મ. ઝ. શાહ

પોથોસ

પોથોસ : વનસ્પતિઓના એકદળી વર્ગના એરેસી કુળની આરોહી ક્ષુપ પ્રજાતિ. તેનું વિતરણ ઉષ્ણકટિબંધીય પ્રદેશોમાં થયેલું છે. ભારતમાં તેની 12 જેટલી જાતિઓ થાય છે. તે પૈકી 8  જેટલી જાતિઓનો ભારતમાં પ્રવેશ કરાવાયો છે. તેને ઉદ્યાનોમાં ઉગાડવામાં આવે છે. તે સદાહરિત આરોહી સુંદર પ્રજાતિ છે અને તેનાં સુશોભિત પર્ણો માટે પ્રખ્યાત છે.…

વધુ વાંચો >

પૉપી

પૉપી : દ્વિદળી વનસ્પતિઓના પૅપાવરેસી કુળમાં આવેલી પ્રજાતિ પૅપાવરની જાતિઓ. તેમનું વિતરણ મુખ્યત્વે સમશીતોષ્ણ અને ઉપોષ્ણ પ્રદેશોમાં થયેલું છે. ભારતમાં છ જેટલી જાતિઓ થાય છે. તે પૈકી ત્રણ પ્રવેશ પામેલી છે. Papaver sommiferum Linn. અફીણના મુખ્ય સ્રોત તરીકે ઉગાડાય છે. તેની ઘણી જાતિઓ તેમનાં અતિસુંદર ચકચકિત પુષ્પો માટે શોભન-વનસ્પતિઓ તરીકે…

વધુ વાંચો >

પોયણાં

પોયણાં : દ્વિદળી વર્ગના નિમ્ફિયેસી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Nymphaea pubescens Willd. syn. N. nouchali Burm. F; N. lotus Hook f. S. Thoms non Linn. N. rubra Roxb. ex Salisb. (સં. કુમુદિની, પદ્મિની, ચંદ્રવિકાસિની; બં. રક્તક્મલ; મ. રક્તકમલ, લાલ કમળ; ગુ. પોયણાં, કમળ, કુમુદિની, કમલફૂલ, નીલોફર, કોકનદ, કુંભકમળ, બોકંડા,…

વધુ વાંચો >

પ્રિયદર્શિની

પ્રિયદર્શિની : દ્વિદળી વર્ગના સોલેનેસી કુળની વનસ્પતિની એક પ્રજાતિ. તેની એક શોભન-જાતિનું વૈજ્ઞાનિક નામ Petunia violacea Lindl. (ગુ. પ્રિયદર્શિની) છે. તે એકવર્ષાયુ 30થી 35 સેમી. ઊંચી શાકીય જાતિ છે અને જમીન પર ફેલાય છે. શરૂઆતમાં ઉપરની ટોચ કાપી નાખવામાં આવે તો છોડ વધારે ભરાવદાર બને છે. પર્ણો એકાંતરિક અથવા ઉપરના…

વધુ વાંચો >

ફર્ક્રિયા

ફર્ક્રિયા : વનસ્પતિઓના એકદળી વર્ગમાં આવેલા એમેરિલિડેસી કુળની રણપ્રદેશમાં થતી માંસલ નાની પ્રજાતિ. તે રામબાણ (કેતકી  Agave) સાથે સામ્ય ધરાવે છે અને ઉષ્ણકટિબંધીય અમેરિકાની મૂલનિવાસી છે. ભારત સહિત અનેક દેશોમાં તેની કેટલીક જાતિઓ ઉદ્યાનોમાં શોભન-વનસ્પતિઓ તરીકે ઉગાડાય છે. અન્ય કેટલીક જાતિઓ વ્યાપારિક રેસાઓના સ્રોત તરીકે અગત્ય ધરાવે છે. તેની જાતિઓ…

વધુ વાંચો >

ફર્ન ટ્રી

ફર્ન ટ્રી : દ્વિદળી વર્ગમાં આવેલા સેપિન્ડેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Filicum decipiens Thw. (નિંગલ) છે. તે મધ્યમ કદનું, સદાહરિત શોભન-વૃક્ષ છે. તેનું થડ 1.5મી.થી 1.8 મી.નો ઘેરાવો ધરાવે છે. તે પશ્ચિમ ઘાટમાં નીલગિરિથી શરૂ થઈ દક્ષિણમાં 1,500 મી.ની ઊંચાઈ સુધી જોવા મળે છે. તેનાં પર્ણો હંસરાજ જેવાં…

વધુ વાંચો >

ફિશ ટેલ પામ

ફિશ ટેલ પામ : એકદળી વર્ગના એરિકેસી કુળનું એક તાડવૃક્ષ. તેનું વૈજ્ઞાનિક નામ Caryota urens L. (અં. Fish tail Palm, Indian  sago palm, wine palm, ગુ. શિવજટા) છે. તેનાં પર્ણો માછલીની પૂંછડીના આકારનાં થાય છે. તેથી તેને ‘ફિશ ટેલ પામ’ કહે છે. તેનાં પુષ્પોની સેરો ઝૂમખામાં એકાદ મીટર સુધી લટકતી…

વધુ વાંચો >

ફુવારા (fountains)

ફુવારા (fountains) : સાંકડા નિર્ગમ (exit) દ્વારા દબાણ અને પરપોટા સહિત નીકળતી જલધારાઓ. પુષ્પોથી મઘમઘતા ઉદ્યાનને વધારે સુંદર અને જીવંત બનાવવા માટેનું તે સાધન ગણાય છે. પક્ષીઓનો કલરવ અને બાળકોનો કિલકિલાટ પણ ઉદ્યાનને જીવંતતા બક્ષે છે. વહેતા પાણીને રમ્ય શોભા આપવાનો સૌપ્રથમ પ્રયાસ ઈ. પૂ. 3000 વર્ષ પૂર્વે થયો હતો.…

વધુ વાંચો >

ફૂલભોંદરી (મોટો ભાંદ્રો) (ઘૂઘરો)

ફૂલભોંદરી (મોટો ભાંદ્રો) (ઘૂઘરો) : દ્વિદળી વર્ગના લિથ્રેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Legerstroemia speciosa (L) Pers, Syn. L. Flos-reginae Retz:, Munchausia speciosa L. Mant, (હિ., બં., પં. જારુલ; મ. તાઇ; અં. પ્રાઇડ ઑવ્ ઇંડિયા ક્વીન્સ ફ્લાવર, ક્વીન ક્રેપ મિરટલ) છે. તે ભારતમાં વધતેઓછે અંશે બધે જ થાય છે.…

વધુ વાંચો >

ફૂલોની ગોઠવણી

ફૂલોની ગોઠવણી : ઘર કે અન્ય સ્થાનોની સુંદરતા વધારવા માટે ફૂલોની ચોક્કસ પદ્ધતિએ થતી ગોઠવણી. સામાન્ય રીતે ફૂલને ઘરમાં રાખવા માટે ફૂલદાનીનો ઉપયોગ થાય છે. હવે તો એ ફૂલદાનીના ઘાટ અને જેમાંથી એ ફૂલદાની બને છે તે વસ્તુઓ(સ્ટીલ, કાંસું, પિત્તળ, પ્લાસ્ટિક, કાચ વગેરે)ની પુષ્કળ વિવિધતા જોવા મળે છે. ક્યારેક તો…

વધુ વાંચો >