મ. શિ. દુબળે

શંખ-છીપલાં (Gastropoda and Bivalvia)

શંખ–છીપલાં (Gastropoda and Bivalvia) : શરીરના આવરણ તરીકે ‘પ્રાવરણ’ (mantle) નામે ઓળખાતા પટલમાં આવેલ ગ્રંથિઓના સ્રાવથી નિર્માણ થતા કૅલ્શિયમના બનેલા કવચ(shell)ને શરીરની ફરતે ધારણ કરતા મૃદુકાય (mollusa) સમુદાયનાં પ્રાણીઓ. શંખ કે શંખલાં જેવાં કવચવાળાં મૃદુકાય પ્રાણીઓનો સમાવેશ ઉદરપદી (gastropoda) વર્ગમાં કરવામાં આવેલો છે. જ્યારે બે છીપલાં વડે બનેલ કવચથી ઢંકાયેલાં…

વધુ વાંચો >

શાર્ક (shark-મુસી)

શાર્ક (shark-મુસી) : શાર્ક કે મુસી નામે ઓળખાતી કાસ્થિમીનો(cartilagenous fishes)નો એક વિશાળ સમૂહ. મોટાભાગની મુસી દરિયાનાં ખુલ્લાં પાણીમાં તીવ્ર ગતિએ તરતી સુવાહી (stream lined) માછલી તરીકે જાણીતી છે. આમ છતાં કેટલીક મુસીઓ દરિયાના નિમ્ન સ્તરે પણ વાસ કરતી જોવા મળે છે. જૂજ મુસીઓ મીઠાં જળાશયોમાં પણ વસે છે. મોટાભાગની મુસી…

વધુ વાંચો >

શાહમૃગ (ostrich)

શાહમૃગ (ostrich) : આજે હયાતી ધરાવતું સૌથી મોટા કદનું જાણીતું પક્ષી. ત્રણ મીટર જેટલી ઊંચાઈ ધરાવતા આ પક્ષીનો સમાવેશ Struthioniformes શ્રેણીનાં Struthionidae કુળમાં થાય છે. શાસ્ત્રીય નામ છે Struthio camelus. તે મુખ્યત્વે પૂર્વ અને દક્ષિણ આફ્રિકાનાં ડુંગર, રણ અને વનસ્પતિની અછત હોય તેવા પ્રદેશમાં વસે છે. તેની પાંખ અત્યંત નાની…

વધુ વાંચો >

શાહુડી (porcupine)

શાહુડી (porcupine) : શરીર પર લાંબા કોમળ વાળ જ્યારે પીઠ, પાર્શ્ર્વબાજુ અને પૂંછડી પર તીણા કાંટાળા ઢલોમો (bristles) ધરાવતું મૂષકાદિ (rodentia) શ્રેણીનું સસ્તન પ્રાણી. ભારતમાં વસતી શાહુડીનો સમાવેશ હિસ્ટ્રિડે કુળમાં થાય છે. શાસ્ત્રીય નામ : Hystris indica. દૃઢલોમોનો ઉપયોગ રક્ષણાત્મક છે. શાહુડી પોતાના પર આક્રમણ કરનારના શરીરના માંસમાં કાંટાળા વાળ…

વધુ વાંચો >

શીતસમાધિ (Hibernation)

શીતસમાધિ (Hibernation) : શિયાળામાં ઠંડીની વિપરીત અસરને ટાળવા પ્રાણીઓ વડે અપનાવવામાં આવતી સુપ્તાવસ્થા (dormancy). ખાસ કરીને અસ્થિર તાપમાનવાળાં (poikilo thermic) પ્રાણીઓ પર્યાવરણમાં ઠંડીનું પ્રમાણ વધતાં શરીરનું તાપમાન જાળવવામાં મુશ્કેલી અનુભવતાં હોય છે. તેની વિપરીત અસર દેહધાર્મિક પ્રક્રિયા પર થાય છે. આવાં કેટલાંક પ્રાણીઓ પથ્થર જેવાની નીચે દર ખોદીને અથવા પોતાના…

