યશંવત કેળકર

આળેકર, સતીશ વસન્ત

આળેકર, સતીશ વસન્ત (જ. 30 જાન્યુઆરી 1949, દિલ્હી) : આધુનિક મરાઠી રંગભૂમિના અગ્રગણ્ય પ્રયોગશીલ નાટકકાર, દિગ્દર્શક, અને ચલચિત્રના પટકથાલેખક તથા દિગ્દર્શક. પુણે વિશ્વવિદ્યાલયમાંથી એમ. એસસી.ની ઉપાધિ પ્રાપ્ત કરી હતી. તેઓ નાટ્યકલાના અધ્યયન માટે અમેરિકા, ઇંગ્લૅન્ડ તથા પશ્ચિમ જર્મની ગયા હતા. ત્યાંથી અદ્યતન રંગભૂમિના નિષ્ણાત થઈને ભારત આવ્યા. ભારતમાં તેમણે નાટ્યલેખન…

વધુ વાંચો >

કિર્લોસ્કર નાટક મંડળી

કિર્લોસ્કર નાટક મંડળી (1880) : બળવંત પાંડુરંગ કિર્લોસ્કર ઉર્ફે અણ્ણાસાહેબ કિર્લોસ્કરે સ્થાપેલી નાટક મંડળી. 1880માં એક પારસી નાટક મંડળીએ પાશ્ચાત્ય ઑપેરા નાટકની શૈલીમાં ભજવેલું સંગીત-નાટક અણ્ણાસાહેબે જોયું અને મરાઠીમાં એવો જ અખતરો કરી જોવાનો વિચાર એમના મનમાં આવ્યો. કાલિદાસના- ‘અભિજ્ઞાનશાકુન્તલમ્’નો મરાઠી અનુવાદ કર્યો અને તેમાં પોતાનાં ગીતો પણ ઉમેર્યાં. આ…

વધુ વાંચો >

કિર્લોસ્કર બળવંત પાંડુરંગ (અણ્ણાસાહેબ)

કિર્લોસ્કર, બળવંત પાંડુરંગ (અણ્ણાસાહેબ) (જ. 31 માર્ચ 1843, ગુર્લહોસુર, જિ. ધારવાડ, કર્ણાટક; અ. 2 નવેમ્બર 1885, ગુર્લહોસુર, જિ. ધારવાડ, કર્ણાટક) : મરાઠીના પ્રથમ શ્રેષ્ઠ સંગીત-નાટકકાર અને સંગીત-રંગભૂમિના શિલ્પી, ઉત્કૃષ્ટ રંગમંચઅભિનેતા, સંગીતજ્ઞ અને કવિ. મૂળ વતન રત્નાગિરિ જિલ્લાનું કિર્લોસી ગામ. તેથી અટક કિર્લોસ્કર. બાર વર્ષ સુધી કાનડી અને મરાઠી બંને ભાષાનું…

વધુ વાંચો >

ગડકરી, રામ ગણેશ

ગડકરી, રામ ગણેશ (જ. 26  મે 1885, નવસારી, ગુજરાત; અ. 23 જાન્યુઆરી 1919, સાવનેર, વિદર્ભ, મહારાષ્ટ્ર) : વિખ્યાત મરાઠી નાટ્યકાર, હાસ્યલેખક અને કવિ. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ગુજરાતના જામનગર અને કરજણ ખાતે જ્યારે પ્રથમ વર્ષ સુધીનું ઉચ્ચશિક્ષણ પુણે ખાતે. તે પહેલાં થોડાક સમય માટે કિર્લોસ્કર નાટક મંડળીમાં કલાકારોના તથા અન્ય…

વધુ વાંચો >

તમાશા

તમાશા : મહારાષ્ટ્રનું પારંપરિક લોકનાટ્ય. ‘તમાશા’ શબ્દ મરાઠીમાં ઉર્દૂ ભાષામાંથી આવ્યો છે. સંત એકનાથે તેમના એક ભારૂડ(અભિનય ગીત)માં ‘બડે બડે ‘તમાશા દેખે’ એ પંક્તિમાં ‘તમાશા’ શબ્દનો પ્રયોગ કર્યો છે. ‘તમાશા’નો શાબ્દિક અર્થ ‘દેખાવ કરવો’ થાય છે. આ નિમ્ન કોટિનો સુરુચિવિહીન કલાપ્રકાર છે એવી એક ભ્રામક માન્યતા પ્રચલિત હતી; પણ આજે…

