મોહિયુદ્દીન બૉમ્બેવાલા
મુરાદાબાદી, જિગરઅલી સિકંદર
મુરાદાબાદી, જિગરઅલી સિકંદર (જ. 1890, મુરાદાબાદ; અ. 9 સપ્ટેમ્બર 1960, ગોંડા) : વીસમી સદીના પૂર્વાર્ધના ઉર્દૂ ગઝલના અગ્રેસર કવિ. જિગર મુરાદાબાદીનું નામ અલી સિકંદર હતું. તેઓ મુરાદાબાદમાં જન્મ્યા હોઈ તેમના તખલ્લુસ ‘જિગર’ની સાથે ‘મુરાદાબાદી’ પણ કહેવામાં આવતું. જિગરના પૂર્વજો મૌલવી મોહંમદસુમા મોગલશાહજાદા શાહજહાંના ઉસ્તાદ હતા; પરંતુ કોઈ કારણસર શાહી કુટુંબ…
વધુ વાંચો >મૌલવી, અબ્દુલ હક
મૌલવી, અબ્દુલ હક (જ. 1870, સરાના, મેરઠ; અ. 16 ઑગસ્ટ 1961, કરાંચી) : ઉર્દૂના મૂકસેવક, ખ્યાતનામ સંપાદક અને સમીક્ષક. પરંપરાગત પ્રાથમિક શિક્ષણ પિતા પાસેથી મેળવ્યા બાદ માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ અલીગઢમાં લીધું. શિક્ષક તરીકે પોતાની કારકિર્દી હૈદરાબાદમાં શરૂ કરી અને ઇન્સ્પેક્ટરના હોદ્દા સુધી પહોંચ્યા. અબ્દુલ હકને શરૂઆતથી જ ઉર્દૂ ભાષા,…
વધુ વાંચો >મૌલાના અબુલઆલા મૌદૂદી
મૌલાના અબુલઆલા મૌદૂદી (જ. 25 સપ્ટેમ્બર 1903, હૈદરાબાદ, ઔરંગાબાદ રાજ્ય; અ. 1972) : આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા ઉર્દૂ-ફારસીના વિદ્વાન, ઇસ્લામિયાતના તજજ્ઞ અને જમાઅતે ઇસ્લામના સ્થાપક. સ્થાનિક રીતે જ પરંપરાગત પ્રાથમિક શિક્ષણ મેળવવાની સાથે જ ધાર્મિક તાલીમ પણ મેળવવાનું ચાલુ રાખ્યું. 11 વરસની ઉંમરે મૌલવીની પરીક્ષા પાસ કરી. લખવાનો ભારે શોખ હતો…
વધુ વાંચો >યગાના ચંગેઝી
યગાના ચંગેઝી (જ. 17 ઑક્ટોબર 1884, અઝીમાબાદ, પશ્ચિમ બંગાળ; અ. 4 ફેબ્રુઆરી 1956, લખનઉ) : ઉર્દૂ કવિ અને સમીક્ષક. તેમનું પૂરું નામ મિર્ઝા વાજિદહુસેન હતું. તેમણે પ્રારંભમાં ‘યાસ’ તખલ્લુસ સાથે લેખનકાર્ય શરૂ કર્યું. પાછળથી તેઓ ‘યગાના ચંગેઝી’ના નામે જાણીતા થયા. તેમનો વંશીય સંબંધ ચંગેઝખાન સુધી પહોંચતો હોવાનું તેઓ માને છે.…
વધુ વાંચો >રઝવી મસૂદ હસન
રઝવી, મસૂદ હસન (જ. 1893, જિ. ઉન્નાવ, લખનઉ; અ. 1975, લખનઉ) : ઉર્દૂ સાહિત્યના સંતુલિત કાવ્ય-સમીક્ષક અને લેખક. તેમણે ‘અદીબ’ ઉપનામ રાખેલું. પ્રાથમિક શિક્ષણ મેળવ્યા બાદ ઉચ્ચશિક્ષણ અર્થે લખનઉ આવ્યા અને 1918માં લખનઉની કેનિંગ કૉલેજમાંથી બી.એ. થયા. ફારસી સાથે એમ.એ. કર્યું. તેમાં પ્રથમ કક્ષા અને યુનિવર્સિટીનો સુવર્ણચંદ્રક પ્રાપ્ત કર્યાં. 1920માં…
