યતીન્દ્ર દીક્ષિત
આલસાસ-લૉરેઇનની સમસ્યા
આલસાસ-લૉરેઇનની સમસ્યા : ફ્રાન્સના પ્રદેશ આલસાસ-લૉરેઇનની સીમાને લગતી સમસ્યા. આલસાસ-લૉરેઇન ફ્રાન્સનો ડિસ્ટ્રિક્ટ છે. અલેમન્નોની ટોળીએ આલસાસમાં મુકામ કર્યો હતો. મેરોવિન્જિયન કુળના સ્થાપક અને ફ્રાન્સના રચયિતા ક્લોવિસે (481-511) અલેમન્નો પાસેથી આલસાસ જીતી લીધો. હોલી એમ્પાયરના સમયમાં તે તેનો એક ભાગ હતો. 1552ની એમ્બોર્ડની સંધિ દ્વારા લૉરેઇન અને આલસાસમાં ફ્રાન્સ પ્રવેશ્યું. 28એપ્રિલ…
વધુ વાંચો >આંધ્રભૃત્યો
આંધ્રભૃત્યો : અંધ્રભૃત્ય વંશના લોકો. પુરાણોમાં આપેલા રાજવંશ-વૃત્તાંતમાં કાણ્વવંશ પછી અંધ્રને અંધ્રભૃત્ય વંશ સત્તારૂઢ થયો હોવાનું જણાવ્યું છે. તે વંશના લોકો તે આંધ્રભૃત્યો. આ વંશને અભિલેખોમાં સાતવાહન વંશ તરીકે ઓળખાવ્યો છે. આ વંશની મુખ્ય શાખામાં 19 રાજા થયા અને તેમણે એકંદરે 200 વર્ષ રાજ્ય કર્યું. કેટલાક માને છે કે સાતવાહનો…
વધુ વાંચો >ઇટાલી
ઇટાલી દક્ષિણ યુરોપનું આલ્પ્સ ગિરિમાળાથી મધ્ય ભૂમધ્ય સમુદ્ર સુધી વિસ્તરેલું અને 1100 કિમી. લાંબું ઇટાલિયન રાષ્ટ્ર. 36o ઉ. અ. અને 47o ઉ. અ. તથા 7o પૂ. રે. અને 19o પૂ. રે. વચ્ચે તે આવેલું છે. તેનું ક્ષેત્રફળ 3,01,278 ચોકિમી. છે અને વસ્તી અંદાજે 6,06,05,053 (2010) છે. ઉત્તરનો ભાગ વધુ પહોળો…
વધુ વાંચો >ઇન્દ્રરાજ-1
ઇન્દ્રરાજ-1 (722 આશરે) : રાષ્ટ્રકૂટ વંશનો ગુર્જર શાખાનો રાજા. કર્કરાજ પહેલાનો પુત્ર. આનર્ત ઉપરના આક્રમણને કારણે નાગભટને ઇન્દ્રરાજ સાથે લડાઈ થઈ હતી અને તેમાં તેની હાર થઈ હતી. તેણે ચાલુક્ય રાજપુત્રી ભવનાગાનું હરણ કરી ખેટકમંડલમાં તેની સાથે રાક્ષસવિવાહ કર્યો હતો. ઇન્દ્રરાજના સંબંધમાં જણાવેલું ખેટક એ ખેડા નહીં, પણ દક્ષિણનું કોઈ…
વધુ વાંચો >ઇમામશાહ
ઇમામશાહ (જ. 1452; અ. 1513 અથવા 1520) : અમદાવાદની દક્ષિણે પીરાણાના જાણીતા પીર. તેઓ મુહમ્મદ બેગડાના સમયમાં (આ. 1470-71) ઈરાનથી ગુજરાતમાં આવી અમદાવાદની ઉત્તરે આશરે 14 કિમી. ઉપર આવેલા ‘ગીરમથા’ નામના ગામમાં સ્થાયી થયા. એ ગામને આજે ‘પીરાણા’ અર્થાત્ પીરોના સ્થાન તરીકે ઓળખવામાં આવે છે. એમના ચમત્કારોને કારણે ગુજરાતના સુલતાન…
વધુ વાંચો >ઇમામ સૈયદ હસન
ઇમામ સૈયદ હસન (જ. 31 ઑગસ્ટ 1871, નેવરા, જિ. પટણા; અ. 19 એપ્રિલ 1933 પટના) : પ્રખર રાષ્ટ્રવાદી, બંધારણના હિમાયતી અને સમાજસુધારક. અગ્રણી મધ્યમવર્ગીય શિક્ષિત કુટુંબમાં જન્મેલા ઇમામે પ્રારંભિક શિક્ષણ લીધા પછી 1889માં ઇંગ્લૅન્ડ જવાનું નક્કી કર્યું. ત્યાં કાયદાના અભ્યાસની સાથોસાથ જાહેર પ્રવૃત્તિનો પણ આરંભ થયો. 1892માં ત્યાંના ‘બાર’માં પ્રવેશ…
વધુ વાંચો >ઈશ્વરીપ્રસાદ
ઈશ્વરીપ્રસાદ (જ. 1888, કાંચી તારપુર (આગ્રા); અ. 26 ઓક્ટોબર 1986) : ભારતના સમર્થ ઇતિહાસકાર. પિતા શિક્ષક. તેમણે પ્રાચીન પદ્ધતિથી ઉર્દૂ, હિંદી અને ફારસીનો અભ્યાસ અંગ્રેજી શિક્ષણ સાથે કર્યો હતો. તેમણે એમ.એ., એલએલ.બી., ડી.લિટ્., એમ.એલ.સી. વગેરે ઉપાધિઓ મેળવી હતી. શરૂઆતમાં તેમની ઇચ્છા વકીલાત કરવાની હતી. તેમ છતાં 1914માં આગ્રા કૉલેજમાં અધ્યાપક…
વધુ વાંચો >ઉગ્રસેન (1)
ઉગ્રસેન (1) : પૌરાણિક સમયના મથુરાના યદુવંશી રાજા. તેઓ આહુકના પુત્ર હતા. તેમના કંસ ઇત્યાદિ નવ પુત્રોનાં તથા પાંચ પુત્રીઓનાં નામ પુરાણોમાં જણાવેલાં છે. વૃષ્ણિકુળના વસુદેવ મથુરાના રાજા ઉગ્રસેનના મંત્રી હતા. ઉગ્રસેનને તેના પુત્ર કંસે કેદ કર્યા અને કંસ પોતે રાજા બન્યો. યાદવકુળના વડીલો કંસના આ અપકૃત્યને સાંખી શક્યા નહિ.…
વધુ વાંચો >ઉગ્રસેન (2) (મહાપદ્મ નંદ)
ઉગ્રસેન (2) (મહાપદ્મ નંદ) (ઈ.પૂ. છઠ્ઠી કે પાંચમી સદી) : નંદ વંશનો સ્થાપક. મહાપદ્મ કે અગ્રમ્મીસ (= ઔગ્ર સેન્ય) તરીકે ઓળખાતો. તે વાળંદ જ્ઞાતિનો હતો. એક મત મુજબ તેને 8 પુત્રો હતા. 9 ભાઈઓમાં તે સૌથી મોટો હતો, એમ ઉલ્લેખ મળે છે. તેણે ઐક્ષ્વાકુઓ, પાંચાલો, કાશીઓ, હૈહયો, કલિંગો, અશ્મકો, કુરુઓ,…
વધુ વાંચો >