મ્યુઝિયમ

ટિકિટસંગ્રહ

ટિકિટસંગ્રહ : વિશેષ રુચિ કે શોખથી કરવામાં આવતો ટપાલટિકિટનો સંગ્રહ. આ શોખ વિશ્વના સંગ્રહશોખોમાં સૌથી લોકપ્રિય અને વ્યાપક છે. નાનામોટા, નિર્ધનધનવાન બધા વર્ગના લોકો ટિકિટોનો સંગ્રહ કરે છે. આથી આ શોખને ‘રાજાઓનો શોખ અને શોખનો રાજા’ કહે છે. ઇંગ્લૅન્ડના રાજાઓ (જેમકે, પાંચમા જ્યૉર્જ) અને યુનાઇટેડ સ્ટેટ્સના પ્રમુખો (જેમકે, ફ્રૅન્કલિન રૂઝવેલ્ટ)…

વધુ વાંચો >

ટોપકાપી સંગ્રહાલય, ઇસ્તંબૂલ

ટોપકાપી સંગ્રહાલય, ઇસ્તંબૂલ : તુર્કીનું જાણીતું સંગ્રહાલય. સ્થા. 1892. ગોલ્ડન હૉર્ન અને મારમારાના સમુદ્રની વચ્ચે બંધાયેલા સેરાગ્લિયો મહેલમાં ટોપકાપીનું આયોજન થયેલું છે. આ મહેલની શરૂઆત ઈ. સ. 1475 દરમિયાન થઈ અને સત્તરમી સદી સુધી તેના વિસ્તરણનું કાર્ય ચાલુ રહ્યું. રાજમહેલના લગભગ 11 જુદા જુદા ભાગો છે, જેમાં વિશાળ પટાંગણનો પણ…

વધુ વાંચો >

ટ્રોપિકલ મ્યુઝિયમ

ટ્રોપિકલ મ્યુઝિયમ (ઍમ્સ્ટર્ડમ, નેધરલૅન્ડ) : નૃવંશશાસ્ત્રવિષયક (anthropological) ઉષ્ણકટિબંધીય દેશોનાં ઇતિહાસ અને સંસ્કૃતિને પ્રદર્શિત કરતું મ્યુઝિયમ. તેમાં ખાસ કરીને એશિયા અને આફ્રિકાની સંસ્કૃતિનો સમાવેશ થાય છે. મ્યુઝિયમમાં પ્રદર્શિત પદાર્થમાં ગરીબ, તવંગર વગરે બધા જ વર્ગોનું જીવનદર્શન થાય છે. તેમાં રોજ વપરાતી નાનામાં નાની ચીજવસ્તુથી માંડીને મોટામાં મોટું રાચરચીલું, હથિયારો ઉપરાંત કલાકૃતિઓ…

વધુ વાંચો >

દરબાર હૉલ મ્યુઝિયમ, જૂનાગઢ

દરબાર હૉલ મ્યુઝિયમ, જૂનાગઢ : જૂનાગઢનું જાણીતું મ્યુઝિયમ. જૂનાગઢના નવાબ મહંમદખાન બીજાના સમયમાં એટલે કે ઓગણીસમી સદીમાં જૂનાગઢમાં એક ઘણી ભવ્ય ઇમારત બંધાઈ હતી. તેમાંના વચલા હૉલને 1947માં સૌરાષ્ટ્ર સરકારના સમયમાં ‘દરબાર હૉલ મ્યુઝિયમ’ તરીકે ફેરવી નાખવામાં આવ્યો. નવાબ મહંમદખાન બીજાએ આ હૉલને ચાંદીનું રાજસિંહાસન, કલાત્મક ખુરશી, કીમતી તથા રંગબેરંગી…

વધુ વાંચો >

નાટ્યસંગ્રહાલય

નાટ્યસંગ્રહાલય : જેમાં રંગભૂમિવિષયક દસ્તાવેજો, સંનિવેશ, હાથસામગ્રી, પોશાકો, તસવીરો, પુસ્તકો વગેરે ઐતિહાસિક સાહિત્ય સચવાય અને અભ્યાસુઓને ઉપલબ્ધ બને તેને માટે છૂટાછવાયા પ્રયત્નો ગુજરાતમાં અને ભારતમાં અનેક સ્થળે થયા છે. મોરબીમાં ‘શ્રી નાટ્યકલા ચૅરિટેબલ ટ્રસ્ટ’ દ્વારા 1965થી આરંભાયેલ નાટ્યકલા સંગ્રહસ્થાનમાં ગુજરાતી થિયેટરની તસવીરો, નાટ્યકૃતિઓ, હસ્તપ્રતો, ઑપેરા બુકો અને કેટલીય હાથસામગ્રી સચવાયેલી…