વધુ વાંચો >

શેળો (Hedge hog)

શેળો (Hedge hog) : વાળની જગ્યાએ શૂળો (spines) વડે છવાયેલું કીટભક્ષી (insectivora) શ્રેણીનું Erinaceidae કુળનું સસ્તન પ્રાણી. શાસ્ત્રીય નામ Erinaceus collaries Gray. કીટકો ઉપરાંત ગોકળગાય, કૃમિ, પક્ષી અને તેનાં ઈંડાં તેમજ નાનાં કદનાં સસ્તન પ્રાણીઓનો શિકાર કરે છે. બીવે ત્યારે પોતાના શરીરને દડાની જેમ વાળી રક્ષણ મેળવે છે. શૂળોના સ્નાયુઓ…

વધુ વાંચો >

શ્વસન (respiration) (પ્રાણીશાસ્ત્ર)

શ્વસન (respiration) (પ્રાણીશાસ્ત્ર) કાર્યશક્તિની ઉપલબ્ધિ, તેનું વિમોચન અને તેની ઉપયોગિતા(utility)ના અનુસંધાનમાં શરીર દ્વારા પર્યાવરણમાંથી થતો પ્રાણવાયુનો સ્વીકાર અને કાર્બન ડાયૉક્સાઇડનો થતો ત્યાગ. પ્રાણીઓમાં આ વાયુઓનો વિનિમય ત્રણ તબક્કે થાય છે : બાહ્ય શ્વસન, આંતરિક શ્વસન અને કોષીય શ્વસન. બાહ્ય શ્વસનમાં પર્યાવરણ અને શરીર વચ્ચે ઉપર્યુક્ત વાયુઓની આપલે થતી હોય છે.…

વધુ વાંચો >

શ્વાન થિયૉડોર

શ્વાન થિયૉડોર (જ. 1810; અ. 1882) : કોષસિદ્ધાંત(cell theory)નું પ્રતિપાદન કરનાર એક પ્રમુખ જર્મન દેહધર્મવિજ્ઞાની (physio-logist). બ્રિટિશ વિજ્ઞાની રૉબર્ટ હૂકે ઈ.સ. 1665માં બૂચ(cork)નો પાતળો ટુકડો કરી તેને પોતે બનાવેલ સૂક્ષ્મદર્શકની નીચે નિહાળ્યું. તેણે જોયું કે આ ટુકડો અનેક ખાના(compartments)નો બનેલો છે અને તેની ફરતે એક દીવાલ આવેલી છે. આ ખાનાના…

વધુ વાંચો >

સમજનીનકો અને સમજનીનીકરણ (clones and cloning)

સમજનીનકો અને સમજનીનીકરણ (clones and cloning) : સમાન જનીનસંકુલ ધરાવતા સજીવોના સમૂહો અને સમજનીનકો નિર્માણ કરવા અપનાવવામાં આવતી પ્રવિધિ. વનસ્પતિની ડાળખી રોપવાથી ઉદ્ભવતી વનસ્પતિનાં જનીનસંકુલો અને પ્રજનક (parent) વનસ્પતિનાં જનીનસંકુલો એકસરખા હોય છે. ગ્રીક ભાષામાં KLON એટલે ડાળખી (shoot). તેના વિકાસથી ઉત્પન્ન થયેલી બધી વનસ્પતિ સમજનીનક હોય છે. ડાળખી રોપવાથી,…

વધુ વાંચો >

સમડી (kite)

સમડી (kite) : માંસાહારી (carnivora) વર્ગના, સિંચાનક શ્રેણીના Accipitridae કુળનું પક્ષી. સમડી ગંદકી અને મરેલ પ્રાણીનું માંસ ખાવા માટે જાણીતી છે. સમડીની ત્રણ જાતો ભારતમાં સર્વત્ર પ્રસરેલી છે. (1) કાળી પાંખવાળી સમડી (black winged kite) : શાસ્ત્રીય નામ : Elanus caerulens vociferus. આ સમડી ગુજરાતમાં સર્વત્ર વસે છે. તેને આકાશમાં…

વધુ વાંચો >