મ. ઝ. શાહ

કેતકી

કેતકી : એકદળી વર્ગમાં આવેલા એગેવૅસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Agave cantala Roxb. syn A. vivipara Dalz. & Gibs. (સં. વનકેતકી; મ. કેતકી, ઘાયપાત; મલા. યેરોપકૈત; અં. કૅન્ટાલા, બૉમ્બેએલો) છે. તે એક મોટી મજબૂત બહુવર્ષાયુ શાકીય મેક્સિકોની મૂલનિવાસી વનસ્પતિ છે, અને ભારતના ઘણા ભાગોમાં પ્રાકૃતિક નિવાસ કરતી (naturalized)…

વધુ વાંચો >

કૅના

કૅના : વનસ્પતિઓના એકદળી વર્ગમાં આવેલા કુળ સિટેમિનેસી અને ઉપકુળ કૅનેસીની એક પ્રજાતિ. 67 જેટલી જાતિઓ ધરાવે છે. તેની ઘણી ઉદ્યાન-જાતો સંકરિત છે અને તેને સુંદર પર્ણો અને પુષ્પો માટે ઉછેરવામાં આવે છે. પુષ્પોનો રંગ આછા પીળાથી માંડી ઘેરા કિરમજી સુધીના હોય છે. Canna edulis જેવી જાતિઓની ગાંઠામૂળી ખાદ્ય હોય…

વધુ વાંચો >

કૅન્ડી ટફ્ટ

કૅન્ડી ટફ્ટ : દ્વિદળી વર્ગમાં આવેલા બ્રેસિકેસી કુળની એક વનસ્પતિ. તેને ‘Iberis’ પ્રજાતિ હેઠળ મૂકવામાં આવે છે અને એકવર્ષાયુ કે બહુવર્ષાયુ શાકીય કે ઉપક્ષુપ (undershrub) સ્વરૂપે જોવા મળે છે. આ પ્રજાતિની કેટલીક જાતિઓ ઉદ્યાનોમાં તેના સુંદર પુષ્પસમૂહો માટે ઉછેરવામાં આવે છે. તેને ક્યારીઓમાં કે ક્યારીઓની કે પ્લોટની સીમાઓ બનાવવા ઉદ્યાનોમાં…

વધુ વાંચો >

કૅલિયાન્ડ્રા

કૅલિયાન્ડ્રા : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા માઇમોઝેસી કુળની શાખિકાવિહીન (unarmed), ક્ષુપ, નાનું વૃક્ષ કે કેટલીક વાર બહુવર્ષાયુ શાકીય સ્વરૂપ ધરાવતી પ્રજાતિ. ભારતમાં તેની 10 જેટલી જાતિઓ થાય છે અને બળતણ માટે અને ઉદ્યાનોમાં શોભન-વનસ્પતિઓ તરીકે ઉગાડવામાં આવે છે. Calliandra calothyrsus Meissn. syn. C. confusa Sprague & Riley. નામની જાતિ ટટ્ટાર…

વધુ વાંચો >

કૅલિયૉપ્સિસ (કોરિયૉપ્સિસ)

કૅલિયૉપ્સિસ (કોરિયૉપ્સિસ) : વર્ગ દ્વિદલા અને કુળ કૉમ્પૉઝીટીનું. લગભગ સળી જેવા પાનવાળા અને લાંબી દાંડી ઉપર આવતાં જુદા જુદા રંગનાં ફૂલવાળા મોસમી છોડ. શિયાળામાં આ છોડ વધારે પ્રમાણમાં ફૂલ આપે છે. ફૂલનો રંગ મુખ્યત્વે પીળો, તપખીરિયો અથવા તેના મિશ્રણવાળો હોય છે. ફૂલ લગભગ બારે માસ આવે છે. ક્યારીમાં એક વખત…

વધુ વાંચો >

કૅલેડિયમ

કૅલેડિયમ : વનસ્પતિઓના એકદળી વર્ગમાં આવેલા એરેસી કુળની પ્રકાંડવિહીન ગાંઠામૂળીવાળી શાકીય પ્રજાતિ. તેનું વિતરણ ઉષ્ણકટિબંધીય અમેરિકામાં થયેલું છે. ભારતમાં તેમના સુશોભિત પર્ણસમૂહ માટે લગભગ પાંચ જાતિઓ ઉગાડવામાં આવે છે. તેની શોભન જાતો ‘એન્જલ-વિંગ્ઝ’, ‘કોરેઝોન-દ-મારિયા’, ‘ઍલિફન્ટ્સ ઇયર’ વગેરે નામે જાણીતી છે. તેઓ ગોરાડુ જમીનમાં સૌથી સારી રીતે ઊગે છે અને તેમનું…

વધુ વાંચો >

કૅલેન્ડ્યુલા

કૅલેન્ડ્યુલા : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા ઍસ્ટરેસી કુળની ઉદ્યાનોમાં ઉગાડાતી એક પ્રજાતિ. તે 25 જેટલી એકવર્ષાયુ કે બહુવર્ષાયુ જાતિઓની બનેલી છે, ભારતમાં તેની બે જાતિઓ થાય છે. Calendula officinalis Linn. (પં. ઝર્ગુલ, અં. પૉટ મેરીગોલ્ડ) રોમિલ, એકવર્ષાયુ, 50 સેમી.થી 60 સેમી. ઊંચી શાકીય જાતિ છે – ઘણા ભાગોમાં તેને ઉદ્યાનોમાં…

વધુ વાંચો >

કેવડો

કેવડો : એકદળી વર્ગમાં આવેલા પેન્ડેનેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Pandanus odoratissimus Linn. (સં. કેતકી; હિં. કેવડા; મ. કેવડા; અં. સ્ક્રુપાઇન) છે. આ વનસ્પતિને કેટલાંક સ્થળોએ કેતકી પણ કહે છે. તે એક સઘન (densely) શાખિત ક્ષુપ છે અને ભાગ્યે જ ટટ્ટાર હોય છે. તે ભારતના દરિયાકિનારે અને આંદામાનના…

વધુ વાંચો >

કેસર

કેસર : એકદળી વર્ગમાં આવેલા ઇરિડેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Crocus sativas Linn. (સં. કેસર, કંકુમ; હિં. કેસર, ઝાફરાન, ગુ. કેસર; મ. કેસર; અં. સેફ્રોન) છે. તે એક નાની, કંદિલ, બહુવર્ષાયુ, 15 સેમી.થી 25 સેમી. ઊંચી શાકીય વનસ્પતિ છે અને તેનાં મોટાં, સુગંધિત, વાદળી કે આછા જાંબલી રંગનાં…

વધુ વાંચો >

કેસિયા પ્રજાતિ

કેસિયા પ્રજાતિ : વર્ગ દ્વિદળીની શ્રેણી કેલીસીફ્લોરીના કુળ સીઝાલપીનીની એક પ્રજાતિ. Gassi fistula (ગરમાળો) ગુજરાતમાં સર્વત્ર જોવા મળે છે. તેનાં પાન મોટાં હોય છે, પાન શિયાળામાં ગરી જાય છે, પછી આખું ઝાડ પીળાં લટકતાં ફૂલથી છવાઈ જાય છે. ફૂલ પછી લાંબી પાઇપ જેવી શિંગો આવે છે. આ શિંગોનો ગર ગરમાળાના…

વધુ વાંચો >