વધુ વાંચો >

નૅશનલ આર્કાઇવ્ઝ ઑવ્ ઇન્ડિયા

નૅશનલ આર્કાઇવ્ઝ ઑવ્ ઇન્ડિયા : એશિયાનાં સૌથી મોટાં તથા શ્રેષ્ઠ સાધનસામગ્રી ધરાવતાં દફતર સંગ્રહાલયોમાંનું એક. 11 માર્ચ, 1891ના રોજ શાહી દફતર ખાતા તરીકે તે સમયની ભારતની સરકારનાં જૂના દસ્તાવેજ ઇત્યાદિનાં દફતર સાચવવા માટે તેની કૉલકાતામાં સ્થાપના થઈ  હતી. તેનું કાર્યાલય 1937માં કૉલકાતાથી દિલ્હી લઈ જવામાં આવ્યું. દફતર-ભંડારમાં સરકારી દફતર ઈ.…

વધુ વાંચો >

નૅશનલ મ્યુઝિયમ – નવી દિલ્હી

નૅશનલ મ્યુઝિયમ, નવી દિલ્હી : ભારતની રાજધાની નવી દિલ્હી ખાતેનું રાષ્ટ્રીય કલા-સંગ્રહાલય. 1912માં હિન્દુસ્તાનનું પાટનગર કૉલકાતા દિલ્હી ખસેડાયું ત્યારે જ દિલ્હીમાં સમસ્ત રાષ્ટ્રના પ્રતિનિધિત્વ ધરાવતા મ્યુઝિયમની જરૂર વરતાતી હતી; પણ આ અંગે સરકાર 1945થી સક્રિય બની અને નૅશનલ મ્યુઝિયમ અસ્તિત્વમાં આવ્યું 1949માં. આ મ્યુઝિયમ ભારત સરકારના શિક્ષણ અને સાંસ્કૃતિક મંત્રાલયના…

વધુ વાંચો >

નૅશનલ રેલ મ્યુઝિયમ

નૅશનલ રેલ મ્યુઝિયમ : નવી દિલ્હીના ચાણક્યપુરી ખાતે આવેલું ભારતીય રેલ વિરાસતનું સંગ્રહાલય. આ રેલવે મ્યુઝિયમમાં ભારતમાં રેલવેનો આરંભ થયો ત્યારથી આજ સુધીનો રેલવેની ચીજવસ્તુઓનો સંગ્રહ થયો છે અને તેની જોવાલાયક વસ્તુઓ પ્રદર્શિત કરવામાં આવી છે. તેની શરૂઆત 1 ફેબ્રુઆરી, 1977માં થઈ. તે દસ એકર(એટલે કે 40,000 વર્ગ માઈલ)ના વિસ્તારમાં…

વધુ વાંચો >

પ્રકૃતિવિજ્ઞાન સંગ્રહાલય (Natural History Museum)

પ્રકૃતિવિજ્ઞાન સંગ્રહાલય (Natural History Museum) : સંગ્રહાલયનો એક પ્રકાર, જ્યાં વન્ય જીવો આદિનાં શબને ચર્મપૂરણ કરી તેમની પ્રાકૃતિક પશ્ચાદભૂમાં વિહરતાં હોય તે રીતે પ્રદર્શિત કરવામાં આવે છે. પ્રાચીન કાળથી માણસ પ્રાણીઓને રસપૂર્વક નીરખતો આવ્યો છે. નગર અને ગ્રામીણ વસાહતોના વિસ્તાર સાથે વન્ય પ્રાણીઓ આત્મરક્ષા માટે વનમાં ઊંડાણમાં ખસતાં ગયાં, આથી…

વધુ વાંચો >

પ્રધાનમંત્રી સંગ્રહાલય

પ્રધાનમંત્રી સંગ્રહાલય: નવી દિલ્હીમાં તીન મૂર્તિ ભવન ખાતે બનેલું ભારતના બધા જ વડાપ્રધાનોને સમર્પિત સંગ્રહાલય. એપ્રિલ-2022માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ સંગ્રહાલયનું લોકાર્પણ કર્યું હતું. હાઉસ ઑફ ડેમોક્રેસીના નામે પણ ઓળખાતા આ સંગ્રહાલયમાં ભારતના બધા જ 14 વડાપ્રધાનો અને એક કાર્યકારી વડાપ્રધાન એમ કુલ 15 વડાપ્રધાનોના કાર્યકાળની માહિતી, તેમના કાર્યકાળ દરમિયાન…

વધુ વાંચો >