મ. ઝ. શાહ

કૈલાસપતિ (કૅનન બૉલ ટ્રી)

કૈલાસપતિ (કૅનન બૉલ ટ્રી) : ઊંચું સીધું થતું વર્ગ દ્વિદલા અને કુળ લૅસિથિડેસીનું ઝાડ. એનું શાસ્ત્રીય નામ Couroupita guianensis છે. એનાં પાન ઝૂમખાંમાં આવે છે. તે પાનખર ઋતુમાં ખરી જાય છે અને પછી ફૂલ તથા નવાં પાન આવે છે. આ ઝાડ ઘણી વિચિત્રતાઓ ધરાવે છે અને તેનાં જુદાં જુદાં નામ…

વધુ વાંચો >

કોચિયા

કોચિયા : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલ ચિનોપોડિયેસી કુળની ઉપક્ષુપ કે શાતકીય પ્રજાતિ. તેની જાતિઓનું વિતરણ મધ્ય અને દક્ષિણ યુરોપ, સમશીતોષ્ણ એશિયા, ઉત્તર અને દક્ષિણ આફ્રિકા, ઑસ્ટ્રેલિયા અને ઉત્તર-પશ્ચિમ અમેરિકામાં થયેલું છે. ભારતમાં તેની ત્રણ જાતિઓ થાય છે. Kochia scopariaનું સ્વરૂપ અને જાત સામાન્યત: K. trichophylla Voss. (અં. સમર સાઇપ્રસ, ફાયર…

વધુ વાંચો >

કૉમ્બ્રીટમ

કૉમ્બ્રીટમ : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલી મોટું આરોહી ક્ષુપ સ્વરૂપ ધરાવતી પ્રજાતિ. તેની 400 જેટલી જાતિઓનું દુનિયાના ઉષ્ણકટિબંધીય પ્રદેશોમાં વિતરણ થયેલું છે. ભારતમાં તેની 12 જેટલી જાતિઓ થાય છે. Combretum grandiflorum કઠલતા (liana) છે. તેનાં પર્ણો સાદાં સંમુખ, લંબગોળાકાર અને અનુપર્ણીય (exstipulate) હોય છે. આ વેલ વજનદાર હોવાથી તેને મજબૂત…

વધુ વાંચો >

કૉર્ડિયા

કૉર્ડિયા : બો. ના. કૉર્ડિયા સેબેસ્ટીના. ગૂંદાની જાતનું ઝાડ. ઘણુંખરું નાના કદમાં થતું આ ઝાડ ઝડપથી વધે છે. એનાં પાન 15થી 20 સેમી. મોટાં થાય છે. નારંગી-લાલ રંગનાં ફૂલ મુખ્યત્વે શિયાળામાં થાય છે, પરંતુ બીજી ઋતુમાં પણ થોડાંઘણાં ફૂલ જોવા મળે છે. ઘણા બગીચામાં આ ઝાડ જોવા મળે છે. મોટાં…

વધુ વાંચો >

કૉર્નફ્લાવર

કૉર્નફ્લાવર : કૉમ્પોઝિટી કુળની એક જાત. શાસ્ત્રીય નામ Centaurea cyanus. શિયાળામાં થતા આ મોસમી ફૂલના છોડ 30થી 50 સેમી. ઊંચા થાય છે. ફૂલ કાકર કાકરવાળાં દેખાય છે. સફેદ, ભૂરાં, ગુલાબી, મોરપીંછ, તપખીરિયાં વગેરે રંગનાં ફૂલ થાય છે. છોડ ફૂલથી ભરાઈ જાય છે. તે સ્વીટ સુલતાન તરીકે પણ ઓળખાય છે. મ.…

વધુ વાંચો >

કોલિયસ

કોલિયસ : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા લેમિયેસી (લેબિયેટી), કુળની શાકીય અને ક્ષુપ સ્વરૂપો ધરાવતી પ્રજાતિ. આ પ્રજાતિમાં લગભગ 200 જેટલી જાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે અને તેમનું વિતરણ એશિયા, આફ્રિકા, ઑસ્ટ્રેલિયા અને પૅસિફિક દ્વીપકલ્પોના ઉષ્ણ અને ઉપોષ્ણ કટિબંધીય પ્રદેશોમાં થયેલું છે. ભારતમાં તેની 8 જેટલી જાતિઓ નોંધાયેલી છે. મોટા ભાગની…

વધુ વાંચો >

કૉસ્મૉસ (વનસ્પતિશાસ્ત્ર)

કૉસ્મૉસ (વનસ્પતિશાસ્ત્ર) : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા ઍસ્ટરેસી કુળની એક પ્રજાતિ. તે લગભગ 34 જાતિઓની બનેલી શાકીય સુંદર પુષ્પોનું નિર્માણ કરતી પ્રજાતિ છે અને તેનું વિતરણ અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝમાં થયેલું છે. Cosmos bipinnatus Cav. ઉદ્યાનોમાં ઉગાડવામાં આવતી જાતિ છે. આ જાતિ મુખ્યત્વે ચોમાસામાં થાય છે. છતાં બીજી ઋતુઓમાં પણ…

વધુ વાંચો >

ક્રિસ્ટ્મસ ટ્રી

ક્રિસ્ટ્મસ ટ્રી : ગુજરાતીમાં જાણીતું નાતાલનું વૃક્ષ. ફુવારા-વૃક્ષ; અં. Norfolk Island pine; fountain tree. રમણીય, સદાહરિત વૃક્ષ. તે 40થી 50 મીટર ઊંચું સપુષ્પ વનસ્પતિમાં અનાવૃત બીજધારી વર્ગ Coniferales-નું છે; તે ખૂબ જ ધીમે વધે છે; પરંતુ ઠંડી આબોહવામાં તેની વધ સારી થાય છે. શરૂઆતનાં કેટલાંક વર્ષ સુધી તે કૂંડામાં ઉછેરી…

વધુ વાંચો >

ક્રોટન

ક્રોટન : વર્ગ દ્વિદળીના ઉપવર્ગ અદલાના કુળ યુફોરબિયેસીની એક પ્રજાતિ. તેની એક જાતિ C. variegatum Fib. સુશોભિત રંગનાં અને વિવિધ રચના તથા આકારવાળાં પાનથી આકર્ષક લાગે છે. લાલ, પીળા, લીલા, સફેદ, ગુલાબી એમ અનેક રંગ તથા લાંબાં-પહોળાં અને સ્ક્રૂની જેમ વળેલાં, પપૈયાનાં પાન જેવા અનેક આકાર ધરાવે છે. તેની ડાળીનું…

વધુ વાંચો >

ક્રૉસેન્ડ્રા પ્રજાતિ

ક્રૉસેન્ડ્રા પ્રજાતિ (Crossandra genus) : વર્ગ દ્વિબીજદલાના કુળ Acanthaceae-નો બારે માસ ફૂલોથી શોભતો કાંટાંવાળો નાનો છોડ. તેની પાંખડીઓ કેસરી – કેસરીપીળા રંગની અને નિપત્રો લીલાં સફેદ નસોવાળાં હોય છે. તેની મુખ્યત્વે ત્રણ જાતો વવાય છે. C. undulaefolia Saltsh તે અબોલી, C. flavasib તે કાંસી અને C. nilotica L તે સમી.…

વધુ વાંચો >