મોહિયુદ્દીન બૉમ્બેવાલા
દેહલવી, સૈયદ અહમદ
દેહલવી, સૈયદ અહમદ (જ. 1846, દિલ્હી; અ. 1918, દિલ્હી) : ઉર્દૂ ભાષાના કોશકાર અને ભાષાશાસ્ત્રી. જન્મ દિલ્હીમાં થયો હતો તે પરથી ‘દહલ્વી’ (દેહલવી) અટક રાખેલી છે. તેમના પિતા સૈયદ અબ્દુર્રેહમાન પ્રતિષ્ઠિત ખાનદાનના નબીરા હતા. સૈયદ અહમદ પ્રાથમિક શિક્ષણ દિલ્હીની નૉર્મલ સ્કૂલમાં મેળવીને લેખનકાર્યમાં વ્યસ્ત રહેવા લાગ્યા. શાળાકીય જીવનમાં તેમણે ‘તિફલીનામા’…
વધુ વાંચો >નઝીર, મોહંમદવલી અકબરાબાદી
નઝીર, મોહંમદવલી અકબરાબાદી (જ. 1740, દિલ્હી; અ. 16 ઑગસ્ટ 1830, આગ્રા) : ઉર્દૂ ભાષાના કવિ. તેમણે પ્રણાલી મુજબ જરૂરી શિક્ષણ મેળવ્યું હતું. અરબી-ફારસી ભાષા તેઓ સારી રીતે સમજતા હતા, છતાં તેમની કવિતા અરબી-ફારસીના પ્રભાવથી મુક્ત રહી છે. તેમણે શિક્ષણ-અધ્યાપનનો વ્યવસાય અપનાવ્યો હતો. નઝીરના વ્યક્તિત્વમાં વિનમ્રતા, હૃદયની વિશાળતા તેમજ ધાર્મિક સદભાવના…
વધુ વાંચો >નદવી, અબ્દુસ્સલામ
નદવી, અબ્દુસ્સલામ (જ. 1882; અ. 1956, આઝમગઢ) : અલનદવામાં તાલીમ પામેલા અને દારુલ મુસન્નિફીનમાં આજીવન સેવા આપનારા વિદ્વાન. કોઈ એક સંસ્થામાં મન મૂકીને નિષ્ઠાપૂર્વક સાહિત્ય-સંશોધનના કામમાં વ્યસ્ત રહેનારા લોકોમાં તેમનું નામ યાદગાર રહેશે. તેમણે ઉર્દૂ કાવ્યના ઇતિહાસ વિશે સદૃષ્ટાંત સમીક્ષાના બે ગ્રંથો લખ્યા છે. વિષયની દૃષ્ટિએ તે ખૂબ ઉપયોગી નીવડ્યા…
વધુ વાંચો >નદવી, સૈયદ સુલેમાન
નદવી, સૈયદ સુલેમાન (જ. 22 નવેમ્બર 1884, બિહાર; અ. 22 નવેમ્બર 1953, કરાંચી) : ઉર્દૂભાષા અને સાહિત્યના વિદ્વાન. તત્કાલીન પરંપરા મુજબ શરૂઆતની તાલીમ ઘરઆંગણે લીધા પછી તે 1901માં વિખ્યાત મદરેસા નદવતુલઉલેખાંમાં દાખલ થયા. ત્યાં તે ઇતિહાસકાર, લેખક અને કવિ અલ્લામા શિબ્લી નોંમાનીના સંપર્કમાં આવ્યા અને પોતે તેમના કાબેલ અનુગામી પુરવાર…
વધુ વાંચો >નવાબ, શેફતા મુસ્તફાખાન
નવાબ, શેફતા મુસ્તફાખાન (જ. 1806, દિલ્હી; અ. 1869) : ઉર્દૂના વિદ્વાન અને કવિ. ‘શેફતા’ તખલ્લુસ. તેમના પિતા નવાબ મુર્તુઝાખાન, નવાબ મુઝફ્ફરજંગના દીકરા હતા જે ફરેજાસિયરના શાસનકાળ દરમિયાન દિલ્હી આવ્યા હતા. નવાબ મુર્તુઝાખાને મહારાજા જસવંતરાવ હોલકરના લશ્કરમાં પદ પ્રાપ્ત કરી વફાદારીપૂર્વક ફરજ બજાવી હતી. તે વખતે મરાઠાઓ અને લૉર્ડ લેકની ફોજો…
