉત્તરે અને વાયવ્યે કઝાકિસ્તાન, પૂર્વમાં અને અગ્નિએ કિર્ગીઝિસ્તાન અને તાઝીકિસ્તાન જ્યારે દક્ષિણ અને નૈર્ઋત્યે અફઘાનિસ્તાન તેમજ તુર્કમેનિસ્તાન સરહદરૂપે આવેલાં…
વધુ વાંચો >ઉપાધ્યાય, દીનદયાળ
ઉપાધ્યાય, દીનદયાળ (જ. 25 સપ્ટેમ્બર 1916, ધનકિયા ગામ, રાજસ્થાન, ભારત; અ. 11 ફેબ્રુઆરી 1968, મુગલસરાઈ, ઉત્તરપ્રદેશ) : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ પ્રચારક અને જનસંઘના અગ્રણી નેતા. પિતા ભગવતીપ્રસાદ. તેમની ખૂબ નાની વયે માતા-પિતાનું અવસાન થવાથી તેમનો ઉછેર મોસાળમાં થયો. અભ્યાસમાં તેઓ ઘણા તેજસ્વી હતા અને હંમેશાં પ્રથમ સ્થાને રહેતા હોવાથી…
વધુ વાંચો >ઉરુગ્વે
ઉરુગ્વે : દક્ષિણ અમેરિકા ભૂમિખંડના પૂર્વ (ઍટલૅંટિક) કિનારે આશરે 30o 0¢થી 35o 0′ દ. અક્ષાંશવૃત્તો અને 53o 0¢થી 58o 25′ પ. રેખાંશવૃત્તો વચ્ચે આવેલું રાજ્ય. સુસંબદ્ધ (compact) આકારનો આ દેશ 1,77,508 ચોકિમી. ક્ષેત્રફળ ધરાવે છે. દેશને ઉત્તરમાં બ્રાઝિલ અને દક્ષિણમાં આર્જેન્ટિનાની સરહદો સ્પર્શે છે, તેથી અંતરિયાળ રાજ્ય (buffer state) તરીકેનું…
વધુ વાંચો >ઍટલાન્ટા
ઍટલાન્ટા : યુ.એસ.ના અગ્નિખૂણામાં આવેલા જ્યૉર્જિયા રાજ્યનું પાટનગર તેમજ દક્ષિણમાં સૌથી મોટું ઔદ્યોગિક શહેર. ભૌ. સ્થાન : 33o 44′ ઉ. અ. અને 84o 23′ પ. રે. 1833માં આ નગરની સ્થાપના બાદ તેના પૂર્વના મેદાનમાંના ભૌગોલિક સ્થાનને કારણે 1900 પછી આ શહેરનો સતત વિકાસ થતો રહ્યો છે. મેટ્રોપૉલિટન ઍટલાન્ટાની વસ્તી 60,20,864…
વધુ વાંચો >એન્ટબી
એન્ટબી (Entebbe) : પૂર્વ આફ્રિકાના યુગાન્ડા દેશમાં વિક્ટોરિયા સરોવરને કાંઠે અને કમ્પાલાથી આશરે 40 કિમી. દક્ષિણ દિશામાં આવેલું નગર. આ નગરનો ઉદભવ 1893માં એક લશ્કરી છાવણીમાંથી થયો હતો અને 1894થી 1962 સુધી તે યુગાન્ડાનું પાટનગર હતું. તે સમુદ્રસપાટીથી 1,146 મીટરની ઊંચાઈએ આવેલું હોવાથી ઉનાળામાં તેની આબોહવા ખુશનુમા અને સમધાત રહે…
વધુ વાંચો >