મ. ઝ. શાહ

ઍલોકેસિયા

ઍલોકેસિયા : એકદળી વર્ગમાં આવેલ એરેસી કુળની એક પ્રજાતિ. તેનું વિતરણ ઉષ્ણકટિબંધીય એશિયા, મલેશિયા અને પૅસિફિકમાં થયેલું છે. તેમનો મુખ્યત્વે ખાદ્ય, ઔષધ અને શોભન-જાતિઓ તરીકે ઉપયોગ થાય છે. ભારતમાં તેની આઠ જેટલી જાતિઓ થાય છે. ઍલોકેસિયા કૅલેડિયમ અને કોલોકેસિયા સાથે ગાઢ સામ્ય ધરાવે છે. સુંદર પર્ણસમૂહ ધરાવતી વનસ્પતિઓમાં તે ઉચ્ચ…

વધુ વાંચો >

ઍસિસ્ટેસિયા

ઍસિસ્ટેસિયા : વનસ્પતિઓના ઍકેન્થેસી કુળમાં આવેલી એક શોભન પ્રજાતિ. તે શાકીય કે ઉપક્ષુપ (undershrub) જાતિઓ ધરાવે છે અને તેનું વિતરણ ઉષ્ણકટિબંધીય એશિયા અને આફ્રિકામાં થયેલું છે. ભારતમાં તેની લગભગ આઠ જેટલી જાતિઓ થાય છે અને તેમાં Asystasia bella Benth. & Hook. f. નામની એક દક્ષિણ આફ્રિકાની જાતિનો પ્રવેશ કરાવવામાં આવ્યો…

વધુ વાંચો >

ઍસ્કસ્કોલ્ઝિયા

ઍસ્કસ્કોલ્ઝિયા : દ્વિદળી વર્ગના પેપાવરેસી કુળની એકવર્ષાયુ કે બહુવર્ષાયુ શાકીય નાનકડી પ્રજાતિ. તે ઉત્તર અમેરિકાની મૂલનિવાસી છે અને ઉદ્યાનોમાં તેનાં સુંદર પુષ્પો માટે ઉગાડાય છે. દારૂડી અને અફીણ તેની સહસભ્ય વનસ્પતિઓ છે. કૅલિફૉર્નિયન પૉપી (Eschscholzia californica cham.) ભારતીય ઉદ્યાનોમાં ઉગાડાતી ટટ્ટાર કે ભૂપ્રસારી બહુવર્ષાયુ 30 સેમી.થી 45 સેમી. ઊંચી વનસ્પતિ…

વધુ વાંચો >

ઍસ્ટર

ઍસ્ટર : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા ઍસ્ટરેસી (કૉમ્પોઝિટી) કુળની એક પ્રજાતિ. તે સુંદર, મોટેભાગે બહુવર્ષાયુ (perennial), શોભન, શાકીય કે ક્ષુપ અથવા માંસલ લવણોદભિદ (halophyte) જાતિઓ ધરાવે છે. ભારતમાં તેની લગભગ 23 જેટલી જાતિઓ થાય છે. પુષ્પો સ્તબક (capitulum) કે મુંડક (head) પ્રકારના પુષ્પવિન્યાસમાં ગોઠવાયેલાં હોય છે. તેનાં બિંબપુષ્પો (disc-florets) દ્વિલિંગી…

વધુ વાંચો >

ઑસ્ટ્રેલિયન બાવળ

ઑસ્ટ્રેલિયન બાવળ : વનસ્પતિઓના દ્વિદળી વsર્ગમાં આવેલા માઇમોઝેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Acacia auriculiformis A. Cunn. syn. A. moniliformis Griseb છે. ખીજડો, વિલાયતી આંબલી, ચંદુ ફળ, રાતો શિરીષ, લજામણી વગેરે તેના સહસભ્યો છે. તે સીધું, મધ્યમકદનું, 16 મી. જેટલી ઊંચાઈ ધરાવતું વૃક્ષ છે. તેની ઉપશાખાઓ ખૂણાવાળી હોય છે.…

વધુ વાંચો >

કચનાર

કચનાર : દ્વિદળી વર્ગમાં આવેલા ફેબેસી કુળના ઉપકુળ સિઝાલ્પિની- ઓઇડીની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Bauhinia variegata Linn. [સં. કાંચનાર (કોવિદા); હિં. કચનાર; મ., બં. કાંચન; ત. શેમાંદરે, શિવષ્પુ માંદિરે; મલ. કોવિદાર; ક. કોચાલે, કચનાર; તે. દેવકાંચન; અં. માઉન્ટેન એબ્નોય, ઑર્કિડ ટ્રી] છે. તેના સહસભ્યોમાં કચુકિયા, ગલતોરો, રામબાવળ, ગરમાળો, આવળ,…

વધુ વાંચો >

કણેર (કરેણ)

કણેર (કરેણ) : દ્વિદળી વર્ગમાં આવેલા એપોસાયનેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Nerium indicum Mill. syn. N. odoroum Soland. (સં. કરવીર મ. કણ્હેર; હિં. કનેર; બં. કરવી; ક. કણિગિલ, કણાગિલે; તે. કાનેરચેટ્ટુ, ગન્નરુ; તા. અલારિ, કરવીર; મલ. ક્વાવિરં; અં. ઇંડિયન ઓલીએન્ડર, સ્વીટ સેંટેડ ઓલીએન્ડર) છે. તે એક સદાહરિત ક્ષીરરસ…

વધુ વાંચો >

કદંબ

કદંબ : દ્વિદળી વર્ગમાં આવેલા રુબિયેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Anthocephalous chinensis (Lam.) A. Richex Walp. syn. A. cadamba (Roxb.) Miq., A. indicus A. Rich. (સં., હિં. કદંબ; મ. કળંબ; તા. કદંબા; તે. કદમચેટુ; ક. કડઉ, કડંવા, કડવાલમર; અં. વાઇલ્ડ સિંકોના) છે. તેના સહસભ્યોમાં હલદરવો, ધારા, પિત્તપાપડો, મીંઢળ,…

વધુ વાંચો >

કપ-રકાબી વેલ

કપ-રકાબી વેલ : દ્વિદળી વર્ગમાં આવેલા વર્બિનેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Holmskioldia Sanguinea Rets. (અં. કપ-સોસર ક્લાઇમ્બર, ચાઇનિઝ-હૅટ-પ્લાન્ટ) છે. તે આફ્રિકા, માડાગાસ્કર, ભારત અને મ્યાનમારમાં થાય છે. તે હિમાલયમાં 1,500 મી.ની ઊંચાઈ સુધી અને આસામ તેમજ બિહારમાં થાય છે. તેના સહસભ્યોમાં ઇન્દ્રધનુ, રતવેલિયો, શેવન, નગોડ, અરણી વગેરેનો સમાવેશ…

વધુ વાંચો >

કમળ

કમળ : દ્વિદળી વર્ગમાં આવેલા નિમ્ફિયેસી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Nelumbo nucifera Gaertn. syn. Nelumbium nelumbo Druce; N. speciosum Willd. (સં. કમલ, પદ્મ, પંકજ, અંબુજ; હિ., બં, મ. કમલ, પદ્મ; ગુ. કમળ; તે. કલુંગ; તા. અંબલ; મલા. થામારા; અં. લોટસ) છે. આ પ્રજાતિ (Nelumbo) એશિયા, ઑસ્ટ્રેલિયા અને અમેરિકામાં વિતરણ…

વધુ વાંચો >