મ. શિ. દૂબળે
રંજકદ્રવ્યો (pigments) (સૂક્ષ્મજીવવિજ્ઞાન)
રંજકદ્રવ્યો (pigments) (સૂક્ષ્મજીવવિજ્ઞાન) : વિવિધ જાતના સૂક્ષ્મજીવોના કોષરસના ભાગ રૂપે દેહધર્મ-પ્રક્રિયા દરમિયાન નિર્માણ થતાં રંજકદ્રવ્યો. આમ તો રંજકદ્રવ્યો બધાં સજીવોમાં એક યા બીજા સ્વરૂપે આવેલાં હોય છે. કોષના બંધારણ રૂપે આવેલાં રંજકદ્રવ્યોનો ખ્યાલ પરાવર્તન (reflection) અને પ્રકીર્ણન (scattering) જેવી પ્રક્રિયાઓને અધીન અભિવ્યક્ત થતો હોય છે. લીલ-શેવાળ (green alga), પ્રકાશ-સંશ્લેષક જીવાણુઓ…
વધુ વાંચો >રાઇટ, સેવાલ (Wright, Sewall)
રાઇટ, સેવાલ (Wright, Sewall) (જ. 1889, મેલરોઝ; અ. 1988) : અમેરિકાના એક પ્રખર વિજ્ઞાની. જનસંખ્યા જનીનવિજ્ઞાન- (population genetics)ના આદ્ય પ્રસ્થાપક તરીકે જાણીતા. સેવાલ અસર (Sewall effect) તરીકે રજૂ કરવામાં આવતી જનીનિક વિચલન (genetic drift) સંકલ્પનાના પ્રવર્તક તરીકે પ્રખ્યાત. નાના જનસમૂહોમાંની કેટલીક વ્યક્તિઓ વિરલ (rare) જનીનો ધરાવે છે. સેવાલ અસર સંકલ્પના…
વધુ વાંચો >રિકેટ્સિયા
રિકેટ્સિયા : વિશિષ્ટ પ્રકારના જીવાણુ (bacteria) તરીકે જેમનું વર્ણન કરી શકાય તેવા પરોપજીવી સૂક્ષ્મજીવો. કદમાં તેઓ જીવાણુ કરતાં નાના હોય છે અને માત્ર યજમાન(host)ના જીવંત કોષોની અંદર પ્રજોત્પાદન કરી શકતા હોય છે. મોટાભાગના રિકેટ્સિયા પ્રજાતિના સૂક્ષ્મજીવો ઇતરડી (mite), રિકેટ્સિયા-પૉક્સ રોગ પેદા કરનાર રિકેટ્સિયા એકારી સૂક્ષ્મજીવ જૂ (lice), ઉંદર જેવાં યજમાનોના…
વધુ વાંચો >રીંછ (Bear)
રીંછ (Bear) : ગળા અને ખભા પર લાંબા કેશ ધરાવતું બરછટ વાળવાળું માંસાહારી (carnivora) શ્રેણીનું પ્રાણી. કુળ ઉર્સિડે. ભારતમાં સામાન્યપણે જોવા મળતા રીંછને અંગ્રેજીમાં ‘sloth bear’ કહે છે. તેનું શાસ્ત્રીય નામ છે Melurus ursinus. મધમાખી અને ઊધઈ જેવા કીટકો, તેનો મનગમતો ખોરાક. પોતાના તીણા અને લાંબા નહોરથી આવા કીટકોને તેમના…
વધુ વાંચો >રૂપાંતરણ (transformation) (સૂક્ષ્મવિજ્ઞાન)
