મોહિયુદ્દીન બૉમ્બેવાલા
પંડિત બ્રિજમોહન દત્તાત્રેય ‘કૈફી’
પંડિત બ્રિજમોહન દત્તાત્રેય ‘કૈફી’ (જ. 13 ડિસેમ્બર 1866, દિલ્હી; અ. 1 નવેમ્બર 1955, ગાઝિયાબાદ) : કૈફીના પૂર્વજો મુઘલ બાદશાહ ફર્રુખસિયરના સમયમાં કાશ્મીરથી દિલ્હી આવ્યા અને રાજ્યના ઉચ્ચ હોદ્દાઓ ઉપર નિયુક્ત થયા. બ્રિજમોહનના પિતા પંડિત કનૈયાલાલ નાભા ભરતપુરના રાજાના સમયમાં કોટવાલ હતા; પરંતુ પિતાનું અકાળે અવસાન થતાં પંડિત કૈફી દિલ્હી આવી…
વધુ વાંચો >ફખ્રે ગુજરાત ઉર્ફે સૈયદ ફખ્રુદ્દીન કાદરી
ફખ્રે ગુજરાત ઉર્ફે સૈયદ ફખ્રુદ્દીન કાદરી (જ. 1893, અમદાવાદ; અ. 1969) : ગુજરાતના ઉર્દૂ કવિ. તેઓ હસની – હુસેની સૈયદ હતા, અને તેમનું કુટુંબ શિક્ષિત અને વિદ્યાપ્રેમી હતું. પ્રાથમિક શિક્ષણ મુનશી અલાઉદ્દીન અને હાફિજ ગુલામહુસેન પાસેથી મેળવ્યું હતું. ફારસી, અરબી ભાષા-સાહિત્ય ઉપરાંત તત્ત્વજ્ઞાન, તર્કશાસ્ત્ર અને ધર્મશાસ્ત્ર જેવા વિષયો મૌલવી અબ્દુર્રહીમ…
વધુ વાંચો >ફિરાક, રઘુપતિસહાય ગોરખપુરી
ફિરાક, રઘુપતિસહાય ગોરખપુરી (જ. 18 ઑગસ્ટ 1896, ગોરખપુર; અ. 3 માર્ચ 1982, દિલ્હી) : ઉર્દૂના ખ્યાતનામ કવિ અને જ્ઞાનપીઠએવૉર્ડ વિજેતા. તે સમીક્ષક તરીકે પણ નામના પામ્યા છે. તેમના પિતા પણ ઉર્દૂના એક સારા કવિ હોઈ ફિરાકને કવિતાના સંસ્કાર વારસામાં મળ્યા હતા. 1913માં જ્યુબિલી સ્કૂલ, ગોરખપુરમાં માધ્યમિક શિક્ષણ મેળવીને અલાહાબાદની મ્યૂર…
વધુ વાંચો >ફૈઝ અહમદ ફૈઝ
ફૈઝ અહમદ ફૈઝ (જ. 1911, સિયાલકોટ; અ. નવેમ્બર 1984, લાહોર) : ભારતીય પ્રગતિશીલ સાહિત્યકારોની પ્રથમ પંક્તિના કવિ, લેખક, પત્રકાર અને પ્રાધ્યાપક. તેમના પિતા ચૌધરી સુલતાન મોહમ્મદખાન સિયાલકોટના ખ્યાતનામ બૅરિસ્ટર અને સાહિત્યપ્રેમી જીવ હતા. ફૈઝ અહમદે પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ લાહોરમાં મેળવીને સરકારી કૉલેજમાંથી અંગ્રેજી વિષય સાથે સ્નાતકની ઉપાધિ મેળવી. તે પછી અરબીમાં…
વધુ વાંચો >બદાયૂની, ‘ફાની’
બદાયૂની, ‘ફાની’ (જ. 13 સપ્ટેમ્બર 1879, બદાયૂન, ઉત્તરપ્રદેશ; અ. 1941, હૈદરાબાદ) : ઉર્દૂ સાહિત્યના મોટા ગજાના શાયર. જાતે પઠાણ. નામ શૌકતઅલીખાન. ‘ફાની’ તેમનું તખલ્લુસ છે. કાબુલથી તેમના બાપદાદા શાહઆલમના સમયમાં હિન્દુસ્તાન આવી વસ્યા હતા. ફાનીની નોંધ મુજબ તેમના ખાનદાનના બુઝુર્ગ અસાબતખાન દિલ્હી આવ્યા અને શાહી દરબારમાં બહુમાન પામ્યા. ફાનીના પરદાદા…
