યોગેશ ડબગર

સિલાજિનેલેલ્સ

સિલાજિનેલેલ્સ : ત્રિઅંગી વનસ્પતિઓના લાયકૉપ્સિડા વર્ગનું એક ગોત્ર. આ ગોત્ર એક જ કુળ સિલાજિનેલેસીનું બનેલું છે. આ કુળ એક જીવંત પ્રજાતિ સિલાજિનેલા ધરાવે છે. એક અશ્મીભૂત પ્રજાતિ સિલાજિનેલાઇટિસ પુરાજીવ (Carboniferous) ભૂસ્તરીય યુગમાં મળી આવે છે. આ પ્રજાતિ Selaginellites crassicinctus, S. canonbiensis, S. sussei, S. polaris અને S. primaevae દ્વારા પ્રતિનિધિત્વ…

વધુ વાંચો >

સિલેસ્ટ્રેસી

સિલેસ્ટ્રેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલું એક કુળ. બૅન્થામ અને હૂકરની વર્ગીકરણ-પદ્ધતિમાં તેનું સ્થાન આ પ્રમાણે છે : વર્ગ – દ્વિદળી, ઉપવર્ગ – મુક્તદલા (Polypetalae), શ્રેણી – બિંબપુષ્પી (Disciflorae), ગોત્ર – સિલેસ્ટ્રેલ્સ, કુળ – સિલેસ્ટ્રેસી. વિલિસ(1969)ના મંતવ્ય મુજબ, આ કુળ 45 પ્રજાતિઓ અને 500 જેટલી જાતિઓનું બનેલું છે. બૉટેનિકલ સર્વે…

વધુ વાંચો >

સોમલતા

સોમલતા : દ્વિદળી વર્ગમાં આવેલા ઍસ્ક્લેપિયેડેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Sarcostemma acidum Voigt syn. S. brevistigma Wight & Arn. (સં. સોમવલ્લી, સોમક્ષીરી; મ. રાનશેર, સોમવલ્લી; તે. કોન્ડાપાલા, પાલ્માકાશ્તામ; ક. હંબુકલ્લી, સોમલતા; અં. મૂન પ્લાન્ટ) છે. તે સામાન્યત: પર્ણવિહીન સંધિમય ક્ષુપ છે અને 1.0 મી. કે તેથી વધારે લંબાઈ…

વધુ વાંચો >

સ્ક્રોફ્યુલેરીએસી

સ્ક્રોફ્યુલેરીએસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલું એક કુળ. બૅન્થામ અને હૂકરની વર્ગીકરણ-પદ્ધતિમાં તેનું સ્થાન આ પ્રમાણે છે : ઉપવર્ગ – યુક્તદલા (Gamopetalae), શ્રેણી (series) – દ્વિસ્ત્રીકેસરી (Bicarpellatae), ગોત્ર (order) – પર્સોનેલીસ, કુળ – સ્ક્રોફ્યુલેરીએસી. વિલિસ(1969)ના મંતવ્ય પ્રમાણે આ કુળ 210 પ્રજાતિઓ અને 3,000 જાતિઓ ધરાવે છે. બી.એસ.આઈ.(Botanical Survey of India)ની…

વધુ વાંચો >

સ્ટર્ક્યુલીઆ

સ્ટર્ક્યુલીઆ : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા સ્ટર્ક્યુલીએસી કુળની વૃક્ષ પ્રજાતિ. તેનું વિતરણ ઉષ્ણકટિબંધમાં – ખાસ કરીને દક્ષિણ-પૂર્વ એશિયામાં થયેલું છે. ભારતમાં તેની લગભગ 12 જેટલી જાતિઓ થાય છે. તે હિમાલયના પહાડી પ્રદેશોમાં તથા પૂર્વ, મધ્ય અને દક્ષિણ ભારતનાં શુષ્ક કે અર્ધશુષ્ક વનોમાં મળી આવે છે. ગુજરાતમાં તેની બે જાતિઓ જોવા…