વધુ વાંચો >

દશાવતારી નાટક

દશાવતારી નાટક : મહારાષ્ટ્રના પારંપરિક નાટ્યસાહિત્યનો પ્રકાર. તેને દશાવતારી ખેળે કહે છે. આ પ્રકારનાં નાટકો દક્ષિણ કોંકણ અને ગોવામાં લોકપ્રિય છે. નવો પાક ઊતર્યા પછી હોળી સુધી વિવિધ ગામોમાં યોજાતી મંદિરોની યાત્રામાં દશાવતારી નાટકો દક્ષિણ કોંકણ અને ગોવામાં ભજવાતાં. આ પ્રકારનાં નાટકોમાં વિષ્ણુના દશ અવતારોની રજૂઆત થાય છે અને એ…

વધુ વાંચો >

નાયક, પુંડલિક નારાયણ

નાયક, પુંડલિક નારાયણ (જ. 21 એપ્રિલ 1952, વળવઈ, તા. પોન્ડા, ગોવા) : કોંકણીના કવિ, નાટકકાર. માછીમાર કુટુંબમાં જન્મ. માધ્યમિક શિક્ષકની નોકરી કરતાં કરતાં સ્નાતક સુધીનું શિક્ષણ લીધું. પણજી ખાતે ઑલ ઇન્ડિયા રેડિયોમાં કામ કર્યું. 1984માં પૂર્ણ સમયના લેખક બન્યા. એમનાં પત્ની હેમા નાયક પણ લેખિકા છે. ‘રાનસુંદરી’ નામની ગીતકથાને ગોવા…

વધુ વાંચો >

બાલગંધર્વ (મૂળ નામ નારાયણ શ્રીપાદ રાજહંસ)

બાલગંધર્વ (મૂળ નામ નારાયણ શ્રીપાદ રાજહંસ) (જ. 26 જૂન 1888, ચિંચણી, જિ. સાંગલી, મહારાષ્ટ્ર; અ. 15 જુલાઈ 1967, પુણે) : મરાઠી રંગભૂમિના સુપ્રસિદ્ધ અભિનેતા. પિતા શ્રીપાદ કૃષ્ણાજી રાજહંસ, માતા અન્નપૂર્ણા. શિક્ષણ અંગ્રેજી બીજા ધોરણ સુધીનું જ લીધેલું. તેમણે 1906થી 1955 સુધી મરાઠી રંગભૂમિ પર સ્ત્રી અને પુરુષપાત્રોના એમના અભિનય તથા…

વધુ વાંચો >

ભાટવડેકર, દાજી

ભાટવડેકર, દાજી (ભાટવડેકર, કૃષ્ણચંદ્ર મોરેશ્વર) (જ. 15 સપ્ટેમ્બર 1921, મુંબઈ) :  આધુનિક મરાઠી અને સંસ્કૃત રંગભૂમિના પીઢ કલાકાર. મુંબઈના એક ભૂતપૂર્વ મેયર ડૉ. સર ભાલચંદ્ર ભાટવડેકરના પૌત્ર કૃષ્ણચંદ્ર ‘દાજી ભાટવડેકર’ નામથી જ ખ્યાત છે. તેમનું વિશ્વવિદ્યાલયનું અધ્યયન એમ.એ. સુધીનું. તેમને સંશોધનમાં રસ છે. સંસ્કૃત ભાષા અને સાહિત્યની એમની રુચિ દાદ…

વધુ વાંચો >

ભાવે, વિષ્ણુદાસ

ભાવે, વિષ્ણુદાસ (વિષ્ણુ અમૃત) (જ. 9 ઑગસ્ટ 1818; અ. 1901) : આધુનિક મરાઠી રંગભૂમિના જનક. સાંગલી સંસ્થાનના અધિપતિ ચિંતામણરાવ ઉર્ફે અપ્પાસાહેબ પટવર્ધનની ખાનગી કચેરીમાં તેઓ નોકરી કરતા હતા. એક કુશળ તંત્રજ્ઞ અને પારંપરિક કઠપૂતળી (પપેટ્રી) કળાના તેઓ જાણકાર હતા. કથા, કવિતા લખવાનો છંદ હતો. કર્ણાટકની પારંપરિક યક્ષગાન શૈલીમાં નાટકો ભજવતી…

વધુ વાંચો >