વધુ વાંચો >નસીમ, દયાશંકર
નસીમ, દયાશંકર (જ. 1811 લખનૌ; અ. 1843) : ઉર્દૂ ભાષાના કવિ. નસીમે પરંપરાગત શિક્ષણ લીધું હોવા છતાં નાનપણથી જ તેમનું મનોવલણ કવિતા લખવા તરફ ઢળ્યું હતું. તેમની આ રુચિ અને શોખને લખનૌના માહોલથી પ્રોત્સાહન મળ્યું. તેમના નામાંકિત ઉસ્તાદ હૈદરઅલી આતિશે તેમની કવિપ્રકૃતિને પ્રશંસનીય પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. શરૂઆતમાં નસીમે પરંપરાગત…
વધુ વાંચો >નાસિખ, ઇમામબખ્શ
નાસિખ, ઇમામબખ્શ (જ. 10 એપ્રિલ 1772, ફૈઝાબાદ; અ. 1838, લખનૌ) : ઉર્દૂ કવિ. ‘નાસિખ’ તેમનું તખલ્લુસ હતું. લખનૌના સાંસ્કૃતિક વાતાવરણથી મોહિત થઈ લખનૌને વતન ગણી, ત્યાં આવી વસ્યા હતા. લખનૌના નવાબોની શાન, ઉદારતા, કાવ્યરસિકતાની સાથે સાથે તેમના દ્વારા અપાતું સાહિત્યિક પ્રોત્સાહન પ્રશંસનીય હતાં. લખનૌમાં નાસિખના જીવન ઉપર ખૂબ અસર કરનાર…
વધુ વાંચો >નિઝામી ખલીફ અહમદ
નિઝામી, ખલીફ અહમદ (જ. 5 ડિસેમ્બર 1925, અમરોહા; અ. 4 ડિસેમ્બર 1997, અલીગઢ, ઉ.પ્ર.) : મધ્યકાળની મુસ્લિમ તવારીખના સૂફીવાદી લેખક. યુનિવર્સિટીનું શિક્ષણ મેળવ્યા પછી તેઓ અલીગઢ યુનિવર્સિટીમાં જોડાયા. નાની વયથી જ તેમને સૂફી સંતોના અભ્યાસમાં વિશેષ રસ પડતો, તેમની હસ્તપ્રતો નિઝામીના અભ્યાસનો ખાસ વિષય હતી. ચિશ્તિયા બુઝુર્ગોનાં જીવન, સૂફી તાલીમ…
વધુ વાંચો >નિઝામી દક્કની (પંદરમી સદી)
નિઝામી દક્કની (પંદરમી સદી) : ઉર્દૂના પ્રાચીન કવિઓમાં ઉલ્લેખનીય નામ. કવિનું નામ ફખ્રુદીન અને ‘નિઝામી’ તખલ્લુસ હતું. અહમદશાહ બહ્મની બીજાના દરબારમાં નિઝામીની કવિતાનાં ભારે ગુણગાન થતાં તેથી તે રાજાનો માનીતો કવિ બની શક્યો હતો. નિઝામીના જીવન વિશે માહિતી મળતી નથી. પરંતુ તેમની એક રચના ‘મસ્નવી – કદમરાવ પદમરાવ’ નામની ઐતિહાસિક…
વધુ વાંચો >નુસરતી, મોહંમદ
નુસરતી, મોહંમદ : (જ. 1600, બીજાપુર; અ. 1683) : દક્ષિણી ઉર્દૂના અગ્રણી કવિ. ‘નુસરતી’ તેમનું તખલ્લુસ હતું. તેમના વડવાઓ બીજાપુર રાજ્યના લશ્કરમાં ઉચ્ચ હોદ્દા ધરાવતા હતા, પરંતુ નુસરતીનું મન સિપાહીગીરી કરતાં સાહિત્ય તરફ વળ્યું હતું. તે અભ્યાસી હતા. પ્રતિષ્ઠિત ઉલેમાઓ પાસેથી તેમણે જ્ઞાન મેળવ્યું હતું. તેથી તેમને લોકો મુલ્લા નુસરતી…
વધુ વાંચો >