કૅલિયૉપ્સિસ (કોરિયૉપ્સિસ)

કૅલિયૉપ્સિસ (કોરિયૉપ્સિસ) : વર્ગ દ્વિદલા અને કુળ કૉમ્પૉઝીટીનું. લગભગ સળી જેવા પાનવાળા અને લાંબી દાંડી ઉપર આવતાં જુદા જુદા રંગનાં ફૂલવાળા મોસમી છોડ. શિયાળામાં આ છોડ વધારે પ્રમાણમાં ફૂલ આપે છે. ફૂલનો રંગ મુખ્યત્વે પીળો, તપખીરિયો અથવા તેના મિશ્રણવાળો હોય છે. ફૂલ લગભગ બારે માસ આવે છે. ક્યારીમાં એક વખત આના છોડ રોપ્યા પછી એનાં બારીક બી ત્યાં ને ત્યાં પડીને નવા નવા છોડ ઊગતા રહે છે. કોરિયૉપ્સિસ ડ્રમન્ડી, કો. ગ્રાન્ડિફ્લોરા, કો. ટિંક્ટોરિયા વગેરે જાતો આમાં આવે છે. એમાં મુખ્ય ફરક છોડની ઊંચાઈ, ફૂલનો રંગ અને પાનના આકારમાં હોય છે.

મ. ઝ. શાહ