વધુ વાંચો >બદાયૂની, શકીલ
બદાયૂની, શકીલ (જ. 3 ઑગસ્ટ 1916, બદાયૂં, ઉત્તર પ્રદેશ; અ. 20 એપ્રિલ 1970) : હિંદી ચલચિત્રો દ્વારા બેહદ લોકપ્રિય બનેલા ઉર્દૂ શાયર. ‘શકીલ’ તખલ્લુસ. પૂરું નામ શકીલ અહેમદ. પિતાનું નામ જમીલ અહેમદ અને અટક કાદિરી. શકીલના ધાર્મિક પ્રકૃતિના પિતા મસ્જિદમાં ખતીબ અને ઇમામ હતા. જીવનની તડકીછાંયડી અનુભવતાં શકીલને દિલ્હી, લખનૌ,…
વધુ વાંચો >બુખારી, મહેમૂદશાહ ભડિયાદી
બુખારી, મહેમૂદશાહ ભડિયાદી (સત્તરમી સદી) : હિંદુ-મુસ્લિમ એકતાના પ્રતીક. તેઓ સત્તરમી સદીમાં બુખારાથી ભારત આવીને ધંધુકા તાલુકાના ભડિયાદ ગામે રહ્યા હતા. તેઓ હિંદુ અને મુસલમાન – બધા લોકોને શાંતિથી, હળીમળીને રહેવાનો બોધ આપતા હતા. તેમના સંદેશામાં કોમી એકતાનાં દર્શન થતાં હતાં. તેથી તેમના અનુયાયીઓમાં હિંદુ અને મુસ્લિમ બંને કોમના ધોબી,…
વધુ વાંચો >મખદૂમ, મોહિયુદ્દીન
મખદૂમ, મોહિયુદ્દીન (જ. 1908, હૈદરાબાદ નજીક; અ. 1969) : પ્રગતિશીલ ઉર્દૂ કવિ. તેઓ પ્રથમ પંક્તિના કવિ હતા. ‘મખદૂમ’ તેમનું તખલ્લુસ હતું. પ્રાથમિક, માધ્યમિક શિક્ષણ મેળવ્યા પછી 1927માં એમ.એ.ની પરીક્ષા પાસ કરી. બાળપણથી તેમને બે શોખ હતા : કવિતા લખવાનો અને ગરીબો પ્રત્યે હમદર્દી દાખવવાનો. બીજા શોખના પરિણામે તેઓ ઘણી વાર…
વધુ વાંચો >મઝહરી, અલ્લામા જમીલ
મઝહરી, અલ્લામા જમીલ (જ. 1904, પટણા; અ. 1980, પટણા) : ઉર્દૂના કવિ. તેઓ સૈયદ હોવાથી તેમનું પૂરું નામ સૈયદ કાઝિમ-અલી જમીલ મઝહરી લખવામાં આવે છે. તેમના ખાનદાનમાં સૈયદ મઝહર હસન એક સારા કવિ થઈ ગયા અને તેમના માટે કાઝિમઅલીને ખૂબ માન હતું; તેથી તેમના નામનો અંશ પોતાના નામ સાથે જોડીને…
વધુ વાંચો >મિયાં ‘દિલગીર’ ઝુન્નુલાલ
મિયાં દિલગીર ઝુન્નુલાલ (જ. 1781, લખનઉ; અ. 1846) : ઉર્દૂ કાવ્ય-પ્રકાર મરસિયાના અગ્રણી કવિ. મરસિયા શોક કે માતમ-કાવ્ય તરીકે ઓળખાય છે. મરસિયા સામાન્ય રીતે ઇરાકમાં આવેલ કરબલા મુકામે હક અને અશકન માટે સહકુટુંબ પ્રાણની કુરબાની આપનાર ઇમામહુસેનની મહાન શહાદતની યાદમાં લખવામાં આવેલ. પછી વ્યક્તિવિશેષના અવસાન પ્રસંગે પણ લખાતા થયા. મરસિયાની…
વધુ વાંચો >