વધુ વાંચો >રાયપુરી, અખ્તરહુસેન
રાયપુરી, અખ્તરહુસેન (જ. 12 જૂન 1912, રાયપુર, મધ્યપ્રદેશ; અ. 1991, કરાંચી) : ઉર્દૂ ભાષાના સમીક્ષક, વાર્તાકાર અને અનુવાદક. જાણીતા ઉર્દૂ લેખક સૈયદ અકબરહુસેનના પુત્ર. 1928માં મૅટ્રિક થયા બાદ 1931માં વિદ્યાસાગર કૉલેજ, કોલકાતામાંથી ઇન્ટરની પરીક્ષા પાસ કરી. પછી ઇતિહાસના વિષય સાથે અલીગઢ યુનિવર્સિટીમાંથી એમ.એ.ની પદવી મેળવી. ત્યારબાદ ઔરંગાબાદ ખાતે મૌલવી અબ્દુલહક…
વધુ વાંચો >‘રુસ્તમી’, કમાલખાન ઇસ્માઈલખાન
‘રુસ્તમી’, કમાલખાન ઇસ્માઈલખાન (જ. ?; અ. ?) : ઉર્દૂ કવિ અને અનુવાદક. તેમના પિતા છેલ્લી સાત પેઢીથી દક્ષિણની આદિલશાહી હકૂમત(બીજાપુર)ના વફાદાર ઉમરાવ હતા. તેઓ ખત્તાતી(શિષ્ટલિપિ)ના નિષ્ણાત હતા. રુસ્તમી આદિલશાહી હાકેમ મોહંમદ આદિલશાહના માનીતા દરબારી કવિ હતા. તેમણે અનેક ગઝલો તથા પ્રશસ્તિ-કાવ્યો(કસીદા)ની રચના કરી છે. તેમને તેમના મહાકાવ્ય ‘ખાવરનામા’થી ખૂબ પ્રસિદ્ધિ…
વધુ વાંચો >લખનવી, આરઝૂ
લખનવી, આરઝૂ (જ. 16 ફેબ્રુઆરી 1873; અ. 16 એપ્રિલ 1951, કરાંચી) : જાણીતા ઉર્દૂ કવિ. તેમણે ગઝલ તથા ગીત-રચનામાં નવી ભાત પાડી હતી. તેઓ ઉર્દૂના પ્રથમ કવિ હતા, જેમણે ફિલ્મો માટે ગીતો લખ્યાં હતાં. તેમનું મૂળ નામ સૈયદ અનવારહુસેન હતું. તેમના પિતામહ સૈયદ જાન અલીખાન પોતાના પિતા મીર શિહામ અલીખાન…
વધુ વાંચો >શાહ, હાતિમ
શાહ, હાતિમ (જ. 1691, દિલ્હી; અ. 1787, દિલ્હી) : ઉર્દૂ કવિ અને સંત. તેમનું ખરું નામ શેખ જહુર-ઉદ્-દીન ફતેહ-ઉદ્-દીન હતું. ‘હાતિમ’ તેમનું તખલ્લુસ છે. તેથી તેઓ ‘શાહ હાતિમ’ના નામથી વધુ જાણીતા હતા. તેઓ સાધનસંપન્ન પરિવારમાં જન્મ્યા હોવાથી યુવાનીમાં તેમણે વૈભવી જીવન ગુજાર્યું. તેઓ દિલ્હી દરબારના અમીર મલિકખાનના ધંધાદારી સૈનિક હતા…
વધુ વાંચો >શિબ્લી, નુમાની
શિબ્લી, નુમાની (જ. 1857, બિન્દોલ, જિ. આઝમગઢ, ઉત્તરપ્રદેશ; અ. 1914, અલીગઢ) : ઉર્દૂ અને ફારસીના પ્રખર વિદ્વાન લેખક અને કવિ. તેમનું મૂળ નામ મોહંમદ હબીબુલ્લાહ શિબ્લી હતું. ‘નુમાની’ તખલ્લુસ રાખવાને કારણે તેઓ શિબ્લી નુમાની તરીકે ઓળખાયા. તેમના પિતા જાણીતા વકીલ હતા. શિબ્લીએ મૌલવી શકરુલ્લાહ પાસે પ્રાથમિક શિક્ષણ મેળવ્યા બાદ આઝમગઢમાં…
વધુ વાંચો >