વધુ વાંચો >

સ્ટર્ક્યુલીએસી

સ્ટર્ક્યુલીએસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલ માલ્વેલીસ ગોત્રનું એક કુળ. બૅન્થામ અને હૂકરની વર્ગીકરણ પદ્ધતિમાં તેનું સ્થાન આ પ્રમાણે છે : ઉપવર્ગ (subclass) – મુક્તદલા (Polypetalae); શ્રેણી (series) – પુષ્પાસન પુષ્પી (Thalamiflorae); ગોત્ર – માલ્વેલીસ; કુળ – સ્ટર્ક્યુલીએસી. સ્ટર્ક્યુલીએસી : Sterculia foetida (પૂન, જંગલી બદામ) : (અ) શાખા, (આ) છાલનો…

વધુ વાંચો >

સ્તરીકરણ

સ્તરીકરણ : વનસ્પતિસમાજ(plant community)માં થતા લંબવર્તી (vertical) ફેરફારો સાથે સંકળાયેલી ઘટના. તેના પ્રત્યેક સમક્ષિતિજીય (horizontal) વિભાગમાં વિશિષ્ટ લંબવર્તી સ્તરો જોવા મળે છે. વનસ્પતિસમાજની ઉત્પત્તિ અને વિકાસ દરમિયાન સજીવો વચ્ચે વિશિષ્ટ પ્રકારના આંતરસંબંધો અસ્તિત્વ ધરાવે છે. આ સંબંધો મુખ્યત્વે નિવાસસ્થાન અને ખોરાકને લગતા હોય છે. નિવાસ અને ખોરાક સંબંધે તે પ્રદેશની…

વધુ વાંચો >

સ્ત્રીકેસર

સ્ત્રીકેસર : સપુષ્પ વનસ્પતિઓના પુષ્પમાં આવેલું માદા પ્રજનનાંગ. તે પુષ્પાસન પર સૌથી અંદરનું આવશ્યક (essential) પ્રજનનચક્ર બનાવે છે. આ ચક્રને સ્ત્રીકેસર ચક્ર (gynoecium) કહે છે; જે એક કે તેથી વધારે સ્ત્રીકેસરોનું બનેલું હોય છે. જો પુષ્પમાં સ્ત્રીકેસર ચક્ર એક જ સ્ત્રીકેસરનું બનેલું હોય તો તેને એકસ્ત્રીકેસરી (monocarpellary) સ્ત્રીકેસર ચક્ર કહે…

વધુ વાંચો >

સ્થાનીયતા

સ્થાનીયતા : કોઈ એક જાતિ કે વર્ગક-સમૂહ(taxonomic group)નો આવાસ નિશ્ચિત ભૌગોલિક પ્રદેશ પૂરતો જ મર્યાદિત રહે તેવી પરિસ્થિતિ. આ પરિસ્થિતિના નિર્માણ માટે જવાબદાર પરિબળોમાં અલગીકરણ (isolation) અથવા મૃદા કે આબોહવાકીય પરિસ્થિતિઓ સામેની પ્રતિક્રિયા(response)નો સમાવેશ થાય છે. આવા વર્ગક(taxon)ને તે પ્રદેશનો સ્થાનિક (endemic) ગણવામાં આવે છે. સ્થાનીયતાનો વિસ્તાર વર્ગકની કક્ષા ઉપર…

વધુ વાંચો >

સ્થૂલકોણક

સ્થૂલકોણક : સરળ સ્થાયી વનસ્પતિ પેશીનો એક પ્રકાર. તે શાકીય દ્વિદળી વનસ્પતિઓનાં પ્રકાંડ અને પર્ણોમાં જોવા મળે છે. દ્વિદળીઓનાં મૂળ અને કાષ્ઠમય પ્રકાંડમાં તથા એકદળીઓમાં આ પેશીનો અભાવ હોય છે; છતાં એકદળીમાં નાગદમણ (Crinum) અને ગાર્ડન લીલી(Pancratium)નાં પર્ણોમાં આ સ્થૂલકોણક (collenchyma) પેશી આવેલી હોય છે. સ્થાન : આ પેશી શાકીય…

વધુ વાંચો >