ટ્રોપિકલ મ્યુઝિયમ (ઍમ્સ્ટર્ડમ, નેધરલૅન્ડ) : નૃવંશશાસ્ત્રવિષયક (anthropological) ઉષ્ણકટિબંધીય દેશોનાં ઇતિહાસ અને સંસ્કૃતિને પ્રદર્શિત કરતું મ્યુઝિયમ. તેમાં ખાસ કરીને એશિયા અને આફ્રિકાની સંસ્કૃતિનો સમાવેશ થાય છે. મ્યુઝિયમમાં પ્રદર્શિત પદાર્થમાં ગરીબ, તવંગર વગરે બધા જ વર્ગોનું જીવનદર્શન થાય છે. તેમાં રોજ વપરાતી નાનામાં નાની ચીજવસ્તુથી માંડીને મોટામાં મોટું રાચરચીલું, હથિયારો ઉપરાંત કલાકૃતિઓ વગેરેનો સમાવેશ થાય છે.

જ. મૂ. નાણાવટી