રૂપાંતરણ (transformation) (સૂક્ષ્મવિજ્ઞાન) : સંશ્લેષણ (conjugation), પારક્રમણ (transduction) જેવી પ્રક્રિયા દરમિયાન યજમાન સૂક્ષ્મજીવના સંજનીન(genome)માં થતું સંભાવ્ય પરિવર્તન. આ પ્રક્રિયામાં પર્યાવરણિક માધ્યમમાં રંગસૂત્ર કે જનીનના ભાગ રૂપે આવેલ DNAની સાંકળ યજમાન સૂક્ષ્મજીવમાં પ્રવેશીને તેમાં ભળી જાય છે. જોકે યજમાનના શરીરની બાહ્ય સપાટી તરફ DNAની સાંકળને સ્વીકારે તેવા સ્વીકારકો (receptors) હોય તો…
વધુ વાંચો >રેફિનેસ્ક, કૉન્સ્ટંટાઇન સૅમ્યુએલ
રેફિનેસ્ક, કૉન્સ્ટંટાઇન સૅમ્યુએલ (જ. 22 ઑક્ટોબર 1783, ગૅલાટા, તુર્કસ્તાન; અ. 18 સપ્ટેમ્બર 1840, ફિલાડેલ્ફિયા, ઉત્તર અમેરિકા) : જાણીતા પ્રકૃતિવિદ (naturalist). તેઓ ઔપચારિક રીતે શિક્ષણ આપતા કોઈ પણ વિદ્યાલયમાં વિદ્યાર્થી તરીકે જોડાયા ન હતા. તેમણે ખાનગી રીતે જે તે વિષયના નિષ્ણાતો પાસેથી જ્ઞાન સંપાદન કર્યું હતું. પ્રકૃતિવિજ્ઞાનમાં તેઓ ઊંડો રસ ધરાવતા…
વધુ વાંચો >રેમાક, રૉબર્ટ
રેમાક, રૉબર્ટ (જ. 26 જુલાઈ 1815, પોસેન; અ. 29 ઑગસ્ટ 1865, કિસિન્જેન) : જર્મન ગર્ભવિજ્ઞાની (embryologist) અને ચેતાશાસ્ત્રજ્ઞ (neurologist). રેમાક ખ્યાતનામ દેહધર્મવિજ્ઞાની જોહૅન મ્યુલરના વિદ્યાર્થી. રેમાકે ઈ. સ. 1835માં બર્લિન વિશ્વવિદ્યાલયમાંથી M.D.ની ઉપાધિ પ્રાપ્ત કરી, પરંતુ તેઓ યહૂદી હોવાને કારણે આ વિદ્યાલયમાં તેમને નોકરી આપવાની ના પાડવામાં આવી. આમ છતાં…
વધુ વાંચો >રોમર, આલ્ફ્રેડ શેરવુડ
રોમર, આલ્ફ્રેડ શેરવુડ (જ. 5 ડિસેમ્બર 1894, વ્હાઇટ પ્લેન્સ, ન્યૂયૉર્ક; અ. 5 નવેમ્બર 1973, કેમ્બ્રિજ) : પૃષ્ઠવંશી પ્રાણીઓની ઉત્ક્રાંતિનો સ્પષ્ટ ખ્યાલ આપનાર એક ખ્યાતનામ જીવાવશેષવિજ્ઞાની (palaeontologist). તેમણે તુલનાત્મક શારીરિકી (comparative anatomy) અને ગર્ભવિજ્ઞાન(embryology)ના સચોટ પુરાવાઓને આધારે પૃષ્ઠવંશી પ્રાણીઓના જીવાવશેષવિજ્ઞાનના ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. આલ્ફ્રેડ રોમરનો જન્મ એક ગરીબ…
વધુ વાંચો >લક્કડખોદ (wood-pecker)
લક્કડખોદ (wood-pecker) : લાકડું ખોદવા માટે અનુકૂલન પામેલી ચાંચ ધરાવતું પક્ષી. તે ઝાડની છાલમાં કે લાકડામાં વસતા કીટકોને કાણું પાડી પકડે છે અને ખાય છે. પોતાને માટેનું દર કોતરવા તે ચાંચનો ઉપયોગ કરે છે. દુનિયાના લગભગ બધા પ્રદેશોમાં વસતાં લક્કડખોદ પક્ષીઓનો સમાવેશ પિસિફૉર્મિસ શ્રેણીના પિસિડે કુળમાં કરવામાં આવે છે. વૈશિષ્ટ્યપૂર્ણ…
વધુ વાંચો >